Widgets Magazine
Widgets Magazine

સમસ્યાઓ તમારી ટોટકા ઉપાય અમારા - અજમાવી જુઓ

શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (17:40 IST)

Widgets Magazine
astro


જ્યારે કોઈ માણસ કોઈ મુશ્કેલીમાં ફસાય જાય છે કે પછી કોઈ સમસ્યામાંથી છુટકારો નથી મળતો તો આપણે કોઈ માહિતગાર કે વૃદ્ધ વ્યક્તિ સાથે તેની ચર્ચા કરીએ છીએ. વડીલો અને અનુભવી લોકોની પાસે ક્યારેક એવા અભૂતપૂર્વ ટોટકા નીકળી આવે છે જેમને અજમાવવાથી તત્કાલ મુસીબતમાંથી છુટકારો મળી જાય છે. વ્યવ્હારિક જીવનમાં આ પ્રકારના ટોટકા અનેક લોકો દ્વારા અજમાવી ચુકાયા છે. આવા જ કેટલાક ટોટકા અને અમે તમને અહી બતાવી રહ્યા છીએ.. 
 
લગ્નમાં વિલંબ થાય તો... 
 
છોકરીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીની એક ઠોસ ગોળી ચાંદીની જ ચેનમાં પરોવીને શુક્લ પક્ષના પ્રથમ સોમવારે સવારે ગંગા જળ અને કાચા દૂધથી પવિત્ર કરીને ધૂપ દીપ કરીને મંદિરમા શિવલિંગ કે શિવ પાર્વતીના ચરણોમાં સ્પર્શ કરાવીને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી ગળામાં ધારણ કરી લો.  પહેર્યા પછી ગરીબોને કંઈક જરૂર ખવડાવો.  છોકરાના લગ્નમાં મોડુ થઈ રહ્યો હોય તો માટીના કુલ્હડમાં મશરૂમ ઉપર સુધી ભરીને ઢાકણ લગાવી કોઈપણ ધાર્મિક સ્થાન  મંદિર કે મસ્જિદમાં દાન કરી આવો. છોકરો શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે સૂર્યાસ્ત પહેલા લગ્ન જલ્દી થવાની ઈશ્વરને પ્રાર્થના કરી રસોડામાં બેસીને ભોજન કરે. માંગા આવવા માડશે. 
 
ઉચ્ચ શિક્ષા અને કેરિયર માટે 
 
ચાંદીના ચોરસ ટુક્ડા હંમેશા તમારી પાસે રાખો. બુધવારે લાલ કપડાની થેલીમાં વરિયાળી ભરીને ઓશિકા નીચે મુકી દો. સાથે જ રવિવારે તાંબાના સિક્કા સફેદ કે લાલ દોરામાં ગળામાં ધારણ કરો. સારા સકારાત્મક પરિણામ માટે સૂર્યાસ્ત પછી રાત્રે દૂધ ન લો. દિવસે દૂધ દહી પનીર લઈ શકો છો. દહી અને પનીર રાત્રે પણ લઈ શકો છો પણ દૂધ નહી. 
 
 
વેપારની સમસ્યાઓ દૂર કરવા માટે 
 
ખિસ્સામાં ચાંદીનો નાનકડો ઠોસ હાથી હંમેશા તમારી પાસે રાખો. યાદ રાખો કે એ ખોખલો ન હોવો જોઈએ. નહી તો લાભ નહી થાય. ઘરની નોકરાણીને ક્યારેક મીઠાઈ, કપડા કે ચોખા આપતા રહો.  તેની સાથે સારો વ્યવ્હાર કરો અને તેના આશીર્વાદ લો. સમસ્યાઓ દૂર થવા માંડશે અને વેપાર ગતિ પડકશે. અમાસને દિવસે મંદિરની બહાર બેસેલા ભીખારીઓને ખીર વહેંચો. આશાવાદી પરિણામ પ્રાપ્ત થશે  
 
બાળકોનુ મન ભણવામાં ન લાગતુ હોય તો - જે બાળકોનું અભ્યાસમાં મન ન લાગતુ હોય, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા હોય તો આ સરળ ઉપાય કરો. પોતાના અભ્યાસ કક્ષમાં માં સરસ્વતીનો ફોટો જરૂર લગાવો અને રોજ વાંચતા બેસતા પહેલા એ ફોટા પર ગુલાબની 3 અગરબત્તી સળગાવીને જરૂર ફેરવો અને સ્ટેંડ પર લગાવી દો અને હાથ જોડીને પ્રાર્થના કરો. 
 
વ્યવસાયમાં નુકશાન થતુ હોય તો - જો કોઈને વેપારમાં નુકશાન થઈ રહ્યુ હોય તો શુક્લ પક્ષના બુધવારે વેપાર સ્થળ પર લાલ રેશમી કપડા પર ગણેશ શંખ સ્થાપિત કરો. શંખમાં ગાયનુ દૂધ અને પાણી ભરીને તેમાથી અડધાનું આચમન કરો અને અડધો તમારા વ્યવસાય સ્થળ પર છાંટો.  શંખને સ્થાપિત કરતા પહેલા તેને શુદ્ધ કરીને તેનુ કંકુથી તિલક કરો.  પછી લાડુનો ભોગ લગાવો. શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરવાથી બંધ ઉદ્યોગ પણ જલ્દી શરૂ થઈ જાય છે અને જે ખોટમાં જઈ રહ્યો હોય તે નફો આપવા માંડે છે.  બંધ પડેલા કારખાનાને ફરીથી ચાલુ કરવા માટે આ ટોટકો સર્વોત્તમ છે. ગણેશ શંખને જે તરફથી જોશો તેમા ગણપતિના દર્શન થવાની અનુભૂતિ થાય છે. આ શંખ જ્યા સ્થાપિત થાય એ સ્થાન પર કોઈ સંકટ નથી આવતુ અને શત્રુ પણ મિત્ર બની જાય છે. 
 
બીમાર વ્યક્તિને સાજો કરવા માટે 
 
જો ઘરમાં કોઈ ખૂબ બીમાર હોય તો મોતી શંખમાં પાણી ભરીને પૂજા ઘરમાં મુક અને દવાઓનુ સેવન મોતી શંખના પાણીથી કરાવો. બીમારના સ્વાસ્થ્યમાં સુધાર આવવા માંડશે અને તે જલ્દી સંપૂર્ણ રીતે સાજો થઈ જશે.  મોતી શંખ દુર્લભ અને અત્યંત સુંદર શંખોમાંથી એક છે.  
 
ભયાનક સપનાથી છુટકારો મેળવવા માટે 
 
જો રાત્રે ભયાનક સપના આવતા હોય કે પછી કોઈપ્રકારનો ભય લાગતો હોય તો ઓશિકા નીચે પીપળની જડ અને તેની ડાળખીનો નાનકડો ટુકડો ઓમ નમો ભગવતે વાસુદેવય જપ કરીને મુકીને સૂઈ જાવ. ખરાબ સપના આવતા બંધ થઈ જશે અને ભય પણ દૂર થશે. ધ્યાન રાખો જડ અને ડાળખી સૂર્યાસ્ત પહેલા લાવવાની છે. માથા નીચે મુકતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરીને ધૂપ દીપ જરૂર બતાવો.  આ ઉપાય શુક્લ પક્ષના સોમવારે કે પૂનમથી શરૂ કરો. શ્રદ્ધા અને નિષ્ઠ હોવી જરૂરી છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સમસ્યા ટોટકા ઉપાય હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

શનિ રાશિ બદલે તે પહેલા કરો આ 15માંથી કોઈ પણ 2-3 ઉપાય ધન હાનિથી બચશો

જાન્યુઆરી 2017ના આખરેમાં શનિ રાશિ બદલી રહ્યા છે . આ રાસિ પરિવર્તન કેટલીક રશિઓને સારું ...

news

26મી એ શનિ બદલશે રાશિ , ખરાબ અસરથી બચવા માટે કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ ...

news

રાશિફળ - 15 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી 2017

astro meshમેષ (અ,લ,ઈ) : તમે કામમાં ઘણા વ્યસ્ત રહેશો અને તમારા કામમાં લાગણીઓ પ્રભાવી ...

news

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મ થનાર ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine