ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated :લખનો. , શનિવાર, 3 ડિસેમ્બર 2016 (16:14 IST)

બ્લેકમનીને લઈને મોદીનુ મોટુ નિવેદન- ગરીબના ખાતામાં પૈસા નાખ્યા તો એ હવે તેના નામે થઈ જશે

ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં લોકોને સંબોધન કર્યુ... જાણો મુરાદાબાદમાં તેમણે શુ કહ્યુ....  



]
- દેશ બેઈમાનોને સ્વીકાર નહી કરે.. દેશ બેઈમાનીની સ્વીકાર નહી કરે 
- લોકોને શિખવાડો.. હાથમાં નોટ ન હોવા છતા પણ ખરીદી કરી શકાય છે 
- આ દેશ સશક્ત છે. અહીનો નવયુવાન સશક્ત છે 
- ખેડૂતોને વંદન.. તકલીફ પડવા છતા પણ વાવણીમાં કમી ન થવા દીધી 
- નોટ છાપીને અમે બેઈમાનોની મદદ કરવા નથી માંગતા 
- સમય બદલાય ચુક્યો છે અને મારો દેશ ડિઝિટલ ઈંડિયા બનવા માટે તૈયાર 
- ખરીદો તો મોબાઈલથી પૈસા આપો. મોબાઈલથી વેપાર કરશો 
- ભવિષ્યમાં આ બીમારી ફરીથી ઉભી ન થાય એ માટે પણ બીમારીની બોટલનું ઢાંકણું બંધ કરવાનુ છે. 
- આ દેશમાં 40 કરોડ સ્માર્ટફોન છે ઓછામાં ઓછા 40 કરોડ લોકો તો નોટના ચક્કરમાંથી નીકળી જાય 
- આ દેશના કરોડો લોકોએ અમારા કહેવાથી પોતાના ઘરના લટ્ટૂ બદલી નાખ્યા 
- હિન્દુસ્તાની નવી વસ્તુ શીખવા માટે મોડુ નથી કરતો 
- દુનિયાના ભણેલા ગણેલો દેશ પણ જ્યારે ચૂંટણી થાય છેતો બેલેટ પર નામ વાંચીને ઠપ્પો મારે છે. અહી લોક્કો બટન દબાવીને વોટ આપે છે. 
- એટીએમ પર જઈને નોટ કાઢવી જરૂરી નથી તમે મોબાઈલથી પણ ખર્ચ કરી શકો છો.
- હુ તમારી તપસ્યાને બેકાર નહી જવા દઉ 
- ઈમાનદારીના જેટલા રસ્તા મળશે હુ દેશને ઈમાનદારીના રસ્તા પર લઈ જવા માટે કોઈ કસર નહી છોડુ 
- તમે જે મહેનત કરી છે કલાકો સુધી ખાધા પીધા વગર લાઈનમાં ઉભા રહ્યા છે પૈસા નથી એવુ બોર્ડ જોયા પછી પણ લાઈનમાં ઉભા છે 
- દેશ ઈમાનદારી ઈચ્છે છે.. ભ્રષ્ટાચારથી મુક્તિ ઈચ્છે છે. તે અસહાય થઈ ગયો હતો 
- દેશની જનતાને ઈમાનદારી વિશે ખાતરી થઈ જાય છે તો તે કશુ પણ સહેવા તૈયાર થઈ જાય છે. આ મે અનુભવ્યુ છે. 
- સામાન્ય જનતા બેઈમાનીથી તંગ થઈ ચુકી છે. 
- પહેલા મની મની કરતા હતા હવે મોદી મોદી કરે છે 
- તમે જોયુ હશે સારા સારા લોકોના ચેહરા પરથી ચમક જતી રહી છે 
- તમે આ પૈસાને નહી ખર્ચ કર્યા કે નહી કાઢ્યા તો હુ કોઈ રસ્તો કાઢીશ 
- એ લાઈનોને ખતમ કરવા માટે મે આ અંતિમ લાઈન લગાવી છે 
- ખાંડ માટે લાઈનમાં ઉભા રહેવુ પડતુ હતુ કેરોસિન માટે લાઈનમાં ઉભુ રહેવુ પડતુ હતુ 
- બેઈમાન લોકો લાઈનમાં ઉભા નથી તેઓ ડબ્બામાં ફસયા છે 
- જનધન ખાતામાં જેટલો પણ પૈસો લોકોએ વ્હાઈટ કરવા તમારા ખાતામાં મુક્યો  છે તે ખર્ચ ન  કરો એક પણ પૈસો ખર્ચ ન કરતા.. એ હવે તમારો થશે... એ તમારા પગ પકડશે વધુ બોલે તો કહી દેજો કે હુ મોદીને ચિઠ્ઠી લખુ છુ.. 
- જ્યારે જનધન એકાઉંટ ખોલ્યુ હતુ તો ગરીબોને ખબર નહોતી કે આ કેવી રીતે કામ આવશે 
- બેંકની બહાર લાઈન લગાવવાની તેમની હિમંત નથી તેઓ ગરીબોના ઘરે લાઈન લગાવી રહ્યા છે. 
- ક્યારે કોઈ શ્રીમંતને ગરીબના પગ પકડતા જોયો છે. 
- દેશની પાઈ પાઈ પર ગરીબ જનતાનો હક 
- નોટ છપાઈ રહી હતી મોંઘવારી વધી રહી હતી 
- તેમણે શુ કર્યુ આટલી નોટો છપાતી હતી તમારે ઘરે કોઈ બંડલ આવ્યુ ?
- ગરીબ માંગનારો નથી આપનારો છે 
- મે 20 કરોડ ગરીબોને રૂપે કાર્ડ આપ્યુ 
- ફકીરોએ મને ગરીબો માટે લડવાની તાકત આપી 
- આ લોકો મારુ શુ કરશે.. હુ તો ફકીર માણસ છુ .. ઝોલો પકડીને ચાલી નીકળીશ 
- ગરીબોને હક અપાવવો શુ ગુન્હો છે. 
- શુ આ મારો ગુન્હો છે કે હુ ગરીબ માટે કામ કરી રહ્યો છુ. 
- મધ્યપ્રદેશ સરકારની સાર્વજનિક રૂપે મોદીના વખાણ કર્યા 
- ઘોષના કરનારી સરકાર તમે બહુ જોઈ હશે પણ આ સરકાર કામનો હિસાબ આપનારી સરકાર છે. 
- વિકાસ કરવો છે તો કરી શકે છે. પણ આપણા લોકોનો જ વિકસ કરવાનો છે તો રાજ્યનુ ભલુ ક્યારેય નથી થઈ શકતુ 
- પોતાને માટે અને પોતાનાઓ માટે કરનારી સરકાર તો તમે બહુ જોઈ પણ હશે પણ તમારે માટે કામ કરનારી સરકાર તો ભાજપાની સરકાર જ છે. 
- મધ્યપ્રદેશના લોકોને ખેતીના ઉત્પાદનમાં પહેલાથી બમણુ ઉત્પાદન કરી નામ રોશન કરી દીધુ 
- એક સમયે મધ્યપ્રદેશ બીમારુ રાજ્ય માનવામાં આવતુ હતુ.  દસ વર્ષની અંદર જ આ રાજ્ય હિન્દુસ્તાનનો વિકાસ કરનારુ રાજ્ય બની ગયુ છે. 
- જનતા જ મારી નેતા જનતા જ મારુ સર્વસ્વ 
તેમણે કહ્યુ કે ઘણા દિવસો પછી આવ્યો તેથી સંકોચ થઈ રહ્યો છે. પણ અહી ખૂબ પ્રેમ કર્યો છે.  સાથે જ તેમને કહ્યુ કે મોટા રાજ્યોમાંથી ગરીબીને હટાવશે ત્યારે દેશ સંપન્ન થશે. 
 
પ્રધાનમંત્રી રેલીને જોતા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ બળને ગોઠવવામાં આવ્યુ છે. 
 
મોદી આ પહેલા ગાજીપુર, આગરા અને કુશીનગરમાં પરિવર્તન રેલીને સંબોધિત કરી ચુક્યા છે. અધિકરીઓએ જણાવ્યુ કે રેલીને જોતા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.  એનઆઈસે સાથે જ યૂપી એટીએસ પણ બે દિવસથી મુરાદાબાદમાં કૈપ કરી રહી છે.