ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 1 ફેબ્રુઆરી 2016 (15:16 IST)

પરીક્ષામાં સફળતા મેળવવાની ચમત્કારી ટિપ્સ..

પરીક્ષાના દિવસોમાં તણાવને કારણે બાળકોનુ મન અભ્યાસમાં લાગતુ નથી. બીજી બાજુ બાળકો માટે પરીક્ષામાં સારા નંબર લાવવા પણ મજબુરી હોય છે. તમારી આ સમસ્યાનુ સમાધાન નીચે આપેલ સરળ ઉપાયો દ્વારા થઈ શકે છે. 
 
આવો જાણીએ પરીક્ષાના દિવસોમાં મનની એકાગ્રતા વધારવાની ચમત્કારી ટિપ્સ - 
 
- એક થાળીમાં કેંસરમાં ગંગાજળ મિક્સ કરી શાહીથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. તેના પર નૈવેધ ચઢાવો. સામે શુદ્ધ ઘી નો દીવો સળગાવી રાખો. મા સરસ્વતીની સ્તુતિ કરો. ત્યારબાદ થાળીમાં પાણી મિક્સ કરી ગ્લાસમાં નાખીને પી લો. આવુ કરવાથી શિક્ષાના ક્ષેત્રમાં પુર્ણ ઉન્નતિ થાય છે. 
 
-જે બાળકોની સ્મરણ શક્તિ નબળી હોય.. તેમને તુલસીના 11 પાનનો રસ સાકર સાથે નિયમિત રૂપે આપો. 
 
- પરીક્ષાના પાંચ દિવસ પહેલાથી બાળકોને નિયમિત દહી આપો. તેમા સમય પરિવર્તન કરો. જો પહેલા દિવસે સવારે 8 વાગ્યે દહી આપ્યુ તો બીજા દિવસે 9 વાગ્યે. પછી 10 વાગ્યે. ત્યારબાદ 11 વાગ્યે. આ ક્રિયાને રિપીટ કરતા રહો અને રોજ એક કલાક વધારતા રહો. 
 
- તમારા અભ્યાસ કક્ષમાં મા સરસ્વતીનો નાનકડો દીવો પ્રગટાવો.. વાંચવા માટે બેસતા પહેલા માતાની સામે કપૂરનો દીવો પ્રગટાવો અથવા ત્રણ અગરબત્તી સળગાવીને હાથ જોડી માતાને પ્રાર્થના કરો પછી અભ્યાસ શરૂ કરો.