શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

સ્પોર્ટ્સ ક્વિઝ શોનો રેકોર્ડ

દુરદર્શનની એક ચેનલ પર પ્રસારિત થનાર બીએસએનએલ સ્પોર્ટ્સ ક્વિઝ શોનો ભારતના ટેલિવિઝન ઈતિહાસમાં સૌથી લાંબા સાપ્તાહિક ક્વિઝ શો તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શોના મેજબાન સુમંત સી. રમને જણાવ્યું કે 2002માં શરૂ થયેલ આ શોના એક એપિસોડમાં આશરે 30 હજારથી પણ વધારે દર્શકોના ફોન અને ત્રણ હજાર ઈ-મેલ પ્રાપ્ત થયાં હતાં. રમને જણાવ્યું કે, ''ઈ-મેલ સિવાય અદર અઠવાડિયે એસએમએસ સ્પર્ધામાં આશરે બે હજાર કરતાં પણ વધારે દર્શકોએ ભાગ લીધો''.

તેમણે દાવો કર્યો કે, આ કાર્યક્રમની અંદર ભારત સિવાય ચીન, ઓમાન, દુબઈ અને સાઉદી અરબના દર્શકોએ પણ ભાગ લીધો હતો.

ફીફા વિશ્વ કપને ધ્યાનમાં રાખીને જુન 2002માં શરૂ થયેલ ક્વિઝ શોએ 18 જુલાઈ સુધી 373 એપીસોડ પુર્ણ કરી લીધા છે. તેમણે આ શોની સફળતાનો શ્રેય એંજીનીયરો અને કાર્યક્રમ તૈયાર કરનારી ટીમને આપ્યો છે.

ડીડી ચેન્નઈના કાર્યક્રમ નિદેશક પી.એસ પરમેશ્વરને કહ્યું કે તેમનું આગામી લક્ષ્ય આ શોના એક હજાર એપીસોડ પુર્ણ કરવાનું છે.