શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (15:46 IST)

ભારતના આ 12 અંધવિશ્વાસોએ ભારતને વહેમી બનાવ્યુ છે

અંધવિશ્વાસ દુનિયાના ખૂણા ખૂણામાં ફેલાયેલો છે. ક્યારેક ક્યારેક તો તેમને સંસ્કૃતિની ધરોહરનો એક ભાગ માનીને અણમોલ 
સમજવામાં આવે છે. તો ક્યારેક ક્યારે તેમા વિજ્ઞાન શોધવામાં આવે છે.  પશ્ચિમમાં જ્યા અંધવિશ્વાસને ગંભીરતાથી નથી લેવામાં આવતો તો બીજી બાજુ પૂર્વમાં તેના પ્રત્યે વિશ્વાસ છે. આફ્રિકામાં તેના પ્રત્યે જુનુન છે. અંધવિશ્વાસની અસલી જડ ભૂત-પ્રેતનો ભય, જાદૂ ટોટકાનો ડર પ્રેમ વિવાહ, વેપાર-નોકરીમાં નિષ્ફળતાનો ભય અને દુભાગ્ય ઘટવાનો ભય છે. 
 
 
આફ્રિકા જેવા દેશોના લોકોની જીંદગીમાં ધર્મ વિજ્ઞાનથી વધુ અંધવિશ્વાસની પકડ વધુ મજબૂત છે. આફ્રિકી સંસ્કૃતિનો મોટાભાગનો ભાગ અંધવિશ્વાસની બુનિયાદ પર બન્યો છે.  જો કે પશ્ચિમમાં જૂના અંધવિશ્વાસનોના સ્થાન પર નવા અંધવિશ્વવાસોએ લઈ લીધી છે.  
 
ક્યારેક ક્યારેક અંધવિશ્વાસ ખૂબ કામ કરી જાય છે. તો ક્યારેક ક્યારેક તે નુકશાનદાયી છે. જેવા જાદૂ એક અસત્ય છે પણ તે સત્યની જેમ આભાસિત થાય છે. જ્યા સુધી આ મનોરંજનનુ સાધન છે ત્યા સુધી ઠીક છે પણ જ્યારે તેના આધાર પર લોકોને ધર્માતરિત કરવામાં આવે કે તેમને ઠગવામાં આવે તો તે સામાજીક દૂષણ બની જાય છે. ચમત્કાર કે કોઈ આસ્થાના બળ પર કોઈ વ્યક્તિનુ જીવન બદલાય જાય તેનો રોગ ઠીક થઈ જાય તેનુ સંકટ દૂર થઈ જાય કે તે અચાનક ધનવાન બની જાય તો તેને ઠીક માનવામાં આવે છે. પણ કોઈનો રોગ ઠીક કરીને બદલામાં તેને ઠગવામાં આવે તો એ અપરાધ છે. ચાલો આજે જોઈએ એવા અંધવિશ્વાસ જેના વિશે કશુ પણ કહેવુ શક્ય નથી. 

જે લોકો અંધવિશ્વાસને માને છે તે ડરમાં જ જીવન વીતાવી દે છે. પણ સાહસી લોકો પોતાની બુદ્ધિ અને સમજ પર વિશ્વાસ કરે છે. બીજા એ લોકો પણ નથી ગભરાતા જ એમને કોઈ એકને પોતાનો ઈષ્ટ બનાવી રખ્યો છે. ભલે તે હનુમાનજી હોય કે કાળકા માતા. રામ હોય કે કૃષ્ણ. શિવ હોય કે વિષ્ણુ. 
 
ઢગલો વિશ્વાસ કે અંધવિશ્વાસ છે. જેમાથી કેટલાકનો ધર્મમાં ઉલ્લેખ જોવા મળે છે અને તેનુ કારણ પણ, છતા ઘણા એવા વિશ્વસ છે જે લોક પરંપરા અને સ્થાનીક લોકોની માન્યતાઓ પર આધારિત છે. જો કે તેમાથી કેટલાક વિશ્વાસોને અનુભવ પર આધારિત માનવામાં આવે છે. અનુભવ પણ ઘણુ બધુ શિખવે છે. 
 
-શુ તમને લાગે છે કે ઘર કે પોતાના અનુષ્ઠાનની બહાર લીંબૂ-મરચું લટકાવવાથી ખરાબ નજરથી બચાવ થશે ?
- રાત્રે કોઈ ઝાડ નીચે કેમ નથી સૂતા ? 
- રાત્રે રીંગણ, દહીં અને ખાટા પદાર્થ કેમ નથી ખાતા ? 
- ખોબાથી કે ઉભા રહીને પાણી ન પીવુ જોઈએ ? 
- શનિવારે લોખંડ તલ કાળા અડદ વગેરે ન ખરીદવા જોઈએ ? 
- ચંદ્ર કે કે સૂર્યગ્રહણ સમયે બહાર ન નીકળવુ જોઈએ ? 
- સ્ત્રીઓએ મંગળવારે શનિવાર અને અમાસ તેમજ પૂનમને દિવસે ઘરમાં જ રહેવુ જોઈએ ? 
 
આ જ રીતે અહી રજુ છે એવા અંધવિશ્વાસ જેની સાથે  રોજ જ તમારો સામનો થાય છે કે જે સીધા-સીધા તમારા જીવનને પ્રભાવિત કરે છે અને જેના પ્રભાવને પણ તમે અજમાવ્યુ હશે. કહે છે કે જો ડર ગયા સમજો મર ગયા. અંધવિશ્વાસનુ કારણ છે ભય. 

 પ્રથમ અંધવિશ્વાસ 
 
તાવીજ - કોઈને ખરાબ નજરથી બચાવવા ભૂત પ્રેત કે મનનો ભય દૂર કરવો કે કોઈ પણ પ્રકારના સંકટથી બચવા માટે તાવીજનો ઉપયોગ કરવામાં આવે છે. તાવીજ બાંધવુ એ દરેક દેશના ધર્મમાં જોવા મળશે. ચર્ચ દરગાહ મસ્જિદ મંદિર સિનેગોગ બૌદ્ધ વિહાર વગેરે બધાના પુરોહિત લોકોને કશુ ને કશુ તાવીજ આપીને તેમના દુખ દૂર કરવાનો પ્રયાસ કરતા રહે છે.  જો કે કેટલાક બાબા સંત અને ફકીર એવા છે જે આના નામથી લોકોને ઠગે  પણ છે. 
 
વિશ્વાસનો ખેલ - જો તમારા મનમાં વિશ્વાસ છે તો આ તાવીજ ભલે મેલ ભરેલો હોય તે ચોક્કસ તમારા ભયને મુક્ત કરશે. માન્યતા છે કે નાડાછડી બાંધવાથી કે ગળામાં તાવીજ પહેરવાથી બધા પ્રકારના અવરોધોથી બચી શકાય છે. પણ આ તાવીજોની પવિત્રતાનુ વિશેષ ધ્યાન રાખવુ પડે છે. નહી તો આ તમને નુકશાન કરનારા સિદ્ધ થાય છે.  જે લોકો તેને પહેરીને દારૂ પીવે છે કે નશો કરે છે કે અપવિત્ર સ્થાન પર જાય છે તેમનુ જીવન કષ્ટમય બની જાય છે. 

આગળના પેજ પર બીજો અંધવિશ્વાસ 



ભભૂતિ - ભારતમાં ભભૂતીનુ પણ પ્રચલન છે. એવુ કહેવાય છે કે સિદ્ધ બાબા કે કોઈ સ્થાન પરથી પ્રાપ્ત ભભૂતિને લગાવવાથી સંકટ દૂર થાય છે અને વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે.  શિરડીના સાઈ બાબાના સ્થાનની રાખ કે ભભૂતને સૌથી ચમત્કારિક માનવામાં આવે છે. 
 
જેને વિભૂતિ પણ કહે છે. આને વ્યક્તિ પોતાના માથા પર લગાવે છે અને થોડી જીભ પર મુકે છે. માન્યતા મુજબ ભભૂતિ દરેક રોગ શોક સંકટ અને અવરોધને દૂર કરનારી હોય છે. આ જીવનમાં શાંતિ અને સુખ આપનારી હોય  છે. 

ભભૂતિની હકીકત - પ્રાચીન સમયમાં યજ્ઞમાં દરેક પ્રકારની ઔષધિઓ નાખવામાં આવતી હતી જેના કારણે યજ્ઞની રાખ પવિત્ર અને રોગોને દૂર કરનારી માનવામાં આવતી હતી. લોકો આને પોતાના માથા પર લગાવતા હતા અને થોડી મોઢામાં પણ નાખતા હતા. પણ આજકાલ છાણા કે બબૂલની રાખની ભભૂતિ તૈયાર કરવામાં આવે છે. 

 
આગળના પેજ પર ત્રીજો અંધવિશ્વાસ 
 
 

- જૂતા ચપ્પલ ઉંધા થઈ જાય તો તમે માનો છો કે કોઈની સાથે લડાઈ-ઝગડો થઈ શકે છે ? 
 
- એવુ કહેવાય છે કે ઘરની બહાર મુકેલા જૂતા ચપ્પલ જો ઉંધા થઈ જાય તો તેને તરત જ સીધા કરી દેવા જોઈએ નહી તો તમારી કોઈની સાથે લડાઈ થવાની શક્યતા વધી જાય છે. આવુ થતા બચવા માટે ચપ્પલ ઉંધી થઈ ગઈ હોય તો તેને સીધી મુકવાનો અંધવિશ્વાસ છે.  આવુ જ બૂટ સાથે પણ કરવામાં આવે છે. ଓ
 
ચપ્પલ અને શુઝ સાથે જોડાયેલ અન્ય અંધવિશ્વાસ 
 
- ચપ્પલ કે શુઝ ને અનેક લોકો નજર અને અનહોની થતા બચવા માટેનો ટોટકો પણ માને છે. તેથી તેઓ પોતાની ગાડીની પાછળ નીચેના ભાગમાં તેને લટકાવી દે છે. 
- કેટલાક માને છે કે શનિવારે કોઈ મંદિરમાં ચપ્પલ કે જૂતા છોડી આવવાથી શનિની ખરાબ અસર સમાપ્ત થઈ જાય છે કે પનોતી જાય છે. 
- જૂતા સુંઘાડવાથી ખેંચ આવવી શાંત થાય છે. 
 
 
આગળના પેજ પર ચોથો અંધવિશ્વાસ ..... 
 

શુ સપનામાં શુભ અશુભના સંકેત મળે છે ? 
- ઘણા લોક્કો પોતાના સપનાથી ગભરાય છે. જ્યોતિષાચાર્ય સપનાને શુભ અને અશુભ ફળ માને છે. જેના પર ભયાવહ પુસ્તકો પણ લખવામાં આવ્યા છે. લોકો ગીતા પર ઓછો અને આવા ભયાવહ પુસ્તકો પર વધુ વિશ્વાસ મુકે છે. આ અંધવિશ્વાસ લોકો વચ્ચે ખૂબ પ્રચલિત છે અને લોકો તેને માને પણ છે કે ખરાબ સપનાથી ખરાબ થાય છે અને સારા સપનાથી સારુ. બધા ધર્મોમાં સપનાને મહત્વ આપવામાં આવ્યુ છે. 
 
જો કે યોગાનુસાર સપના તમારા શરીર મન અને ચિત્તની અવસ્થા મુજબ જન્મ લે છે. આ એક મનોવૈજ્ઞાનિક વિષય છે. સપનાથી ડરવુ મુર્ખતા છે. આ તમારા ચિત્તનુ વિક્ષેપણ છે. ખરાબ સપનાને યૌગિક ક્રિયાઓથી સમાપ્ત કરી શકાય છે. 
 
સપના અનેક પ્રકારના હોય છે. સપના તમારા વિશે ઘણુ બધુ કહે છે. તે તમારો અરીસો છે. આ ઉપરાંત સપનાની એક વિશેષતા એ પણ છે કે તે તમારા ભવિષ્યથી પણ સાવચેત કરાવે છે.  જો કે તેમાથી કયુ સપનુ તમારા ભવિષ્ય વિશે બતાવે છે એ જાણવુ મુશ્કેલ છે. પણ જો તમે ધ્યાનથી તમારા સપનાના મનોવિજ્ઞાન વિશે વિચારવા માંડશો તો ધીરે ધીરે તમારી સામે આ સ્પષ્ટ થવા માંડશે કે કયા સપનાનો સંબંધ કંઈ વસ્તુ સાથે છે. 
 
વ્યક્તિને સારા અને ખરાબ બંને પ્રકારના સપના આવે છે. વૈજ્ઞાનિકો મુજબ આ આપણા શરીર અને મનની અવસ્થા મુજબ આવે છે. જો ભારે અને ઠોસ આહાર ખાવામાં અવે તો ખરાબ સપના આવવાના ચાંસ વધી જાય છે. પેટ ખરાબ રહેવાથી સ્થિતિમાં પણ આવુ થાય છે. જો તમારી માનસિક સ્થિતિ ખરાબ છે અને નકારાત્મક વિચારો વધુ આવે છે તો પણ તમને ખરાબ સપના આવે છે. 
 
આગળના પાન પર પાંચમો  અંધવિશ્વાસ....  


બિલાડીનો રસ્તો કાપવો રડવુ અને 2 બિલ્લીઓનું પરસ્પર લડવુ અશુભ છે ? 
 
- બિલ્લી દ્વારા રસ્તો કાપવો - એવુ માનવામાં આવે છે કે છઠ્ઠી ઈન્દ્રીય મનુષ્યોની છઠ્ઠી ઈન્દ્રીય વધુ સક્રિય છે. જેને કારણે તેને હોની-અનહોનીનો પૂર્વાભાસ થવા માંડે છે. જો કે તેમા કેટલી હકીકત છે આ એક શોધનો વિષય છે. 
 
માન્યતા મુજબ કાળી બિલ્લીનો રસ્તો કાપવો ત્યારે અશુભ માનવામાં આવે છે જ્યારે બિલ્લી ડાબી તરફ રસોત કાપે 
અને જમણી બાજુ જાય. અન્ય સ્થિતિઓમાં બિલાડીનો રસ્તો કાપવો  અશુભ નથી. 
 
કેટલાક લોકો કહે છે કે જ્યારે બિલ્લી રસ્તો કાપીને બીજી બાજુ જતી રહે તો તમારી પાછળ તે તેની નેગેટિવ ઉર્જા છોડી જાય છે.  જે ઘણા સમય સુધી એ માર્ગ પર તેની અસર છોડી જાય  છે.  ખાસ કરીને કાળી બિલાડી વિશે આવી 
 
માન્યતા છે. બની શકે છે કે પ્રાચીનકાળના માહિતગારો એટલા માટે અંધવિશ્વાસ ફેલાવ્યો કે બિલાડીનો રસ્તો કાપવો અશુભ હોય છે. ।
 
 
બિલાડીનુ રડવુ - બિલાડીના રડવાનો અવાજ ખૂબ જ ભયાવહ હોય છે.  ચોક્કસ જ તેને સાંભળવાથી આપણા મનમાં ભય અને આશંકાનો જન્મ થાય છે. એવુ માનવામાં આવે છે કે બિલ્લી જો ઘરમાં આવીને રડવા લાગે તો ઘરના કોઈ સભ્યનુ મોત થવાની સૂચના છે કે કોઈ અનહોની ઘટના બની શકે છે. 
 
બિલાડીનુ પરસ્પર ઝગડવુ - બિલાડીનુ પરસ્પર ઝગડવુ ધનહાનિ અને ગૃહકલેશનો સંકેત છે. જો કોઈના ઘરમાં બિલાડી પરસ્પર લડી રહે છે તો એવુ કહેવાય છે કે જલ્દી જ એ ઘરમાં કંકાસ થવાનો છે. ગૃહકલેશથી ધનહાનિ થાય છે. 
 
બિલાડી જોડાયેલ અન્ય અંધવિશ્વાસ 
 
- લોકમાન્યતા છે કે દિવાળીની રાત્રે ઘરમાં બિલાડીનુ આવવુ શુભ શગુન હોય છે. 
-  બિલ્લી ઘરમાં બાળકને જન્મ આપે છે તો તેને પણ સારુ માનવામાં આવે છે. 
- કોઈ શુભ કાર્ય માટે તમે ક્યાય જઈ રહ્યા છો અને બિલાડી મોઢામાં માંસનો ટુકડો લઈને દેખાય તો કામ સફળ થાય છે. 
- લાલ કિતાબ મુજબ બિલાડીને રાહુની સવારી કહે છે. જે જાતકની કુંડળીમાં રાહુ શુભ નથી તેણે રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે બિલાડી પાળવી જોઈએ. 
- લાલ કિતાબના ટોટકા મુજબ બિલ્લીની જીરને લાલ કપડામાં લપેટીને બાજુ પર બાંધવાથી કાળસર્પ દોષથી બચાવ થાય છે.  ઉપરી ચક્કર, નજર દોષ, પ્રેત બાધા આ બધામં બિલ્લીની જેર બાંધવાથી લાભ મળે છે. 
- જો સૂતેલા વ્યક્તિના માથાને બિલ્લી ચાટવા માંડે તો આવી વ્યક્તિ સરકારી મામલામાં ફંસાય શકે છે. 
- બિલ્લી દ્વારા પેટ ચાટવુ નિકટના ભવિષ્યમાં બીમાર થવાના સંકેત હોય છે. 
- બિલાડી ઉપરથી કૂદીને જાય તો તકલીફ સહન કરવી પડે છે. 
- જો તમે ક્યાક જઈ રહ્યા છો અને બિલાડી તમારી સામે કોઈ ખાવાની વસ્તુ લઈને આવે અને મ્યાઉ બોલે તો અશુભ 
માનવામાં આવે છે. આ ક્રિયા તમારા ઘરે આવતી વખતે થાય તો શુભ હોય છે. 

આગળના પેજ પર છઠ્ઠો  અંધવિશ્વાસ 

એક રૂપિયાનો સિક્કો 
 
એક રૂપિયો ભારતીય સંસ્કૃતિમાં એક રૂપિયાની નોટ કે સિક્કોક ખૂબ ખાસ માનવામાં આવે છે. કોઈપણ પાવન અવસર પર એક નો સિક્કો લગાવીને આપવો જરૂરી હોય છે. બાળકના જન્મથી લઈને લગ્નના સમય સુધી એક રૂપિયાને મોટી નોટ જેવી કે  50, 100, 500 વગેરે સાથે લગાવીને આપવાનો રિવાજ છે. ભારતમાં વિષમ સંખ્યામા રકમ આપવાને ખરાબ માનવામાં આવે છે. 
 
આગળના પેજ પર સાતમો અંધવિશ્વાસ 



તમે ભારતના અનેક ઘરમાં લીંબૂ મરચા લટકતા જોઈ શકો છો. સાત મરચા સાથે એક લીંબૂને લટકાવવુ સારુ માનવામાં આવે છે. લોકોનુ માનવુ છે કે તેનાથી ખરાબ નજર નથી લાગતી. સાત મરચા એ માટે લટકાવવામાં આવે છે કારણ કે સાત અંકને જાદુઈ નંબર માનવામાં આવે છે અને લોકો માને છે કે આવુ કરવાથી ઘરમાં કે વ્યવસાયમાં સુખ સમૃદ્ધિ પરત આવે છે. 
 
આગળના પેજ પર આઠમો અંધવિશ્વાસ ..  


ભારતના અનેક ભાગમાં એવુ માનવામાં આવે છે કે પીપળમાં ભૂતોનો વાસ હોય છે અને આત્માઓ રહે છે જે કે અનેક લોકોને હકીકતથી જુદી વાત લાગે છે. પીપળનુ ઝાડ રાત્રે ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઈડ છોડે છે જેને કારણે લોકોને ભૂતોનો ભય બતાવીને તેમને ઝાડ પાસેથી દૂર કરવામાં આવે છે.  

 
આગળના પેજ પર નવમો અંધ વિશ્વાસ 

નખ કાપવા - ભારતમાં તમારા નખ કેટલા પણ ગંદા કેમ ન હોય કે મોટા કેમ ન થઈ ગયા હોય પણ તમે તેને ગુરૂવારે કે શનિવારના દિવસે નથી કાપી શકતા. અહી સુધી કે મંગળવારે પણ નખ કાપવા શુભ નથી માનવામાં આવતા. લોક્કો માને છે કે નખ કાપવાથી દુર્ભાગ્ય આવે છે. સાંજ પછી નખ કાપવાની મનાઈ છે.  
 
આગળના પેજ પર દસમો અંધ વિશ્વાસ ... 

માસિક ધર્મ સાથે જોડાયેલ મિથક ભારતીય મહિલાઓ કે યુવતીઓ  માસિક ધર્મના દિવસોમાં અછૂતી માનવામાં આવે છે. આ દિવસોમાં તે પૂજા નથી કરી શકતી કે ન તો કિચનમાં પ્રવેશ કરી શકતી. અહી સુધી કે કોઈપણ પ્રકારના પૂજા પાઠમાં ભાગ લેવાની પણ તેને અનુમતિ નથી. 
 
આગળના પેજ પર અગિયારમો અંધ વિશ્વાસ 
 
ચંદ્ર ગ્રહણ પ્રભાવ - ભારતના દરેક ક્ષેત્રમાં અંધવિશ્વાસ છે. તો પછી ચંદ્રગ્રહણ કેમ પાછળ રહી જાય. ભારતમાં માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન કશુ પણ ખાવુ પીવુ ન જોઈએ. ઘરની અંદર જ રહેવુ જોઈએ અને ગર્ભવતી મહિલાએ તો બિલકુલ બહાર ન નીકળવુ જોઈએ. આ દરમિયાન ચાકુથી કાપવુ અને જમવાનુ બનાવવાની પણ ના પાડવામાં આવી છે. ગ્રહણ પડવા દરમિયાન ફક્ત પૂજા કરવી યોગ્ય માનવામાં આવે છે. 
 
 
આગળના પેજ પર બારમો અંધ વિશ્વાસ 
 
વિધવા - ભારતના અંધવિશ્વાસી સમાજમાં વિધવાને ખૂબ ખરાબ નજરથી જોવામાં આવે છે. પછાત વિસ્તારોમાં આજે પણ વિધવા સ્ત્રીને જાનવર કરતા પણ ખરાબ સ્થિતિમાં મુકવામાં આવે છે. તેણે ફક્ત સફેદ કપડા પહેરવાના હોય છે અને તે ફક્ત બાફેલો ખોરાક ખાઈ શકે છે. કોઈપણ શુભ કાર્યમાં ભાગ લઈ શકતી નથી.