ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

શુ તમને પણ 'ટચવુડ' કહેવાની ટેવ છે ? તો આટલુ જરૂર વાંચો

ટચવુડ છે શુ અને આ કેટલુ અસરદાર છે 
 
તમે અનેક લોકોને જોયા હશે કે કંઈક કહ્યા બાદ તેઓ તરત જ ટચવુડ બોલે છે. બની શકે કે આ તમારી પણ આદત હોય. પણ શુ તમે જાણો છો ટચવુડ છે શુ અને આ કેટલુ અસરદર હોય છે. 
 
આ રીતે થયો ટચવુડનો જન્મ 
 
ટચવુડનો હિન્દી મતલબ હોય છે લાકડી અડકવી. ટચવુડનો પ્રયોગ ક્યારથી થઈ રહ્યો છે આ વિષયમાં કોઈ પ્રમાણિક તથ્ય હાજર નથી. પણ એવુ માનવામાં આવે છે કે આ શબ્દનો પ્રયોગ ઈસા પૂર્વથી ચાલતો આવી રહ્યો છે. ટચવુડ શબ્દના પ્રયોગ પાછળ એવી ધારણા છે કે વૃક્ષો પર આત્માઓનો નિવાસ હોય છે.  ।
 
આત્માઓની નજર તમારી ખુશીઓ અને દુઆઓને ન લાગે એ માટે ટચવુડ બોલીને લાકડીને અડીએ છીએ. માનવામાં આવે છે કે આનાથી આત્માઓ તમારી ખુશીઓમાં બાધક નથી બનતી. 
 
ટચવુડ કહેતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન  
 
ટચવુડ બોલવાની સાથે જ લાકડીનો સ્પર્શ કરવો શુભ માનવામાં આવે છે. જો ટચવુડ બોલી દીધુ અને લાકડીનો સ્પર્શ ન કર્યો તો તેને અશુભ માનવામાં આવે છે. 
 
ટચવુડ બોલ્યા પછી ચંદન, રૂદ્રાક્ષ, તુલસીનો સ્પર્શ કરે તો આ વધુ શુભ ફળદાયી માનવામાં આવે છે. જેનુ કારણ એ છે કે તેમને પવિત્ર અને પુજનીય માનવામાં આવે છે.  સાથે જ આ નજર દોષ અને ખરાબ દ્રષ્ટિઓથી પણ રક્ષા કરવામાં સક્ષમ છે. 


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.