ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

તમારી હથેળીનો રંગ અને તમારુ ભવિષ્ય

હસ્તરેખા વિજ્ઞાનમાં જ્યા રેખાઓ અને ચિન્હો સાથે હાથ અને નખના પ્રકાર મહત્વપુર્ણ હોય છે. બીજી બાજુ હથેળીઓનો રંગોની પણ ભવિષ્ય કથનમાં મોટી ભૂમિકા હોય છે. 
 
ગ્રંથોમાં સ્પષ્ટ વર્ણન છે.. 
 
'धनी पाणितले रक्ते नीले मद्यं पिवेन्नरः।
आग्रायागमनः पीते कहमले धनवर्जितः।'
 
અર્થાત.. સમૃદ્ધ અને ધની વ્યક્તિની હથેળીનો રંગ રક્ત વર્ણ મતલબ લાલ હોય છે. ભૂરા રંગની હથેળીવાળા મધ્ય પ્રેમી મતલબ દારૂડિયા હોય છે. કહમલે યાની મટમેલા રંગની હથેળીવાળા લોકો સામાન્ય રીતે ધનહીન હોય છે. 
 
હસ્ત સંજીવન નામના ગ્રંથમાં પણ લાલ રંગની હથેળીનો સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. 
 
'करतलैर्देव शार्दूल लक्ष्माभैरीश्वराः स्मृताः।
अगम्यागामीनः पीतैरक्षैनिर्धनता स्मृताः।
अपेयपानं कुर्वन्ति नील कृष्णैस्तभैव च।'
 
અર્થાત હથેળીનો રંગ લાલ હોવો વ્યક્તિના એશ્વર્યશાળી હોવાનુ પ્રતીક છે. ચમકીલુ અને ચિકણો હાથ શ્રીમંત હોવાનો સંકેત છે. 
આભાહીન અને શુષ્ક હાથ દરિદ્રતાનુ કારક છે. ભૂરો અને કાળો હાથ દારૂડિયા અને પીત હસ્ત વ્યભિચારી હોવાના લક્ષણ છે. 
 
હાથનો રંગ અને તેના પ્રકાર 
 
લાલ રંગ - આ રંગની હથેળીવાળા લોકો જીવનમાં સમસ્ય એશ્વર્યને ભોગે છે. તેના નાના પ્રકારના સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે. આ લોકો પ્રચુર ધનના સ્વામી હોય છે. સ્વભાવથી આ ભાવુક અને ક્રોધી હોય છે. આ લોકો વૈચારિક રૂપે અસ્થિર હોય છે. 
 
ઘટ્ટ ગુલાબી - આ પ્રકારના હાથવાળા સામાન્ય રીતે શ્રીમંત હોય છે. આ લોકો ક્રોધી અને તુનક મિજાજના પણ હોય છે. તેમની બુદ્ધિ સ્થિર નથી હોતી.  તે જલ્દી પસન્ના થઈ જાય છે અને જલ્દી નારાજ પણ થઈ જાય છે.  તેમના વિચાર, દ્રષ્ટિકોણ, પસંદ-નાપસંદ બધુ જ પરિવર્તનશીલ હોય છે. તેમને મધ્ય આયુ સુધી હાઈબીપી ની સમસ્યા ઘેરી લે છે. 
 
હળવો ગુલાબી - આ લોકો ઉત્તમ માનવીય ગુણોથી સંપન્ન, શ્રીમંત અને એશ્વર્યશાળી હોય છે. તેમની અંદર ગજબનો ઉત્સાહ જોવા મળે છે. ધૈર્ય તેમની અંદર ઠૂસી ઠૂસીને ભરેલુ હોય છે.  દયા, ક્ષમા અને પ્રેમ તેમના સ્વભાવનો મૂળ આધાર છે. આ લોકો આશાવાદી અને પ્રસન્નચિત્ત હોય છે. આ લોકો કલા અને પ્રકૃતિના પ્રેમી હોય છે. 
 
પીળો -  આ લોકો દ્રઢ વિચારોવાળા નથી હોતા. માનસિક રૂપે પરેશાન અને નિરાશાવાદી હોય છે સ્વભાવમાં મધુરતાની કમી હોય છે. તેમના પગના રોગોથી કષ્ટ પ્રાપ્ત થાય છે. આળસને કારણે પ્રગતિ નથી કરી શકતા. તેમના જીવનમાં સંઘર્ષ હોય છે.  
 
બૈગની કે પીળો - ભૂરા રંગની હથેળીવાળા નિરાશાવાદી હોય છે. તેમના જીવનમાં સંધર્ષ વધુ હોય છે. આ લોકો એકાંતવાળા હોય છે. તેમને રક્ત વિકારથી કષ્ટ થાય છે. મદ્યપાન સહિત અન્ય વ્યસનોની ટેવને કારણે કાર્યક્ષમતા અને પ્રતિભા નષ્ટ થવા માંડે છે. આ લોકો સમાજ પ્રત્યે પોતાની જવાબદારીથી દૂર રહે છે. સ્વભાવથી આ લોકો સૂકા અને ચિડાયેલા હોય છે. 
 
 
માટીના રંગ જેવો - કાળા ભૂરા કે માટીના રંગની હથેળીવાળા લોકો કર્મઠ નથી હોતા. આ લોકો ખૂબ જ રહસ્યવાદી હોય છે. વાતચીતમાં અસત્ય તથ્યોની મદદ લે છે. પુરૂષાર્થની કમી હોય છે. તેમનુ વ્યક્તિત્વ નિસ્તેજ હોય છે. આ લોકો સ્વાસ્થ્યની સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે.   તેમના ચેહરા પર ઉદાસીનો અભાવ હોય છે. ધનની કમી કાયમ રહે છે. તેમને રક્ત અને કફ સંબંધી સમસ્યાઓ પ્રાપ્ત થાય છે. 
 
નિસ્તેજ સફેદ - સફેદ હથેળીના લોકો ઉત્સાહહીન અને એકાંતપ્રિય હોય છે. માનસિક શક્તિની કમી હોય છે. આ લોકો અધિક કર્મટ હ નથી હોતા. 
 
ચમકદાર સફેદ - ચમત્કારી શ્વેત હથેળીવાળા લોકો અલૌકિક શક્તિઓના સ્વામી હોય છે. તેમને પરાશક્તિનુ જ્ઞાન હોય છે. વિચારોથી તેઓ ખૂબ જ સંતુલિત હોય છે. તેમની વિચારધારા આધ્યાત્મિક હોય છે. આ લોકો શાંતિના દૂત હોય છે. આ લોકો સ્વસ્થ રહે છે. 
 
હથેળીના રંગોનુ પરીક્ષણ કરતા પહેલા હાથનો સ્પર્શ ન કરવો જોઈએ નહી તો હાથના ઘર્ષણથી, સ્પર્શથી, વ્યાયામથી મુશ્કેલ શ્રમથી હથેળીનો રંગ ક્ષણિક રૂપે બદલાય જાય છે. તેનાથી ભવિષ્ય કથનમાં વ્યવધાન ઉત્પન્ન થાય છે કે ભવિષ્યકથન પ્રભાવિત થઈ શકે છે. તેથી જ્યારે વ્યક્તિ સ્વસ્થ હોય છે. આરામથી બેસ્યો હોય તણાવમાં ન હોય ત્યારે રંગોનુ પરિક્ષણ સત્ય ભવિષ્યનો સંકેત આપી શકશે.