ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : મંગળવાર, 15 માર્ચ 2016 (10:59 IST)

આર્થિક સમસ્યાઓને દૂર કરવા અજમાવો આ પાંચ ઉપાયો

વધતી મોંઘવારી અને સામાન્ય જીંદગીની જરૂરિયાતોને કારણે તમારી આર્થિક સ્થિતિ વારેઘડીએ ડામાડોલ થઈ રહી છે તો તમારે પરેશાન થવાને બદલે તેનુ સમાધાન જાતે જ કરો
 
સમાધાન એ છેકે તમે કેટલાક એવા ઉપાય કરો જેનાથી તમારી આવક વધી જાય અને બીજી બાજુ તમારી આવકની સામે ખર્ચમાં ઘટાડો આવે. આ બંને વાતો જો તમારા મનમુજબ થઈ જાય છે તો તમારી આર્થિક પરેશાની અને ચિંતાઓ દૂર થઈ જશે. આ માટે પાંચ ઉપાય એવા છે જેને તમે સહેલાઈથી અજમાવી શકો છો. 
 
પ્રાચીન માન્યતા છે કે ઝાડૂમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જે ગરીબી અને દરિદ્રતાને દૂર કરીને ઘરમાં સુખ સંપત્તિનો વધારો કરવામાં સહાયક હોય છે. આ જ કારણ છે કે ઝાડૂને સંતાડીને રાખવાની વાત કહેવામાં આવે છે અને કહેવાય છે કે ઝાડૂને ક્યારેય પટકવી ન જોઈએ કે ન તો તેને પગ લાગવો જોઈએ. જે લોકો ધન સંબંધી સમસ્યાઓથી પરેશાન રહે છે તેમને કોઈપણ શુક્રવારના દિવસે એક ઝાડૂ લઈને મંદિરમાં દાન કરી દેવી જોઈએ. ઝાડૂનુ દાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને આવકમાં આવનારા અવરોધો દૂર થાય છે. 
 
ધન વૃદ્ધિ માટે એક અન્ય ઉપાય એ કરી શકો છો કે શુક્લ પક્ષના કોઈપણ મંગળવારે કે ગુરૂવારે એક માટીના વાસણમાં 21 રૂપિયાનો સિક્કો નાખીને તેને ઉપરથી માટીથી ભરી દો.  હવે તેની અંદર ધાણા વાવી દો. નિયમિત તેના પર પાણી ચઢાવો. જો ધાણા પુષ્કલ અને લીલાછમ ઉગે તો સમજી લો કે તમારી આર્થિક સ્થિતિ સારી થવાની છે. કોથમીરનો તમે ગમે તેવ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ સિક્કાને કાઢીને લાલ કપડામાં બાંધીને ઘરમાં એ સ્થાન પર મુકી દો જ્યા તમે પૈસા કે કિમંતી સામાન મુકો છો. 
 
કોઈપણ શુક્રવારના દિવસે અશોક ઝાડની જડ લાવીને તેને ગંગાજળથી શુદ્ધ કરી લો. ત્યારબાદ તેને લાલ કપડામાં લપેટીને જમણી બાજુ બાંધી લો. તમે ચાહો તો તેને તિજોરીમાં પૈસા મુકવાના સ્થાન પર મુકી શકો છો. આ ઉપરાંત એક અન્ય ઉપાય એ અજમાવી શકો છો કે ગુરૂવારે કેળાના વૃક્ષની જડને પીળા કપડામાં લપેટીને બાંધી લો.  આ પણ આવકમાં આવનારા અવરોધને દૂર કરે છે. આનુ કારણ એ છે કે કેળાની જળથી ગુરૂ અનુકૂળ રહે છે અને અશોકની જડથી શુક્ર. બંને ગ્રહ ધન અને સુખના કારક છે. પણ એ ધ્યાન રાખો કે ફક્ત એક જ વસ્તુનો પ્રયોગ કરો. બંનેનો પ્રયોગ કરશો તો પરિણામ વિપરિત પણ આવી શકે છે. કારણ કે આ બંને ગ્રહો વચ્ચે શત્રુતા છે. 
 
શનિવારના દિવસે એક સુકુ નારિયળ લઈને તેની વચ્ચે કાણુ પાડો અને તેને  લોટ. ખાંડ તલ અને ગોળથી ભરી દો. આ નારિયળને સાંજના સમયે કોઈ નિર્જન સ્થળે જઈને જમીનમાં દબાવી દો. આ ઉપાયથી ગ્રહ દોષના કારણે ધનના માર્ગમાં આવનારા અવરોધ દૂર થશે અને આકસ્મિક પરેશાનીઓમાંથી બચાવ થશે. 
 
કોશિશ કરો કે દર શનિવારે કીડીઓને લોટ ખવડાવો અને શનિ મહારાજને સરસવના તેલનો દીવો દાન કરો. 
 
 ઘરની સાફ સફાઈ માટે પોતુ તો તમે મારતા જ હશો. તમે એક કામ કરો કે કોઈપણ એક દિવસ પસંદ કરી લો. એ દિવસે પોતું લગાવતી વખતે પાણીમાં થોડુ સમુદ્રી મીઠુ મિક્સ કરી લો. આનાથી તમે સામાન્ય રીતે પોતું લગાવો. આવુ કરવાથી પરિવારમાં લોકોના સ્વભાવ પર અનુકૂળ પ્રભાવ પડશે અને પરસ્પર પ્રેમ વધશે. આનાથી ધન આગમનમાં આવનારા અવરોધ પણ દૂર થશે. તમે ઈચ્છો તો એક વાડકીમાં સમુદ્રી મીઠુ લઈને ઘરમાં ક્યાક મુકી દો. તેને અઠવાડિયામાં એકવાર બદલો. તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ દૂર થશે અને ધન આગમન ઝડપથી થશે.