શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (16:25 IST)

જ્યોતિષ - જાણો તમારી સમસ્યા અને તેનો ઉકેલ

માનવીના જીવનમાં રોજ કોઈને કોઈ સમસ્યાઓ આવતી રહે છે. દરેક સમસ્યાના ઉકેલ માટે તમે વારેઘડીએ જ્યોતિષ પાસે તો જઈ નથી શકતા. તેથી અહી અમે તમને કેટલીક સામાન્ય સમસ્યાઓના ઉપાય બતાવી રહ્યા છીએ તે અજમાવો અને તેની અસર જુઓ. 
 
આર્થિક સમસ્યા દૂર કરવા માટે 
 
જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો આ માટે તમારે શુક્રવાર કરવા યોગ્ય રહેશે. 21 શુક્રવાર કરવા, જેમા 9 વર્ષથી નાની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો 
 
જો તમે તમારા ઘરમાં કે વેપારમાં લક્ષ્મીની કૃપા થાય તેવુ ઈચ્છતા હોય તો.... 
 
એક એક્વેરિયમ(માછલીઘર) જેમા 8 સોનેરી અને એક કાળી માછલીને મુકો. તેને ઉત્તરપૂર્વની તરફ મુકો. જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી લાવીને તેમા નાખી દો. જો તમે માછલીઘર મુકવા ન માંગતા હોય તો ઘર કે દુકાનમાં એક શણગારેલો ફાઉંટેન મુકો. 
 
પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે 
 
આજની આ દોડતી ભાગતી જીંદગીમાં દરેક માણસને કોઈને કોઈ કારણસર ચિંતિત છે, પરેશાન છે. કારણ ગમે તે હોય ઉપાય એક છે. તાંબાના પાત્રમાં જળ ભરીને તેમા થોડુ લાલ ચંદન મિક્સ કરી દો. આ પાત્રને સૂતી વખતે તમારા માથા તરફ મુકીને સૂઈ જાવ. સવારે તે પાણીને તુલસીના છોડ પર ચઢાવી દો. ધીરે ધીરે મુશ્કેલી દૂર થશે. 
 
કુંવારી કન્યાના લગ્ન માટે 
 
- જો છોકરીના લગ્નમાં કોઈ વિઘ્ન આવી રહ્યુ છે તો પૂજા માટેના 5 નારિયેળ લો. આ નારિયળને ભગવાન શિવની મૂર્તિ કે ફોતો સામે મુકીને 'ૐ શ્રી વર પ્રદાય શ્રી નામ:' મંત્રની પાંચ માળાનો જાપ કરો.. પછી એ પાંચેય નારિયળને શિવજીના મંદિરમાં ચઢાવી દો. લગ્નમાં આવનારા અવરોધો આપમેળે જ દૂર થઈ જશે. 
 
- દરેક સોમવારે કન્યા સવારે નાહી-ધોઈને શિવલિગ પર 'ૐ સોમેશ્વરાય નમ:'નો જાપ કરતા દૂધ મિશ્રિત પાણી ચઢાવે અને એ જ મંદિરમાં બેસીને રુદ્રાક્ષની માળા વડે આ મંત્રની એક માળાનો જાપ કરે. લગ્નની શક્યતાઓ જલ્દી ઉભી થતી જોવા મળશે.
 
સુખી લગ્નજીવન માટે 
 
- ઘરના ઈશાન ખૂણાનું ખૂબ જ મહત્વ છે. જો પતિ-પત્ની સાથે બેસીને પૂજા કરે તો તેમનો પરસ્પર અહંકાર નાશ પામીને સંબંધોમાં મધુરતા વધે છે ગૃહલક્ષ્મીદ્વારા સાંજના સમયે તુલસીમા દીવો સળગાવવાથી નકારાત્મક શક્તિઓને ઓછી કરી શકાય છે. ઘરના દરેક રૂમમાં ઈશાન ખૂણાને સાફ રાખો, ખાસ કરીને બેડરૂમનો
 
- ઘરના ઈશાન ખૂણાનું ખૂબ જ મહત્વ છે. જો પતિ-પત્ની સાથે બેસીને પૂજા કરે તો તેમનો પરસ્પર અહંકાર નાશ પામીને સંબંધોમાં મધુરતા વધે છે ગૃહલક્ષ્મીદ્વારા સાંજના સમયે તુલસીમા દીવો સળગાવવાથી નકારાત્મક શક્તિઓને ઓછી કરી શકાય છે. ઘરના દરેક રૂમમાં ઈશાન ખૂણાને સાફ રાખો, ખાસ કરીને બેડરૂમનો