શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

સત્યમેવ જયતે : રોષે ભરાયેલ ડોક્ટરોએ આમિર ખાનને માફી માંગવાનું કહ્યુ !!

P.R

21 તબીબી ઈન્સિટ્યૂટ્સની ની છત્રક સંસ્થાએ બુધવારે આમિર ખાનને પોતાના ટીવી શો 'સત્યમેવ જયતે'માં ડોક્ટરો પર ગેરનીતિ આચરવાનો આરોપ મૂકવા બદલ માફી માંગવાનું કહ્યુ છે.

મેડસ્કેપ ઈન્ડિયાએ કહ્યુ હતું કે ડોક્ટરો ખોટા કામો કરતા હોવાની રજૂઆત ઘણી નિરાશાજનક હતી અને આમિર ખાને માફી માંગવી જોઈએ.

મેડસ્કેપ ઈન્ડિયાના કો-ફાઉન્ડર અને સલાહકાર હિમાંશુ મેહતાએ કહ્યુ હતું કે, "આ વાસ્તવમાં ખરેખર નિરાશાજનક છે કે ડોક્ટરોને આવા નિર્લજ્જ અને એકપક્ષી તપાસનો શિકાર બનાવવામાં આવે."

ભારતીય સમાજના સામાજીક મુદ્દાઓને પ્રકાશિત કર્યા પછી આમિર ખાને પોતાના શોના ચોથા એપિસોડમાં સ્વાસ્થ્ય અને મેડિકલ વ્યવસાયમાં ચાલતી ગેરરિતી પર પ્રકાશ ફેંક્યો હતો.

તેણે મેડિકલ સારવારમાં ચાલતી અનૈતિક પ્રવૃતિઓ, ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો ખુલાસો કર્યો હતો.

મેડસ્કેપના પ્રેસિડન્ટ સુનિતા દુબેએ કહ્યુ હતું કે, "આમિર ખાન મારો ફેવરિટ એક્ટર છે અને તેણે ફિલ્મ બનાવવામાં ધ્યાન આપવું જોઈએ."

"આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ પણ ડોક્ટરોના જૂથે હજી સુધી આમિરની વિરુદ્ધમાં કંઈ કહ્યુ નથી. આવા નર્યા જૂઠ્ઠાણા સામે આપણે બધાએ એકઠા થઈને ઊભા રહેવું જોઈએ. અમે તેને માફી માંગવાનું કહેતો એક સખત પત્ર લખવાના છીએ."

મેડસ્કેપે એવો મુદ્દો રજૂ કર્યો હતો કે ડોક્ટરો પર કોઈ પણ વાંક વગર જ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ઘણા લોકોને આ વ્યવસાયમાં રહેલા દબાણ વિશે માહિતી જ નથી.

મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલના પ્રેસિડન્ટ કિશોર તાઓરીએ કહ્યુ હતું કે, "જ્યારે ડોક્ટરો પર હુમલા થયા હતાં ત્યારે આમિર ખાન ક્યા હતો? જ્યારે અમે જરૂરિયાતમંદોને મફતમાં સારવાર આપીએ છીએ ત્યારે તે ક્યા હોય છે?"