બુધવાર, 17 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : ગુરુવાર, 12 મે 2016 (00:12 IST)

લક્ષ્મી પ્રાપ્તિના અચૂક ટોટકા

-  તમે ઘરમાં રોજ પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો તેમા રૂ ના સ્થાન પર લાલ દોરાનો પ્રયોગ કરો.  કારણ કે માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ પ્રિય હોય છે. 
- શનિવારના દિવસે ઘઉંમાં એક મુઠ્ઠી કાળા ચણા મિક્સ કરીને દળાવો 
- સામાન્ય રીતે જોવામાં આવે છે કે પૈસાને ગણવા માટે થૂંકનો પ્રયોગ કરવામાં આવે છે. આ માતા લક્ષ્મીનું અપમાન છે તેથી તેનો પ્રયોગ ન કરો.  
- મોટાભાગે મંદિરમાં તેમના ભક્તો દ્વારા ભેટના રૂપમાં રૂપિયા પૈસા ચઢાવવામાં આવે છે, આવામાં જો ભાગ્યવશ કોઈ સિક્કો કે પૈસો તમારા ખોળામાં આપમેળે જ આવી જાય તો તમે તેને કોઈપણ જાતના સંકોચ વગર ઉઠાવી તેને માતા લક્ષ્મીની કૃપા સમજીને રાખી લો. માતાએ તમને ધનવાન બનાવવાની શરૂઆત કરી દીધી છે. 
- કોઈ બુઘવારે જો તમારી સામે કોઈ હિજડો આવી જાય તો તમે તેને તમારી શક્તિ મુજબ થોડા પૈસા જરૂર આપો ભલે એ તમારી પાસે કશુ પણ ન માંગે. 
- આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે ઘરમાં ક્યારેય પણ બંને સમયે ઝાડુ ન લગાવો 
- જો કોઈ શુક્રવારે કોઈ સુહાગન સ્ત્રી આવે છે તો જરૂર તેનુ વિશેષ સન્માન કરી જળપાન વગેરે કરાવો. 
- દીવાળીની રાત્રે એક મોતી શંખ કે દક્ષિણાવર્તી શંખને દીવાળી પૂજા સાથે જ પૂજન કરો. લક્ષ્મી મંત્રની પાંચ માળાનો જપ કરો. 
- જ્યારે પણ તમે તમારા ખાતામાં પૈસા જમા કરાવવા જાવો તો મનમાં જ લક્ષ્મી માતાનો કોઈપણ મંત્રનો જાપ કરતા રહો. આનાથી તમને ધન જમા કરાવવાની વધુ તક મળશે. 
- બુઘવાર ક્યારેય પણ કોઈને પૈસા ઉઘાર ન આપો નહી તો તે ડૂબી જશે.