શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Updated : મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (12:56 IST)

સ્વીટ રેસીપી- મોતી -પાક

કેટ્લા માણસો માટે -૧૫ 

 
સામગ્રી- 1 કિગ્રા ચણાના લોટ  , ખાંડ 1/2 કિગ્રા , માવા , 5 ગ્રામ ઈલાયચી , 1 ગ્રામ કેસર , 1/4 ટી સ્પૂન કેસરિયા રંગ  , 1 કિગ્રા ઘી 100 ગ્રામ પિસ્તા , ચાંદીના વર્ક ઈચ્છ્મુજબ 
 
બનાવવાની રીત -  ચણાના લોટમાં પાણી નાખી મધ્યમ ખીરું બનાવી લો અને સારી રીતે ફેંટી લો. એક વાડકી પાણીમાં એક ટીપું ખીરું નાખો . જો ટીપું તરવા માંડે તો ખીરું બરાબર છે. 
 
કેસરિયા રંગને થોડાક પાણીમાં મિક્સ કરી બેસનના ખીરામાં મિક્સ કરો. હવે લોખંડની કઢાઈમાં ઘી ગરમ્ કરો. પછી બૂંદીના ઝારા વડે બૂંદી પાડી લો. એક મોટી કડાહીમાં ખાંડ નાખી એક તારની ચાસણી બનાવો અને એમાં કેસર નાખો. હવે ચાસણીમાં બૂંદી નાખી મિક્સ કરો. જ્યારે બૂંદી બધો રસ પી જાય પછી બૂંદીને એક ટ્રેમાં ફેલાવી દો.  એક મોટી કઢાઈમાં માવાને હળવો શેકી લો. એમાં પણ થોડો રંગ મિક્સ કરી નાખો. બૂંદીને માવામાં મિક્સ કરો. એલ્યુમીનિયમની ટ્રેમાં ઘી લગાવીમે બૂંદીને ફેલાવી દો. વર્ક લગાવીને બારીક કાપેલા પિસ્તા અને વાટેલી ઈલાયચી વડે સજાવી દો.  થોડી વાર પછી ચોરસ આકારમાં કાપી લો.