Widgets Magazine
Widgets Magazine

વોટિંગ પછી આ શુ બોલ્યા અમર સિંહ કે SP માં મચી ખલબલી

નવી દિલ્હી., શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (12:04 IST)

Widgets Magazine
amar singh

સાહિબાબાદ વિધાનસભા સીટ માટે થઈ રહેલ ચૂંટણીમાં વોટ નાખવા પહોંચ્યા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ અમર સિંહે કહ્યુ કે સપામાં તેમની ઈધર કુવા, ઉધર ખાઈવાળી થઈ ગઈ છે.  વોટ નાખ્યા પછી મીડિયા સાથે અમરે સપા અને મુલાયમ સાથે પોતાના સંબંધો પર સારી રીતે વાત કરી. મુલાયમથી દૂર રહેવા પર અમરે જવાબ આપ્યો કે હુ મુલાયમને ન મળતો તો તમે કહેતા કે દૂર થઈ ગયા છે. મળુ છુ તો કહે છે હુ નેતાજીને ભડકાવી દીધા. તેથી હુ કહુ છુ કે જો મુલાયમ સિંહજીને મને મળવુ હોય તો તેઓ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ (અખિલેશ યાદવ)ની મંજુરી લઈને મળે.  ખુદ અખિલેશ પણ પોતાના દૂતને મુલાકાતના સમયે હાજર રાખે જેથી મીટિંગ પછી કોઈ વિવાદ ન બને. 
 
અખિલેશ પર નિશાન સાધતા અમર સિંહે કહ્યુ કે મને ખલનાયકની જેમ રજુ કરવામાં આવ્યો. મા-બહેનની ગાળો આપવામાં આવી. વડીલોનુ અપમાન કરવુ એ ભારતની પરંપરા નથી. અખિલેશ યાદ કરે કે રામનુ સન્માન એ માટે થાય છે કારણ કે તેણે પોતાના પિતાના કહેવા પર સત્તા છોડી વનવાસ જવુ મંજુર કર્યુ. શ્રવણ કુમારે માતા-પિતાની સેવા કરી, ભીષ્મએ પિતાના વચન માટે લગ્ન ન કર્યા. અખિલેશે અમર સિંહને વનવાસ મોકલી દીધા છે ? સવાલ પર અમરે કહ્યુ કે આવી વાતો ન કરો. 
 
વનવાસ તેમને મોકલવામાં આવે છે જેનો ધંધો જ રાજનીતિ હોય. મારુ પોતાનુ કામ છે. બિઝનેસ છે હુ એ કરીશ. આ મારો વનવાસ નથી. ઉલ્લેખનીય છે કે પાર્ટીમાંથી કાઢ્યા પછી સપા અધ્યક્ષ અખિલેશ યાદવથી નારાજ છે.  થોડા દિવસ પહેલા સમાજવાદી પાર્ટીમાંથી બહાર થયેલા અમર સિંહે દાવો કર્યો હતો કે રામગોપાલ યાદવ તેમને મારવાની ધમકીઓ આપી રહ્યા છે.  તેમણે કહ્યુ કે તેઓ રામગોપાલના નિશાના પર છે. તેઓ ખુલ્લેઆમ તેમને મારવાની ધમકીઓ આપી રહ્યા છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકોટ - બોયફ્રેન્ડ સાથે મળી પોળમાં જ રહેતી યુવતીએ કરી 6 લાખની લૂંટ

શહેરમાં થોડા દિવસ પહેલા મુળ કેશોદની છાત્રાએ દોઢસો ફુટ રીંગ રોડ પર જોલી પેલેસમાં મોચી ...

news

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી - પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, અનેક દિગ્ગજો મેદાનમાં

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની આજથી તબક્કાવાર શરૂઆત થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં પાંચ ...

news

બહુચરાજી મંદિરમાં ફૂલોનું નિર્માલ્ય અને વધેલા ખોરાકમાંથી ખાતર બને છે

બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના ભોજનાલયમાં કચરામાંથી ખાતર બનાવવા માટેનો પ્રોજેકટ હાથ ધરવામાં ...

news

ફાયરબ્રિગેડની ઐતિહાસિક ઈમારત ભૂતકાળ બનશે,દાંડિયાબજારમાં રસ્તો પહોળો કરવા ઈમારત જમીનદોસ્ત કરાશે

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોમાં જેની ગણના થાય છે તે દાંડીયાબજાર વિસ્તારની ફાયરબ્રિગેડની ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine