શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 4 મે 2016 (12:42 IST)

કુંભમાં સ્નાન કરવુ અંધવિશ્વાસ છે કે વિજ્ઞાન ? આવો જાણીએ

સૌથી મોટો મેળો કુંભ મહાકુંભના સ્નાનનું જેટલુ મહત્વ છે એટલુ કોઈ બીજા સ્નાનનું નથી. આ કુંભ સ્નાનની સૌથી મોટી ખાસિયત અને તેની સૌથી મોટી રોનક, કે જે આ મેળાની ચકાચોંઘ વધારી દે છે તે છે નાગા સાધુઓનુ અહી આવવુ. લગભગ હજારો વર્ષથી આવો જ એક ક્રમ સતત ચાલી રહ્યો છે. 
 
અહી એક એવી વાત પણ છે જે મનમાં ઢગલો સવાલોનુ તોફાન લાવે છે. છેવટે બાર વર્ષમાં એકવાર અહી ન્હાવાનુ શુ મહત્વ છે ?  આનો સંબંધ યોગનો  એક મૂળભૂત પહેલુ છે. જેને ભૂત શુદ્ધિ કહેવામાં આવે છે અને તેનો અર્થ છે તમારા પંચતત્વોની સફાઈ કરવી. જો વિજ્ઞાનની દ્રષ્ટિથી જોવામાં આવે તો ન્હાવાનુ પાણી એક રીતે શરીરની સામાન્ય જરૂરિયાત હોય છે. આ સાથે જ ન્હાવુ પણ શરીર માટે જરૂરી હોય છે. 

વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો લાગે છે કે કુંભમાં ડુબકી લગાવવી કોઈ અન્ય ડુબકી લગાવવી જેવુ સામાન્ય છે.  આપણા શરીરની વાત કરીએ જે પાંચ તત્વોનુ બનેલુ છે. તેને પણ પાણીની ખૂબ જરૂર હોય છે. તેમા 72% પાણી છે, 12% પૃથ્વી છે, 6% વાયુ છે, 4% અગ્નિ છે બાકી આકાશ છે.  કોઈ માણસ માટે અહી સારી રીતે રહેવા માટે પાણીનુ ખૂબ મહત્વ છે. કારણ કે શરીરનો સૌથી મોટો ભાગ પાણી હોય છે. 
 
જ્યા વર્ષમાં કે એક સોર્ય વર્ષમાં જે બાર વર્ષ ત્રણ મહિના હોય છે. જુદા જુદા સમય પર તમામ શક્તિઓ એક ખાસ રીતે કામ કરી રહી છે.  બસ આ સ્થાનોમાંથી કોઈ ખાસ દિવસ કે દિવસો માટે પસંદ કરવામાં આવ્યા. 
 
પ્રાચીન સમયમાં દરેક એ જાણતુ હતુ કે 48 દિવસના મેળા દરમિયાન જો તમે કુંભમાં રોકાયા અને દરેક દિવસ તમે જરૂરી સાધના સાથે એ પાણીમાં જશો તો તમે તમારા શરીરને મનોવૈજ્ઞાનિક રીતે નવી ઉર્જા આપી શકો છો. આ ઉપરાંત તમારે એ 48 દિવસો દરમિયાન જ તમારી અંદર જોરદાર આધ્યાત્મિક પ્રગતિ અનુભવશો.  પણ આજકાલની દોડતી ભાગતી જીંદગી વચ્ચે લોકો થોડા જ સમય માટે અહી આવી શકે છે અને ઉતાવળથી ચાલ્યા પણ જાય છે. 
 
એક રીતે જોવા જઈએ તો આ એક પ્રકારનો કાર્યક્રમ જ છે જેમા આવીને લોકો સ્નાન કરીને પોતાના મનનો ભ્રમ મટાડી દે છે. જેવુ કે કહેવાય છે કે કુંભમાં ન્હાવાથી બધા પાપ ધોવાય જાય છે. ઈશ્વર સાથે મેળાપ થાય છે. કેટલાક લોકો તેને અંધવિશ્વાસ માને છે અને કેટલાક લોકો વિજ્ઞાનની દ્રષ્ટિથી શરીર માટે ઉપયોગી કાર્ય.  હવે સવાલ એ ઉભો થાય છે કે આપણે કુંભને આસ્થા સાથે જોડીને જોઈએ છે કે વિજ્ઞાન સાથે,  આ સવાલ હજુ પણ એવો જ છે.