શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2016 (17:24 IST)

સિંહસ્થ દરમિયાન બની રહ્યો છે અનિષ્ટકારી યોગ.. કરોડોનો છે ઉપાય... !!

જ્યોતિષિઓનું માનવુ છે કે સિંહસ્થ 2016 દરમિયાન જે ગ્રહ યોગ બની રહ્યા છે તે અનિષ્ટકારી છે જ્યાર પછી હવે સરકારે સંતોને  તેનો ઉપાય શોધવા માટે કહ્યુ છે. 
 
અનિષ્ટકારી યોગથી બચવા માટે સિંહસ્થ પ્રાધિકરણ અધ્યક્ષ જ્યારે પંડિતો પાસે પહોંચ્યા તો તેમણે આ માટે એક વિશેષ પૂજા કરાવવાની સલાહ આપી જેનુ રોકાણ  લગભગ 2-3 કરોડ આવશે. સિંહસ્થમાં કોઈ પરેશાની ન આવે એ માટે સરકાર આ પૂજા કરાવવા માટે પણ રાજી થતી દેખાય રહી છે. 
 
પંડિતો મુજબ સિંહસ્થ દરમિયાન અનિષ્ટકારી યોગથી બચવા માટે લક્ષ્યચંડી, અતિરુદ્ર યજ્ઞ, ગણપતિ લક્ષ્ય આવર્તન, શનિ-મંગળ ગ્રહ શાંતિ યજ્ઞ કરાવવામાં આવે તો આ યોગના દુષ્પ્રભાવને રોકી શકાય છે. 
 
ગ્રહ યોગ અનિષ્ટકારી કેમ 
 
જ્યોતિષ મુજબ 2016મા6 જે સમયમાં સિંહસ્થ યોજાશે એ એ સમય દરમિયાન રાહુ અને ગુરૂનો યુતીય યોગ છે. જેને ગુરૂ ચાંડાલ યોગ કહેવામાં આવે છે.  આ અનિષ્ટકારક હોય છે. સિંહસ્થની કુંડળીના હિસાબથી મેષ રાશિ પર મુખ્ય સ્નાન થશે. ગ્રહોની ચાલ જોતા સિંહસ્થ દરમિયાન ગ્રહ એકબીજા સાથે અથડાશે. 
 
આવામાં જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિથી ત્યારે પ્રાકૃતિક વિપદા, મહામારી જેવા યોગ બનશે. જ્યોતિષિયોએ જણાવ્યુ કે આ પહેલા આવા યોગ 96 વષ પહેલા સન 1921માં બન્યા હતા. 


(ફોટો સાભાર - મધ્યપ્રદેશ ટુરિઝમ)