મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

કન્યા ભ્રૂણ હત્યા વિરુધ્ધ છે મેઘના મલિક

P.R
કલર્સ ટીવી પર રજૂ થનારી ઘારાવાહિક 'ન આના ઈસ દેશ મેરી લાડો' જે કે કન્યા ભ્રૂણ હત્યાના વધતા કેસ પર આધારિત છે. આ સિરિયલ પોતાના દરેક એપિસોડમાં વધુને વધુ પ્રસિધ્ધિ મેળવી રહ્યુ છે. મેઘના મલિક, જે કે આ શો માં ભલે જ ક્રૂર અને નિર્દયી અમ્માજીની ભૂમિકા ભજવી રહી છે, પરંતુ વાસ્તવમાં તેઓ ભારતના ઘણા પછાત વિસ્તારોમાં છોકરીઓની સાથે કરવામાં આવેલ આ ભેદભાવને અમાનવીય કૃત્ય માને છે.

તેઓ કહે છે કે 'વર્તમાન ના આધુનિક સમયમાં પણ આપણા દેશમાં ઘણા ગામ એવા છે, જેમાં કન્યા ભ્રૂણ હત્યાનુ દુષ્કૃત્ય આજે પણ ચાલુ છે. કેટલાક રાજ્ય જેવા હરિયાણા, રાજસ્થાન વગેરેમાં આજે પણ લોકો છોકરીને બદલે છોકરાને જ મહત્વ આપે છે. આનુ જ પરિણામ છે કે આજે દેશમાં છોકરીઓનો ઘટતો લિંગાનુપાત આપણા માટે ચિંતાનો વિષય છે. હુ ખૂબ જ ખુશ છુ કે મને આવા કોઈ શો નો ભાગ બનવાની તક મળી. જ્યા હુ ઘણા લોકોને એક સાથે મારી વાત પહોંચાડીને તેમને યોગ્ય અયોગ્યના વિશે બતાવી શકુ છુ.

એવુ પૂછવા પર કે શુ ક્યારેય એવુ નથી લાગતુ કે તમે એક ક્રૂર અને નિર્દયી સ્ત્રીના ચરિત્રને અભિનીત કરી રહ્યા છો. જેના પર મેઘના બોલી કે 'હું કઠોર અને ક્રૂર સ્ત્રીના ચરિત્રને નિભાવનારી એ સૌભાગ્યશાળી સ્ત્રીઓમાંથી એક છુ જેને આજ સુધી કોઈએ ઉભા થઈને એવુ નથી કહ્યુ કે તમે આટલી ક્રૂર અને નિર્દયી કેમ છો ? કારણ કે બધા જાણે છે કે હું ફક્ત પડદાં પર કઠોર સ્ત્રીના રૂપમાં અભિનય કરી રહી છુ.