શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (01:09 IST)

તમારી કુંડળીના ગ્રહોને પલટી નાખશે આ 10 સહેલા ઉપાયો

જો જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી છે અને બધા રસ્તા બંધ થઈ ચુક્યા છે તો તમે સવારે જલ્દી ઉઠીને પીપળાના ઝાડને કંકુ-ચોખા ચઢાવીને કહો. 'હુ તમને પ્રાર્થના કરુ છુ કે મારી મારી સમસ્યાનુ સમાધાન કરો" અને દૂધ મિશ્રિત જળ ચઢાવો. થોડાક સમયમાં તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે.  
 
જ્યોતિષમાં ચંદ્રમાને મા નુ રૂપ માનવામાં આવ્યુ છે. કુંડળીમાં ચંદ્રમાં પ્રતિકૂળ હોવા પર પોતાની માતા કે વડીલ સ્ત્રિઓના આશીર્વાદ લઈને જ ઘરેથી નીકળો. શિવ મંદિરમાં જળ ચઢાવવું પણ વિપરીત દોષને દૂર કરે છે. 
 
જો તમારી પાસે કુંડળી નથી અને જન્મકુંડળીના અભાવમાં તમારી સમસ્યાનો ઉપાય નથી મળી રહ્યો તો રૂદ્રાવતાર ભૈરવ બાબાને યાદ કરો. કોઈપણ રવિવારે શરૂ કરીને  "ઓમ કાલભૈરવાય નમ:" મંત્રની રોજ પવિત્ર મનથી ઓછામાં ઓછી એક માળા નિયમિત રૂપે કરો. ટૂંક સમયમાં જ તમારી સમસ્યાને ઉકેલવાનો માર્ગ મળી જશે. આ ઉપરાંત પ્રતિકૂળ ગ્રહ પણ તમારા પક્ષમાં થઈ જશે. 
 
જ્યોતિષ મુજબ શનિની દશા કે સાઢાસાતી લાગતા મનુષ્યનુ જીવન મુશ્કેલીઓથી ભરી જાય છે. જો તમારા પર પણ શનિની કુદ્રષ્ટિ છે તો આ ઉપાયોને અજમાવો. શનિની અશુભ સ્થિતિમાં શનિવારે ભૂરા રંગના કપડા ન પહેરશો. શનિને પ્રસન્ન કરવા માટે હનુમાનજીને તલનું તેલ, સિંદૂર, અડદ અને આંકડા કે ધતૂરાની માળા ચઢાવો. 
 
મંગળદોષ થતા પણ હનુમાનજીની આરાધનાથી કષ્ટોનુ તરત જ સમાધાન થાય છે. મંગળની કુદ્રષ્ટિ થતા રોજ સાચા મનથી હનુમાનચાલીસાનો પાઠ કરો અને અન્ય સિંદૂરનો ચોલા ચઢાવો. 
જો કુંડળીમાં ગુરૂ વક્રી હોય કે ખરાબ ફળ આપી રહ્યુ હોય તો ભગવાન વિષ્ણુની આરાધના ફળ આપે છે. રોજ વિષ્ણુ (અથવા વિષ્ણુ અવતાર જેવા રામ-કૃષ્ણ) મંદિરમાં જઈને પ્રણામ કરો. જો આ પણ શક્ય ન હોય તો તમારા વડીલો અને ગુરૂજનોના આશીર્વાદ લો. 
 
કુંડળીમાં રાહુ આકાશની જેવો હોય છે જે જ્યારે ફેલાય છે તો અનંત થઈ જાય છે. રાહુની દશામાં મા સરસ્વતી, હનુમાનજી અથવા મા દુર્ગાની પૂજા કરવી જોઈએ. સૌથી મોટી વાત જ્યારે પણ રાહુની દશા હોય તો માંસ-મદિરા અને પરસ્ત્રી સેવન તરત જ બંધ કરી દેવુ જોઈએ. આનાથી પણ ખૂબ જ પ્રભાવશાળી લાભ મળે છે. 
 
કેતુની દશા ખરાબ થતા ગજાનન ગણપતિને યાદ કરવા સર્વશ્રેષ્ઠ છે. ગણપતિ અર્થવાશીર્ષનો પાઠ કરવો કેતુના કુપ્રભાવને દૂર કરે છે. 
 
જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ ચાલી રહ્યો હોય કે ન ચાલી રહ્યો હોય તો તમે કાયમ ગરીબોને કશુ ને કશુ દાન કરતા રહો. આનાથી તેમની દુઆઓ મળે છે જે ખરાબ સમયની અસરને ઓછી કરી દે છે.