Widgets Magazine
Widgets Magazine

મોદીજી પહોંચ્યા આશાપુરા મંદિરમાં... જાણો આશાપુરા મંદિરનુ મહત્વ...

Widgets Magazine

maa shapura
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમા પર છે.. હંમેશા સહેલાઈથી જીતનારી બીજેપીને આ વર્ષે મહેનત કરવી પડશે.. તેથી જ તો નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટ્ણી પ્રચારની શરૂઆત કરતા પહેલા ગુજરાતના કચ્છના માતા આશાપુરાના મંદિરમાં આશીર્વાદ લેવા આવી પહોંચ્યા.. એવુ કહેવાય છે કે આ મંદિરમાં જે લોકો માનતા રાખે છે તેમની આશા ચોક્કસ પુરી થાય છે... તો જોઈએ હવે મા આશાપુરા મોદીજીની આશા પુરી કરે છે કે નહી.. આવો જાણો મંદિરનું મહત્વ 

 
કચ્છમાં ભુજથી માત્ર 90 કિમી. ના અંતરે માતા આશાપુરાનું મંદિર આવેલું છે. આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે. 

એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય(વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી.

તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો.

પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દિધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું.

1819માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ 2001માં આવેલા મહાવિનાશકારી ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

Gujarat Election - મોડીરાત્રે કોંગ્રેસના 76 ઉમેદવારોના નામ જાહેર, જાણો કોને મળી ટિકિટ

મોટાભાગના ધારાસભ્યો રિપીટ, :અલ્પેશ ઠાકોર અંગે અસમજંસ. કોંગ્રેસે સાત મહિલાઓને ટિકિટ આપી ...

news

"મન કી બાત" માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે, 'મનકી બાત ચાયકે સાથ'કાર્યક્રમ દ્વારા જાહેર ...

news

"મન કી બાત" માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલ્યા આતંકવાદ સામે લડવું પડશે: મોદી

નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે, 'મનકી બાત ચાયકે સાથ'કાર્યક્રમ દ્વારા જાહેર ...

news

આજે મોદીજી કે મનકી બાત, ચાયકે સાથ' કાર્યક્રમમાં જોડાશે આ નેતાઓ

આજે આખા રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'મનકી બાત ચાયકે સાથ' કાર્યક્રમ યોજાશે ... ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine