Widgets Magazine
Widgets Magazine

સુખદ ભવિષ્ય માટે કરો લાલ કિતાબના નાના-નાના ચમત્કારી ઉપાય

બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (10:01 IST)

Widgets Magazine
lal kitab

પર આધારિત ઘણા ઉપાયો એવા છે જેને અપનાવીને આપણે આપણું જીવન સુખમય અને સમૃદ્ધિશાળી બનાવી શકીએ છીએ. આ પુસ્તક જીવન સાથે સંબંધિત લગભગ બધી સમસ્યાઓનો ઉકેલ માટે જાણીતુ છે.  તેમા બધા પહેલુઓ સાથે જોડાયેલ સમસ્યાઓનો ઉપાય તેમા આપેલો છે. આ ઉપરાંત આ ઉપાયો ફક્ત તમને જ ઠીક નથી કરતા પણ આનાથી તમારી આસપાસની બીજી વસ્તુઓ પણ ઠીક થઈ જાય છે.  આ સંપૂર્ણ રીતે વાતાવરણ સાથે અનુકૂળ છે.  ખુદ અનુભવ કરવા માટે અપનાવો કેટલાક ટોટકા જેનાથી સંસારની દરેક ખુશી તમને મળી જશે. 
 
આર્થિક સમસ્યા -  જો તમે હંમેશા આર્થિક સમસ્યાથી પરેશાન રહો છો તો એ માટે તમે 21 શુક્રવાર 9 વર્ષથી નાની  વયની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો. 
 
ધન માટે - આ માટે તમે ઘર, દુકાન કે શો-રૂમમાં એક અલંકારિક ફુવારો મુકો અથવા એક માછલી ઘર જેમા 8 સોનેરી અને એક કાળી માછલી મુકો. તેને ઉત્તર કે ઉત્તરપૂર્વ તરફ મુકો.  જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી તેમા નાખી દો. 
 
પરેશાનીથી મુક્તિ માટે - આજકાલ દરેક વ્યક્તિ કોઈને કોઈ કારણથી પરેશાન છે. કારણ કોઈપણ હોય તમે એક તાંબાના પાત્રમાં જળ ભરીને તેમા થોડુ લાલ ચંદન મિક્સ કરી દો. એ પાત્રને માથા પાસે મુકીને રાત્રે સૂઈ જાવ. સવારે એ જળને તુલસીના છોડ પર ચઢાવી દો. ધીરે ધીરે પરેશાની દૂર થશે.  

કુંવારી કન્યાના વિવાહ હેતુ - જો કન્યાના લગ્નમાં કોઈ  અવરોધ આવી રહ્યો હોય તો પૂજાવાળા 5 નારિયળ લો. ભગવાન શિવની મૂર્તિ કે ફોટો આગળ મુકીને ૐ શ્રી વર પ્રદાય શ્રી નામ: મંત્રનો પાંચ માળા જાપ કરો. પછી પાંચેય નારિયળ શિવજીના મંદિરમાં ચઢાવી દો. વિવાહના અવરોધો આપમેળે જ દૂર થતા જશે. 
 
વેપાર વધારવા માટે - શુક્લ પક્ષમાં કોઈપણ દિવસે તમારી ફેક્ટરી કે દુકાનના દરવાજાની બંને બાજુ બહારની તરફ થોડો ઘઉંનો લોટ મુકી દો. ધ્યાન રાખો કે આવુ કરતા તમને કોઈ જોઈ ન લે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

અંગારિકા સંકષ્‍ટ ચતુર્થી : વ્રતકથા-મહત્વ અને જ્યોતિષ

આજે મહા વદ ત્રીજ એટલે કે અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને ...

news

ક્યારે ન કરવા આ ટોટકાના ખોટા પ્રયોગ, પીળી સરસવના ટોટકા કરતા જ અસર જોવાશે

પીળી સરસવ એક બહુ સામાન્ય વસ્તુ છે પણ તંત્રમાં તેને ખાસ સ્થાન આપ્યું છે પ્રાચીન તંત્ર ...

news

સાપ્તાહિક રાશિફળ - 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી

મેષ- સાર્વજનિક જીવનમાં યશ, કીર્તિ પ્રતિષ્ઠામાં વધારો થશે. પારિવારિક અને વ્યાપારિક સંબંધ ...

news

Love marriage ની ઈચ્છા અને Married life ને સુખમય બનાવા માટે ઉપાય Valentine Day Special

સુંદર અને શ્રેષ્ઠ પતિ-પત્નીની પ્રાપ્તિ અને તરત મનભાવતા લગ્ન અમાટે દેવી ભૈરવીની સાધના ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine