શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: બુધવાર, 1 જુલાઈ 2015 (17:21 IST)

જાણો 20/20/20 નો ફોર્મૂલા કેવી રીતે તમારી લાઈફને પરફેક્ટ બનાવશે

રોબિન શર્માના 20/20/20 ફોર્મૂલા દ્વારા પ્રેરણા જરૂર લેવી જોઈએ. ભારત સાથે સંબંધ ધરાવનારા અને દુનિયાભરના લીડરશિપ અને લાઈફ મેનેજમેંટનુ જ્ઞાન આપનારા રોબિન શર્મા કહે છે કે જેને  માપવામાં આવે છે એ સાચે જ સુધરવા લાયક બની જાય છે. ધ મોંક હૂ સોલ્ડ હિઝ ફરારી અને કોણ રડશે તમારી મોત પર સહિત 12થી વધુ બેસ્ટ સેલર પુસ્તકોના લેખક અને જીંદગીની નાની-નાની વાતોથી જીંદગી બદલવાનું જ્ઞાન આપનારા રોબિન આરોગ્ય અને સફળતા માટે 20/20/20 ફોર્મૂલા સુચવે છે. 
પણ તેઓ કહે છે કે આ ફોર્મૂલાને એ જ સફળતા પૂર્વક પ્રયોગ કરી શકશે જે thezamClubનો સભ્ય બનશે. અહી 20ના 
તાત્પર્યને એક સંખ્યા સાથે નહી પણ 20 મિનિટ સાથે છે. અને ત્રણ વાર 20/20/20 મળીને એક કલાક બને છે. રોબિનનુ કહેવુ છે કે જો તમે આ ફોર્મૂલા પર બે મહિના પ્રયાસ કરાશો તો સારા આરોગ્ય સાથે જીવનમાં મોટો સકારાત્મક ફેરફાર લાવી શકો છો.  ખુદમાં આવુ રોકણ સૌથી સારો પ્રયાસ હશે જે તમે ક્યારેય પણ કરશો. આ ફક્ત તમારુ જ નહી તમારા આસપાસના લોકોનુ જીવન પણ સુધારશે. 
 
રોબિન શર્માના The5amClub ક્લબ અને તેમા જોડાવવાના 6 નિયમો વિશે 
 
સવારે 5 વાગ્યે ઉઠવુ - આ ખૂબ જ સામાન્ય અને બધાની સમજમાં આવનારો નિયમ છે કે જો તમે જલ્દી ઉઠશો તો અર્લી બર્ડ બનશો. સાથે જ તમને બીજા સૂતા રહેનારાઓની તુલનામાં કંઈક સારુ કરવા માટે વધુ સમય મળશે. રોજ સવારે 5 વાગ્યે ઉઠવુ તમને આરોગ્યપ્રદ બનાવે છે અને દિનચર્યાને પણ વ્યવસ્થિત રાખે છે. 
 
20 મિનિટ એક્સરસાઈઝ - 20/20/20 ફોર્મૂલાને પહેલા 20 મિનિટના આરોગ્યના નામે એક્સરસાઈઝને આપો. વૈજ્ઞાનિક સરવે બતાવે છે કે જો તમે નિયમિત 20 મિનિટથે એલઈને 45 મિનિટ એક્સરસાઈઝ કરો છો તો તમારુ આરોગ્ય બીજાની તુલનામાં 50 ટકા વધુ સારુ હોય છે અને કોઈ પણ કામમાં સફળતાની શક્યતા વધી જાય છે. 
 
20 મિનિટ લક્ષ્ય ધ્યાન - એક્સરસાઈઝ પછી 20 મિનિટ પોતાના દ્વારા નિર્ધારિત લક્ષ્ય પ્લાનિગ અને સપનાને પુરા કરવાની દિશામાં ધ્યાન લગાવો.  સકારાત્મક બનો અને ભૂલો પરથી શીખતા આગળ વધો.  આ મનની શક્તિઓને સાધનારુ ધ્યાન છે. પણ તેમા સ્વાર્થ બદલાની ભાવના અને દ્વેષપૂર્ણ વિચાર ન લાવો. 
 
20 મિનિટ સીખવુ - છેવટના 20 મિનિટ કશુ પણ નવુ સીખવાને આપો. આ પ્રકારની સીખ કશુ વાચવુ, કુદરતના નિકટ જઈને બાળકો કે પાલતૂ જાનવરો સાથે રમવુ . સંગીત સાંભળવુ કે પોતાની હોબીને પુરા કરવા માટે લઈ શકાય છે.  કોઈની મદદ કરી પણ કશુ નવુ શીખી શકાય છે.  અને જીવનને એક નવા ઢંગથી જોઈ શસ્કાય છે. 
 
66 દિવસમાં અમલમાં લાવવુ - આ 20/20/20  ફોર્મૂલાના ત્રણેય કામને 66 દિવસ સુધી નિયમિત કરો. કોશિશ કરો કે કોઈ દિવસ ન છૂટે. આ વૈજ્ઞાનિક રૂપે પણ સાબિત થયુ. છે કે જો તમે કોઈ આદતને જીવનભર સાથે કાયમ રાખો ચ હો તો તે માટે ઓછામાં ઓછા 45 દિવસનો સમય લાગે છે.  66 દિવસમાં તામરી બોડી ક્લોક પણ સેટ થઈ જશે. 
 
અનુભવ શેર કરવા - સૌથી નાનુ કાર્ય સૌથી મહાન ઈરાદાથી હંમેશા સારુ હોય છે.  જો તમે 66 દિવસ સુધી તમારી દિનચર્યાને 20/20/20 ફોર્મૂલાના હિસાબથી શરૂ કરો છો અને તેના સારા પરિણામ મળ્યા છે તો તેને સૌની સાથે શેર કરો. આજે એ જ લોકો સફળ છે જે ત્યારે જાગી રહ્યા હતા જ્યારે આખી દુનિયા સૂવામાં બીઝી હતી.