શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

શાહી કેસર શુફ્તા

N.D
સામગ્રી - પનીર(ચોરસ ક્યૂબ્સમાં કાપેલા) 250 ગ્રામ, ઘી 2 મોટી ચમચી, બદામ 100 ગ્રામ, કાજૂ 50 ગ્રામ, કિશમિશ 100 ગ્રામ, ખજૂર 50 ગ્રામ, કાળા મરી(આખા), 1 નાનકદી ચમચી પાણી 1 કપ, ખાંડ 300 ગ્રામ, ઈલાયચી (વાટેલી)1 નાની ચમચી, મિશ્રી 50 ગ્રામ, લીંબૂનો રસ, મોટી ચમચી.

બનાવવાની રીત - એક વાસણમાં ઘી ગરમ કરીને પનીર ક્યૂબ્સને થોડા તળી લો. પછી ક્યુબ્સ જુદા કાઢો. એ ઘી માં બદામ, કાજૂ, કિશમિશ, ખજૂર અને કાળા મરીને એક મિનિટને માટે સેકો. પાણી, ખાંડ અને ઈલાયચી નાખો. ઓછા તાપ પર 5 મિનિટ સુધી પકાવો. પાણી ઉકળતા સુધી ચલાવતા રહો. બે નાની ચમચી ગરમ પાણીમાં કેસર મસળીને પલાળો. મિશ્રણમાં નાખીને હલાવો. ખાંડ અને લીંબૂનો રસ નાખો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય, ત્યારે તાપ પરથી ઉતારી લો. ગરમા ગરમ સર્વ કરો.