બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 30 જુલાઈ 2016 (00:01 IST)

તમારી દરેક સમસ્યા માટે છે ઉપાય.... અજમાવશો તો તમારી કિસ્મત બદલાઈ જશે

ઘરમાં બરકત નથી તો અજમાવો આ ઉપાય 
 
જો તમારી ઈનકમ સારી છે અને છતા પણ તમે બચત નથી કરી શકતા તો સમજી લો કે તમારા ઘરમાં બરકત નથી. મતલબ તમે જે પણ કંઈ કમાવો છો તેમાંથી કશુ પણ બચતુ નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા છે તો નીચે લખેલ ઉપાય કરો. આ ઉપાયથી તમારા ઘરમાં બરકત કાયમ રહેશે અને બચત પણ થવા લાગશે. 
 
ઉપાય -  રસ્તામાં જતી વખતે ક્યાક કિન્નર (હિજડા..માસીબા) જોવા મળે તો તેમને તમારી ઈચ્છા મુજબ થોડાક રૂપિયા ભેટમાં આપો. શક્ય હોય તો ભોજન કરાવો. ત્યારબાદ એ કિન્નર પાસેથી એક સિક્કો (તેમની પાસે મુકેલો.. તમે આપેલો નહી) માંગી લો.  આ સિક્કાને તમારા ગલ્લા કે કેશ બોક્સ કે તિજોરીમાં મુકી દો. તમે જોશો કે થોડાક જ દિવસમાં તમારી સેવિંગ વધી અને ઈનકમ વધી જશે. 
મનપસંદ નોકરી મેળવવા માટે 
 
વર્તમાન સમયમાં બેરોજગારી એક ખૂબ મોટી સમસ્યા છે. નોકરી ન હોવાને કારણે ન તો સમાજમાં માન-સન્માન મળે છે કે ન તો ઘર પરિવારમાં. જો તમે પણ બેરોજગાર છો  અને ઘણા પ્રયત્ન કરવા છતા પણ નોકરી નથી મળી રહી તો નિરાશ થવાની જરૂર નથી.  કેટલાક સાધારણ ઉપાય કરવાથી તમારી આ સમસ્યાનુ સમાધાન થઈ શકે છે. આ ઉપાય આ પ્રકારના છે. 
 
ઉપાય 
 
- કોઈ શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને સવા કિલો મોતીચૂરના લાડુઓનો નૈવૈદ્ય લગાવો. ઘી નો દીવો પ્રગટાવો અને મંદિર માં જ બેસીને લાલ ચંદન કે મૂંગાની માળાથી 108 વાર નીચે લખેલ ચોપાઈનો જાપ કરો. 
 
ચોપાઈ - કવન સો કાજ કઠિન જગ માહી. જો નહી હોય તાત તુમ પાહિ. 
 
ત્યારબાદ 40 દિવસો સુધી રોજ તમારા ઘરના મંદિરમાં આ ચોપાઈનો જાપ 108 વાર કરો. તરત જ તમારી સમસ્યાનુ સમાધાન થઈ શકે છે. 

ગોમતી ચક્રના ઉપાય 
 
જ્યોતિષીય ઉપાયોમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગોમતી ચક્ર પણ તેમાથી એક છે. ગોમતી ચક્ર ઓછી કિમંતવાળો એક એવો પત્થર છે જે ગોમતી નદીમાં મળે છે. જો તેનુ વિધિ-વિધાન પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો અનેક પ્રકારની પરેશાનીઓ આપમેળે જ સમાપ્ત થઈ જાય છે. ગોમતી ચક્રના ઉપાય આ પ્રકારના છે. 
 
1. કોર્ટ કચેરી જતી વખતે ઘરની બહાર ગોમતી ચક્ર મુકીને તેની પર જમણો પગ મુકીને જશો તો એ દિવસે કોર્ટ કચેરીમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ વધી જાય છે. 
 
2. જો શત્રુ વધી ગયા હોય તો જેટલા અક્ષરનુ દુશ્મનનુ નામ છે તેટલા ગોમતી ચક્ર લઈને તેના પર શત્રુનુ નામ લઈને તેને જમીનમાં ડાટી દો. શત્રુ હારી જશે. 
 
3. જો પૈસા સંબંધિત સમસ્યા છે તો 5 ગોમતી ચક્ર ધન સ્થાન મતલબ એવા સ્થાન પર મુકો જ્યા તમે પૈસા મુકતા હોય. ધનની સમસ્યા સમાપ્ત થઈ શકે છે. 

કાળી હળદરના ઉપાય 
 
ભોજનમાં ઉપયોગમાં લેવાતી હળદર વિશે આપણે બધા જાણીએ છીએ. હળદરની એક પ્રજાતિ એવી પણ છે જેનો ઉપયોગ જ્યોતિષીય ઉપાયોમાં કરવામાં આવે છે એ છે કાળી હળદર. કાલી હળદરને ધન અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે. કાળી હળદર અનેક ખરાબ પ્રભાવને ઓછા કરે છે. આ  છે તેનો ઉપાય... 
 
 
1. કાળા હળદરના 7 થી 9 દાના બનાવો. તેને દોરામાં પરોવીને ધૂપ, ગૂગલ કે લોબાનથી શોધન કર્યા પછી પહેરી લો.  જે પણ વ્યક્તિ આ પ્રકારની માળા પહેરે છે તે ગ્રહોના દુષ્પ્રભાવો, ટોના ટોટકા અને નજરના પ્રભાવથી સુરક્ષિત રહે છે. 
 
2. જો તમે કોઈ પણ નવુ કાર્ય કરવા જઈ રહ્યા છો તો કાળી હળદરનો ટીકો લગાવીને જવાથી એ કાર્યમાં સફળતા મળવાના યોગ વધી જાય છે. 
પરિવારમાં સુખ-શાંતિ માટે ઉપાય 
 
પરિવારના સભ્યોમાં વાદ-વિવાદ થતો રહે છે. પણ જ્યારે આ રોજ થવા માંડે તો ઘરના વાતાવરણમાં અશાંતિ ફેલાય જાય છે. ક્યારેક વિવાદ કોઈ મોટી ઘટનાનુ રૂપ પણ લઈ લે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નીચે લખેલ ઉપાય કરો... 
 
ઉપાય - રોજ સવારે સૂર્યોદયના સમયે ઘરના એ માટલા કે વાસણમાંથી એક લોટો પાણી ભરીલો જેમાંથી ઘરના બધા સભ્યો પાણી પીતા હોય અને એ જળને તમારા ઘરના દરેક રૂમમાં, ઘરની અગાસી પર અને દરેક સ્થાન પર છાંટો.   આ દરમિયાન કોઈની સાથે કોઈ વાત ન કરશો અને મનમાં જ ૐ શાંતિ ૐ મંત્ર બોલતા રહો. થોડાક જ સમયમાં તમારી આ સમસ્યા દૂર થઈ જશે. 

રોગોથી મુક્તિ માટે ઉપાય 
 
ભગવાન શંકર પોતાના ભક્તોને બધા પ્રકારનું સુખ પ્રદાન કરે છે. અહી સુધી કે તે મરણાસન્ન ભક્તને પણ નવુ જીવન પ્રદાન કરી શકે છે. શિવ દરેક રીતે પોતાના ભક્તોને આરોગ્ય પ્રદાન કરે છે. સોમવારના દિવસે જો નીચે લખેલ ઉપાય કરવામાં આવે તો રોગોમાંથી છુટકારો મળી શકે છે. 
 
ઉપાય - કોઈપણ સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગનું દૂધ અને કાળા તલથી અભિષેક કરો. અભિષેક માટે તાંબાનું વાસણ છોડીને કોઈ અન્ય ધાતુના વાસણનો જ ઉપયોગ કરો. અભિષેક કરતા વખતે ૐ જૂં સ: મંત્રનો જાપ કરતા રહો. ત્યારબાદ ભગવાન શિવને રોગ નિવારણ માટે પ્રાર્થના કરો. ભગવાન શિવની કૃપાથી તમે શીઘ્ર જ રોગ મુક્ત થઈ શકો છો. 
 
 
 

ઈંટરવ્યુમાં સફળતા માટે ઉપાય 
 
ઈંટરવ્યુનુ નામ સાંભળતા જ બધાને ગભરાટ થઈ જાય છે. દરેક સમયે આ વાત મગજમાં ફરતી રહે છે કે ઈંટરવ્યુમા કયો પ્રશ્ન પૂછશે. તેનો જવાબ આપી શકીશુ કે નહી. આ પ્રકારના ઈંટરવ્યુ પહેલા જ અનેક લોકો નર્વસ થઈ જાય છે. જો તમે પણ ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો નીચે લખેલ ઉપાય કરો. આ ઉપાયથી ઈંટરવ્યુમાં સફળતા મળવાના ચાંસ વધી જાય છે. 
 
ઉપાય - શુભ દિવસ જોઈને સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સફેદ રંગનુ સૂતી આસન પાથરીને પૂર્વ દિશા તરફ મોઢી કરીને તેની પર બેસી જાવ. હવે  તમારી સામે પીળુ કપડુ પાથરીને તેના પર 108 દાણાવાળી સ્ફટિકની માળા મુકી દો અને તેના પર કેસર અને અત્તર છાંટીને તેની પૂજા કરો.  ત્યારબાદ ધૂપ દીપ અને અગરબત્તી બતાવીને નીચે લખેલ મંત્રનુ 31 વાર ઉચ્ચારણ કરો.  આ રીતે અગિયાર દિવસ સુધી કરવાથી આ માળા સિદ્ધ થઈ જશે. જ્યારે પણ કોઈ ઈંટરવ્યુમાં જાવ તો આ માળા પહેરીને જાવ આવુ કરવાથી ઈંટરવ્યુમાં સફળતા મળશે.