બુધવાર, 17 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Updated :વડોદરા , સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (10:20 IST)

સિંહસ્થ મહાકુંભ - આ 121 ફીટ લાંબી અને 4 હજાર કિગ્રાની અગરબત્તી સતત 45 દિવસ સુવાસ ફેલાવશે

મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં થનાર સિંહસ્થ મહાકુંભ માટે એક ખાસ અગરબત્તી તૈયાર થઈ રહી છે. આશરે 121 ફુટ લાંબી અને 4 હજાર કિગ્રાની આ અગરબત્તી શહેરની ગૌરક્ષક સમિતિ દ્વારા તૈયાર થઈ રહી છે. છેલ્લા  60 દિવસથી એને બનાવવાનું  કામ ચાલી રહ્યુ  છે અને એમાં હજુ  પણ 10 દિવસનો  સમય લાગશે. 
 
સતત 45 દિવસ સુધી ચોવીસ કલાક સળગશે આ અગરબત્તી. 

 
શોભાયાત્રાની સાથે 26 ફેબ્રુઆરીએ આ અગરબત્તી ઉજ્જૈન પહોંચશે. જ્યાં માર્ચમાં કામધેનું મહાયજ્ઞના સમયે અગરબત્તી પ્રજ્જવલ્લિત થશે. એ પછી આ સતત 45 દિવસ સુધી એની સુગંધથી કુંભ મેળાને મહેકાવશે. 
 

 
વિશ્વની સૌથી લાંબી અગરબતી
ગૌરક્ષક સમિતિના મુખિયા વિહાભાઈ ભરવાડના દાવો છે કે આ વિશ્વની સૌથી લાંબી અને ભારે અગરબત્તી છે. આથી એને ગિનીજ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન  આપવાની કોશિશ કરી રહયા  છે. એને બનાવા માટે 2,95,350 રૂપિયાનું રોકાણ થયુ છે.  કોઈ પણ પ્રકારના રસાયણનો આ અગરબત્તીમાં  ઉપયોગ થયો નથી. 

 
કેવી રીતે પહોંચશે ઉજ્જૈન
 
અગરબત્તીને શોભાયાત્રા કાઢી વડોદરાથી રોડ માર્ગ દ્વારા એક ટ્રેલરમાં રાખી ઉજ્જૈન લઈ જવાશે. અગરબત્તી ત્રણ ભાગમાં હશે જેને ઉજ્જૈન જઈ ફરીથી જોડવામાં આવશે.  ઉજ્જેન પહોંચ્યા પછી એને તૈયાર કરવામાં બીજા 5 દિવસના સમય લાગશે. 
 
ગાયનું છાણ  : 2100કિલોગ્રામ
ગોમૂત્ર : 520 લીટર 
દૂધ : 180 લીટર 
દહી: 180 લીટર 
ગૂગલ : 520
નારિયળની જટાઓ (છાલટા)  :500 કિલોગ્રામ
ગાયનું  શુદ્ધ ઘી :45 કિલોગ્રામ
વાંસના બાંબૂ : 200 કિલોગ્રામ