ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 20 મે 2017 (16:18 IST)

Samudrik Shastra - વ્યક્તિની બૉડી લૅંગવેજથી જાણો તેની Personality

સામુદ્રિકશાસ્ત્ર

વ્યક્તિની હિલચાલ, બોલવું, બેસવું અને બોલતી વખતે જે કૃતિ એનાથી થાય છે એના ઉપરથી એ વ્યક્તિનો સ્વભાવ અને ચારિત્ર્યનું આપણે અનુમાન કરી શકીએ છે. ટુંકમાં આજની ભાષામાં એને બૉડી લૅંગવેજ કહેવાય છે. વ્યક્તિની પરખ કરવાની આ વિદ્યા કહેવાય છે કે દેવોના ગુરુ આચાર્ય બૃહસ્પતિએ સર્વપ્રથમ દેવોને કહી, ત્યારથી આ વિદ્યા સામુદ્રિકશાસ્ત્રનું એક અવિભક્ત પાસુ છે.

વ્યક્તિની પ્રવૃત્તિ, કૃતિ અને વર્તણૂકનો એના મનથી સીધો સંબંધ છે. વ્યક્તિના પ્રત્યેક કાર્યમાં જ એનું કારણ છૂપાયેલું છે. કાર્ય અથવા કૃતિનો સંબંધ બહારના ઘટક સાથે હોય છે તો કારણનો સંબંધ આંતરિક હોય છે. અંદરની પ્રેરણાથી જ બહારની કૃતિ થતી હોય છે. તેથી જ વ્યક્તિની બહારની કૃતિ પરથી જ અથવા હિલચાલથી એનો સ્વભાવ પરખવો આ બાબત અનુભવથી જ ઓળખાય છે.

ભારતીય સામુકશાસ્ત્રમાં આનું બહુ જ વિસ્તૃત વર્ણન છે.

1  એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે બોલતી વેળા જો પોતાના કપાળને હાથ લગાડતી હોય તો તે વ્યક્તિ ચિંતામાં હોય એમ સમજવું. બોલતી વખતે નાકને સ્પર્શ કરનાર વ્યક્તિ અતિશય શ્રદ્ધાવાન અને આશાવાદી હોય છે. સંભાષણ કરતા કાનને સ્પર્શ કરનાર વ્યક્તિ પશ્ર્ચાતાપ વ્યક્ત કરતી હોય છે. મોઢા પર હાથ અથવા આંગળી મૂકીને બોલનાર વ્યક્તિ આર્થિક સકંટમાં હોય છે. પેટ પર હાથ ફેરવીને બોલનાર વ્યક્તિને પોતાના સંતાનોની કાળજી હોય છે. ગરદનના પાછળ હાથ મૂકી બોલનાર વ્યક્તિ પોતાના કામના વિચારોમાં ગૂંચવાયેલી હોય છે. પગને હાથનો સ્પર્શ કરીને બોલનાર વ્યક્તિ સામી વ્યક્તિ સાથે ઝઘડવાનો વિચાર કરતી હોય છે. બોલતી વખતે ગુપ્તેન્દ્રિય તરફ હાથ લઈ જનાર વ્યક્તિ કામવાસનાથી પીડિત હોય છે.

2  વ્યક્તિ બોલતી વખતે આમતેમ જોઈને બોલતી હોય તો શંકાશીલ સ્વભાવની હોય છે. આમ કરવાથી બોલવાનો વિષય બીજા ન જાણી જાય એની ખબરદારી લેતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યાં બેઠી હોય ત્યાંથી વારેઘડીએ ઉઠબેસ કરતી હોય તો તે અસ્થિર સ્વભાવની અને આત્મવિશ્ર્વાસ ગુમાવેલી હોય છે. (કદાચ એ સમયમાં એનું મન અસ્થિર હોઈ શકે).

3  બોલનાર વ્યક્તિ જો બોલતી વખતે કપાળ પર આટી પાડીને બોલતી હોય અથવા હાથપગની આંગળીઓના ટાચકા ફોડતી હોય અથવા મોઢું અને નાક વાંકાચુકા કરતી હોય તો તેવી વ્યક્તિએ માનસિક સંતુલન ગુમાવેલું હોય છે. ઘૃણા, દ્વેષ અને ઉપેક્ષાની ભાવના હોય છે.

4  બોલનાર વ્યક્તિનો અવાજ જો રૂક્ષ, કંપનવાળો અને થોડો કર્કશ હોય તો તે ભયથી પીડિત, ચિંતાયુક્ત અને ઉદ્વિગ્ન સ્વભાવની હોય છે.

5  હાથની સ્વાભાવિક હિલચાલ કરીને બોલનાર વ્યક્તિ એ સરળ મનની, પ્રેમાળ સ્વભાવની અને ચરિત્રવાન હોય છે. કોઈ વાત છુપાવતી નથી હોતી.

6 પ્રશ્ર્ન પૂછવા માટે આવનાર વ્યક્તિ પ્રશ્ર્ન પૂછતી વખતે પોતાના હાથ શરીરની પાછળ છૂપાવી રાખતી હોય અથવા શરીરને ચીટકીને રાખવાનો પ્રયત્ન કરતી હોય તો તે વ્યક્તિ જીવનની અમુક વાતો છુપાવનાર હોય છે.

7  જે વ્યક્તિ ચાલતી વખતે હાથોની હિલચાલ અતિશય જોરદાર ગતિમાં કરતી હોય તો તે મનથી ચંચળ, ઘાઈમાં નિર્ણય લેનાર, અદૂરદર્શી અને અવિવેકી હોય છે.

8  જે વ્યક્તિના હાથ ચાલતી વખતે સ્વાભાવિક ગતિ કરતા ઓછા પ્રમાણમાં હાલતા હોય તો એવી વ્યક્તિ બીજા પર વિશ્ર્વાસ મુકતા પહેલા બહુ વિચાર કરતી હોય છે. શકી કિસમની પણ જાગૃત હોય છે.

9  જે વ્યક્તિ બોલતા, ચાલતા અને બેઠી હોય ત્યારે પોતાના હાથની મુવમેંટ આખા શરીર ફરતે કરતી હોય તો તે વ્યક્તિ અજ્ઞાની, દુર્ગુણી, મૂર્ખ અને બીજાના વિચારે ચાલવાવાળી તેમ જ અસ્થિર વિચારની હોય છે.

10 કોઈ પણ વાત માટે ચર્ચા કરવા આવનાર વ્યક્તિ જો પાસે પડેલ કોઈ વસ્તુ સાથે અટકચાળા કરતી હોય અને તોડફોડ કરવાની કોશિશ કરતી હોય તો તે વિધ્વંસક પ્રવૃત્તિની હોય છે. વિઘ્નસંતોષી હોય છે. બીજાને આનંદમાં જોવા કરતા દુખી થયેલા જોવાનો એને વધુ આનંદ આવતો હોય છે.

11  વાતોમાં મશગૂલ હોવા છતા પણ સ્વાભાવિકરીતે આસપાસની વસ્તુઓ ગોઠવીને મુકતા સ્વચ્છ પણ કરતી હોય એવી વ્યક્તિને રચનાત્મક તથા વિધાયક કામ કરવા ગમતા હોય છે. આવી વ્યક્તિ સામાજિક કામમાં યશસ્વી થાય છે. શિક્ષણ અને સેવાભાવી કાર્યોમાં એને વિશેષ રસ હોય છે.

12  એકદમ નવી ઓળખાણ હોય અને પહેલી વાર જ મળતા હોય ત્યારે કોઈ વ્યક્તિ જો બહુ પાસે આવીને વાત કરવા આવે તો તે વ્યક્તિ અસભ્ય, નિર્લજ્જ અને મૂરખ તેમ જ પંચાતિયા સ્વભાવની હોય છે.


13  તમારી પાસે આવનાર વ્યક્તિ જો તમારાથી અંતર રાખીને ઊભા ઊભા અથવા બેસીને વાત કરતી હોય તો તે વ્યક્તિ સંકુચિત સ્વભાવની, પોતાને ઓછી પાત્રતાવાળી સમજનાર, બીકણ અને સામી વ્યક્તિ માટે આદર રાખનાર હોય છે.

14 કોઈ પરિચિત અથવા અપરિચિત વ્યક્તિ તમારી બન્ને બાજુએ બેસવાની જગ્યા હોય તો પણ તમારી ડાબી બાજુ ન બેસતા જમણી બાજુએ બેસે એવી વ્યક્તિ સારી પ્રવૃત્તિની, ભાગ્યશાળી અને શુભ લક્ષણવાળી જાણવી.

15  જે સ્ત્રીનું બોલવું સરળ, સમજાય એવી ભાષામાં હોય એ દયાળુ અને પ્રેમાળ સ્વભાવની હોય છે.

16  જે સ્ત્રીના બોલવાનો અવાજ મંદ, મૃદુ અને સ્નિગ્ધતાભર્યો હોય એ ઉદાર અંત:કણની, શ્રદ્ધાવાન અને સમર્પણની ભાવનાવાળી હોય છે.

17  ગંભીર સ્વરમાં બોલવાવાળી સ્ત્રીમાં પુરુષ ગુણોનો પ્રભાવ હોય છે. આવી સ્ત્રી નેતૃત્વ કરી શકે છે અને અધિકારપદ પણ મેળવે છે. આવી સ્ત્રીમાં આત્મવિશ્ર્વાસ સાથે અહંકાર પણ હોય છે.

18  સામાન્ય સ્વર કરતા નીચો સ્વર જે સ્ત્રીનો હોય તે સ્ત્રી બીજાની નિંદા કરનાર, સ્તુતિપ્રિય, અસત્ય બોલનાર અને ઢોંગી હોવાનો સંભવ છે.

19  આચાર્ય સમુદ્રેણના મત પ્રમાણે વીણા અને કોયલ જેવો સ્વર જે સ્ત્રીના બોલવામાંથી પ્રકટ થતો હોય તો તે સ્ત્રી શુભશકુની હોય છે. કઠોર અને ભગ્ન અવાજ જેનો હોય તે તે સ્ત્રી અપશકુની હોય છે.

20  અતિશય જલદી જલદીમાં બોલનાર પુરુષ બુદ્ધિશાળી હોય છે, પણ એમના વર્તણૂકમાં અને સ્વભાવમાં કોઈ નિશ્ર્ચિતતા નથી હોતી. આવા લોકોમાં હિમ્મતનો અભાવ હોય છે. આવા લોકોના પેટમાં કોઈ પણ ગુપ્ત વાત ટકતી નથી.

21  મેઘ, મૃદંગ અથવા સિંહગર્જના આમાંથી કોઈ એક અથવા સંમિશ્ર સ્વર જો કોઈ પુરુષનો હોય તો તે પુરુષ વિદ્વાન, અભ્યાસી, અધ્યયનશીલ, સંયમ રાખનાર, ચિંતનપ્રિય, ઉદાર અને સત્યનિષ્ઠ હોય છે. એમના બોલવામાં ગંભીર ધ્વનિ થતો હોય છે.

22  ભગ્ન, રૂક્ષ, નીચલા સ્વરમાં તેમ જ રાકાઈ રોકાઈને બોલવાવાળા પુરુષ એ અસંતુલિત બુદ્ધિના અને સારાનરસાનું ભાન ન રાખવાવાળા હોય છે.

23  જે પુરુષનો બોલતી વખતે અવાજમાંથી ગધેડા જેવો સ્વર નીકળતો હોય તો તે પુરુષ ભાગ્યહીન, શ્રમ કરનાર અને દરિદ્રી હોય છે. આવી વ્યક્તિની વાતોમાંથી મૂર્ખતા જ પ્રગટ થતી હોય છે. લોકો આનો ઉપયોગ કામ પૂરતો જ કરતા હોય છે. આવા પુરુષને આરામ, ચેન, ભાગ્યોદયનો સ્પર્શ પણ થતો નથી. દરેક વ્યક્તિની શબ્દ ઉચ્ચારવાની એક પોતાની સ્વતંત્ર શૈલી હોય છે. શબ્દ સ્વયંભૂ, સ્વતંત્ર અને મુક્તસંચાર કરનારા હોય છે. માટે જ આપણે ત્યાં શબ્દબ્રહ્મની કલ્પના કરવામાં આવી છે. ધનુષમાંથી નીકળેલું બાણ અને વાણીમાંથી નીકળેલો શબ્દ પાછો આવતો નથી. શરીરવિજ્ઞાનના મત મુજબ એક શબ્દનો ઉચ્ચાર કરવા માટે શરીરની નાની મોટી ૭૮ નાડીઓને મદદ કરવી પડે છે. યોગ શાસ્ત્ર મુજબ વાણીનો પ્રત્યેક શબ્દ શરીરની અંદર સ્થિત કુંડલીનીના આધારથી જ બોલાય છે. મનુષ્યની વાણી અને વાણીમાંથી ઉત્પન્ન થનાર શબ્દની પાછળ એની માનસિક પ્રેરણા જ હોય છે.