બુધવાર, 17 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

સ્વામી અગ્નિવેશના આગમનથી બિગ બોસના ઘરમાં યોગા શરૂ

સ્વામી અગ્નિવેશના બિગ બોસના ઘરમાં જોડાવવાથી એક ફાયદો એ થયો છે કે લડાઈ બંધ થઈ ગઈ છે. વાતાવરણ સકારાત્મક થયુ છે. જોવાનુ એ છે કે સ્વામી આ વાતાવરણ ને ટકાવી રાખવામાં ક્યા સુધી સફળ થાય છે. 39માં દિવસે આખા હાઉસમેટ્સ સૂર્યના ઉદય થતા જ ઉઠી ગયા. સ્વામી દ્વારા બતાવેલ યોગ અને પ્રાણાયામ તેમણે કર્યા. સવારની તાજી હવાએ તેમની અંદર ખુશી ઉત્પન્ન કરી.
W.D

બ્રેકફાસ્ટ પછી સ્કાય એ સ્વામીને બહારની દુનિયા વિશે પૂછવુ શરૂ કર્યુ. સ્કાય જાણવા માંગે છેકે શો મા જે બતાડવામાં આવી રહ્યુ છે શુ તેનાથી તેમનો પરિવાર પ્રભાવિત થઈ રહ્યો છે. સ્વામી અગ્નિવેશે તેમને આશ્વાસન આપ્યુ કે બહારની દુનિયા આ વાતથી પરિચિત છે કે બિગ બોસના ઘરમાં રહેનારા કેવી પરિસ્થિતિમાં રહી રહ્યા છે. તેનાથી તેમનો વ્યવ્હાર થોડો વિચિત્ર થવો સ્વાભાવિક છે.
W.D

સિદ્ધાર્થને સ્વામી દેખરેખ સોંપવામાં આવી છે જે તેઓ સારી રીતે પૂરી કરી રહ્યા છે. સિદ્ધાર્થએ સ્વામીને પૂછ્યુ કે શુ તેઓ પણ તેમની જેમ ભગવા વસ્ત્રો ધારણ કરી શકે છે. સ્વામીએ તેને પોતાના વસ્ત્રો આપતા કહ્યુ કે આ પહેરવા એક જવાબદારીનુ કામ છે. વ્યવ્હાર અને વિચારમાં ખૂબ પરિવર્તન લાવવાનુ હોય છે. સિદ્ધાર્થ એ ભગવા વસ્ત્રો પહેરવા ઉપરાંત સ્વામીએ કહેલી વાતો પર પણ ધ્યાન આપ્યુ.

બિગ બોસના આદેશ મુજબ રોજ સ્વામીજીની સભાનુ આયોજન થશે. પૂજા બેદી આ ટાસ્ક વિશે બધાને બતાવે છે. સ્વામી લિંગ ભેદને લઈને પોતાના વિચાર મુકે છે. તેમની સભા સમાપ્ત થત જ શ્રદ્ધા પોતાના સીક્રેટ ટાસ્કમાં લાગી જાય છે. તેને કેમેય કરીને અમરને જેલમાં મોકલવાનો છે. જેને લઈને તે કાલ્પનિક વાર્તાઓ ઘડે છે.

સ્વામીની હાજરીનો લાભ પૂજા મિશ્રા ઉઠાવે છે. તેની સાથે ઘરવાળા બરાબરીનો વ્યવ્હાર નથી કરતા જેને લઈને તે સ્વામી અગ્નિવેશ સાથે વિચાર વિમર્શ કરે છે. રાત્રે બધા પ્રસન્નતાપૂર્વક સૂવા જાય છે.