શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 20 એપ્રિલ 2016 (00:05 IST)

જ્યોતિષ - તલનો તલસ્પર્શી અભ્યાસ, જાણો કેવો તલ કેટલો ભાગ્યશાળી ?

જ્યોતિષ એક કળા છે. એક વિજ્ઞાન છે. જો તેનું તલસ્પર્શી નિદાન કરવું હોય તો ઊંડો અભ્યાસ આવશ્યક છે. કેટલાક ઉચ્ચકક્ષાના આત્માઓએ શરીર ઉપરના તલનો તલસ્પર્શી અભ્યાસ કરી તેને આધારે જે તે વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. આપ પણ જો આપના શરીર ઉપર ક્યાંય તલ હોય તો આપના સ્વભાવનું તલને આધાર મૂલ્યાંકન કરી લેખની યથાર્થતા ચકાસશો. સામાન્ય રીતે તલ કાળા અથવા રાતા રંગના હોય છે. ઘણાના શરી ઉપર લાખું કે મસા પણ હોય છે.

સામાન્યત ઃ શરીર ઉપર ગોળ તલ, ઇંડાંના આકારના તલ, લાંબા તલ, ત્રિકોણ તલ, બેડોળ તલ જોવા મળે છે. તેવી જ રીતે લાખા પણ શરીર ઉપર જોવા મળતા હોય છે. જો કોઇ સ્ત્રીના પગા ઉપર લાખું હોય તો તે સ્ત્રી બહુ ભાગ્યશાળી ગણાય છે. તે પરિવારને બહુ સુખ આપે છે. પતિને રંભા બની સુખ આપે છે. જો કોઇ વ્યક્તિ કે સ્ત્રીને ગરદન પર મસા થયા હોય તો તેનાથી પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિ કે પત્નીને અઢળક સુખ તથા જાતીય આનંદ આપે છે. પરંતુ કપાળ પર મસો હોય તો દુર્ભાગ્ય ગણાય છે. તેવી જ રીતે જો કોઇ સ્ત્રીનાં પોપચાં ઉપર તાંબા જેવો રંગનો તલ હોય તો તેનો પતિ તેને બહુ પ્રેમ કરે છે.

જો સ્ત્રીની ગરદન પર અથવા જમણા ભાગ ઉપર તાંબાના રંગનો તલ હોય તો તે બહુ ધાર્મિક સ્ત્રી બને છે.જો કોઇ સ્ત્રીના જમણા પગ ઉપર તલ હોય તો તે સ્ત્રી મહાન પુત્રની માતા બને છે. જો કોઇ સ્ત્રીનાં ઢીંચણ ઉપર તલ હોય તો તે સ્ત્રી પુષ્કળ દુઃખ ભોગવે છે. જેના કપાળ ઉપર તલ હોય તે વ્યક્તિ નસીબદાર બને છે. તેનામાં વ્યાપારી બુદ્ધિ હોય છે. તેની આવક ઘણી હોય છે. જો કોઇ સ્ત્રીના કપાળ ઉપર તલ હોય તો સ્ત્રી નાણાં ભીડ અનુભવે પરંતુ તેને પતિ સુખ બહુ ઉત્તમ પ્રાપ્ત થાય છે.

જો કોઇ વ્યક્તિને બે ભ્રમર વચ્ચે તલ હોય તો તેને અચાનક ધન પ્રાપ્તિના યોગ બને છે છતાં વૃદ્ધાવસ્થામાં લાંબી માંદગી પ્રાપ્ત કરે છે. પરંતુ જો કોઇ સ્ત્રીની બે ભ્રમર વચ્ચે તલ હોય તો તે બહુ કામીઆનંદી બને છે. જો કોઇ વ્યક્તિ અથવા સ્ત્રીના નાકની દાંડી ઉપર તલ હોય તો તે વ્યક્તિ અથવા સ્ત્રી ખૂબ ચાલાક, કોઇથી ય છેતરાય નહીં તેવી તથા ઉગ્ર સ્વભાવની બને છે. પરંતુ આવી વ્યક્તિ કે સ્ત્રી જેને પ્રેમ કરે તેને ઘણો આનંદ શારીરિક તથા માનસિક આપે છે.

જો કોઇ વ્યક્તિ કે સ્ત્રીના જમણા ગાલ ઉપર તલ હોય તો તે વ્યક્તિ કે સ્ત્રી ખૂબ સાંસારિક સુખ ભોગવે છે પરંતુ તે ખૂબ ક્રોધી અને તુંડમિજાજી બને છે. જો કોઇ વ્યક્તિ કે સ્ત્રીના ડાબા ગાલ ઉપર તલ હોય તો તે વ્યક્તિ કે સ્ત્રી ખૂબ સુંદર હોય છે. તેને ચાહનારા ઘણા લોકો હોય છે. તે કોઇ મોટી કળાથી પારવધા હોય છે. જો કે સ્ત્રી આવો તલ ધરાવતી હોય તો તે પોતાના પતિ કે પ્રેમીને દગો આપતાં ખચકાતી નથી. વળી, જો કોઇ વ્ય‌િક્તના ઉપરના હોઠ ઉપર તલ હોય તો આવી વ્યક્તિ ખૂબ વિનોદી પરંતુ અલ્પાયુ હોય છે.

પરંતુ તે આવું કરે નહીં જો આવો તલ ધરાવનાર સ્ત્રી ખૂબ ધાર્મિક તથા સદાચારી હોય છે. નીચેના હોઠ ઉપર જો કોઇ વ્યક્તિને તલ હોય તો તે વ્યક્તિ ખૂબ ચીડિયો તથા જિદ્દી હોય છે. જો કોઇ સ્ત્રીના નીચેના હોઠ ઉપર તલ હોય તો તે સ્ત્રી ખૂબ આનંદી હોય છે. તેને ઘણી જાતના રોગ લાગ્યા હોય છે. જો કોઇ પુરુષની છાતી ઉપર તલ હોય તો તે પુરુષ બહુ દુખી હોય છે. પરંતુ સ્ત્રીની છાતી ઉપર તલ હોય તો તે સ્ત્રી ખૂબ ધનવાન બને છે. જો તેનું પિયર ગરીબ હોય તો તે લગ્ન પછી ખૂબ ધનવાન બને છે. •