શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

કપિલ શર્માએ હંસ બલિયે ફેમ ગિની ચતરથ સાથે સગાઈ કરી

P.R
કોમેડિયન કપિલ શર્માએ ટીવી શો હંસ બલિયેમાં ભાગ લેનારી ગિની ચતરથ સાથે સગાઈ કરી લીધી છે.

જો કે હજુ સુધી આ વાત કોઈ માનવા તૈયાર નથી, કપિલના નિકટના મિત્રોએ જણાવ્યુ કે બંનેની સગાઈ ઘરમાં જ થઈ.

કોમેડી નાઈટ્સ વિથ કપિલના 36 એપિસોડ પૂરા થયા બાદથી જ લગ્ન થવાની વાત કહી છે. કપિલ દિવાળી દરમિયાન જાલંધર જઈ શકે છે.

એચએમવી કોલેજ અને ડેવિએટમાં ભણી ચુકેલી ભવનીત ચતરથને નિકનેમ ગિની કહીને જ બધા બોલાવે છે.

ગિની ચતરથ પણ પંજાબની રહેનારી છે. કપિલ અને ગિની હંસ બલિયેમાં એકસાથે કામ કરી ચુક્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કપિલના શોની ટીવીટી અમિતાભ બચ્ચનના ગેમ શો કેબીસી કરતા વધુ આવી છે. ટીવીટી એ માપદંડ છે જેના દ્વારા કોઈપણ ટીવી કાર્યક્રમની લોકપ્રિયતા માપી શકાય છે.

પહેલા આ માટે ટીઆરપી હતી, કોમેડી નાઈટ્સ વિથ કપિલની ટીવીટી 6804 આવી છે જ્યારે કે બિગ બીના ગેમ શો કોન બનેગા કરોડપતિની ટીવીટી 5176 આવી છે.