શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Modified: મંગળવાર, 13 જાન્યુઆરી 2015 (14:33 IST)

ઉત્સવ પ્રિય ગુજરાતીઓની વાત જ જવા દો!, કોઇ પણ તહેવાર માણવામાં નંબર વન!

ગુજરાત માત્ર સમૃધ્‍ધ નથી શોખીન પણ છે, ઉત્‍સવ પ્રિય ઘણા પણ છે. ગુજરાત કોઇપણ ઉત્‍સવ ઉજવે એમાં એ પૈસા તો મન મુકીને ખર્ચે પણ ઉત્‍સવ મનાવવામાં વિવેક બુધ્‍ધિ-શાલીનતા જરૂર જાળવે. આ ગુજરાતની પ્રજાની આગવી મૌલિકતા છે. પછી એ દિપાવલીનો ઉત્‍સવ હોય કે હોળી હોય, નવરાત્રી હોય કે મકરસક્રાંતિ.

   ગુજરાતમાં સામાન્‍ય રીતે ચાર તહેવારો મુજબ  મોજ મસ્‍તી સાથે અને આનંદભેર ઉજવાય છે તે છે દિવાળી, નવરાત્રી, હોળી અને મકરસક્રાંતિ. દરેક તહેવારની ઉજવણીની અમુક સ્‍પેશ્‍યાલીટી હોય છે અને માણવાની આગવી રીત હોય છે અને આગામી તા.૧૪ અને ૧પ જાન્‍યુઆરી એટલે ઉત્‍સવ પ્રિય ગુજરાતનું ગગનગામી આનંદ પર્વ... અબાલ-વૃધ્‍ધ સૌ જ્ઞાતિ-જાતિના સ્‍થળભેદથી પર આનંદના સહાય સીટનો ઐકેય ભાવ માણવા આકાશને આંબવાની ‘હરણ હોડ'માં ઉતરી આ એ દિવસ...

   ૧૪ જાન્‍યુઆરીના દિવસે વહેલી સવારથી સાંજ સુધી મોટાભાગનું ગુજરાત અગાસીમાં જ હોય...! પેચ ચાલતા હોય, ખાણી-પીણીની લહેજત હોય એ કાપ્‍યો છે... એ...એ...એ...ગયો... જેવા ઉદ્દગારો પતંગોની સાથે હવામાં લહેરાતા હોય જેની સાથે-સાથે ચારે તરફથી ગુંજતા-ગાજતા મોઇકોના નાના-મોટા ગામના પજવતા અવાજોથી આકાર ભરાઇ જતા હોય. જાણે ચારે તરફ આનંદ મસ્‍તીનો એક સમંદર લહેરાતો હોય એવો માહોલ સર્જાઇ જાય છે.

   ર૬ જાન્‍યુઆરી એટલે પ્રજાસત્તાક દિન, ૧પ ઓગષ્‍ટ એટલે સ્‍વાતંત્ર દિન આ બંને રાષ્‍ટ્રીય પર્વ તથા નાતાતા આપણી તારીખ પ્રમાણે ઉજવણીએ છીએ બાકી દિવાળી, નવુ વર્ષ, ભાઇબીજ, મહાશિવરાત્રી, રક્ષાબંધન, ઇદ, દશેરા વગેરે તહેવારો આપણી તીથી પ્રમાણે ઉજવીએ છીએ. આખા વર્ષના બધા તહેવારો ગુજરાતીઓનો મનગમતો તહેવાર ઉતરાયણ છે. ઉત્તરાયણ તીથી પ્રમાણે તહી બલ્‍કે તારીખ પ્રમાણે ૧૪ જાન્‍યુઆરીના દિવસે ઉજવીએ છીએ ને આ મકરસક્રાંતિ ૧૪ જાન્‍યુ.એ કેમ મનાવવામાં આવે છે તેની પાછળ પણ એક ખગોળીય કારણ છે. આ દિવસે સુર્ય મકર રાશીમાં દાખલ થાય જેને સુર્યનું મકરસંક્રણ કહેવાય છે.

   મકરસક્રાંતિ પર્વ હિન્‍દુ-મુસ્‍લિમ એકતાનું પણ અનોખુ પ્રતિક છે. પતંગનું ઉત્‍પાદન મુસ્‍લિમ લોકો કરે છે. તેનો ધંધો હિન્‍દુ લોકો કરે છે. ખરેખર આ પતંગ પર્વ કોમી એખલાસનું પ્રતિક છે.

   એમાય આ વર્ષે ગુજરાતમાં પવન અને પતંગના પર્વની ઉત્‍સુકતા વધી છે કારણ શ્રીમતી આનંદીબેન પટેલ સરકારે વાઇબ્રન્‍ટ ગુજરાત અભિયાન હેઠળ પતંગોત્‍સવને આંતરરાષ્‍ટ્રીય પર્વ બનાવ્‍યુ છે. જો કે તેમાં તેને પુર્વ મુખ્‍યપ્રધાન અને હાલના દેશની સૌથી મોટી પંચાયતના વડા શ્રી નરેન્‍દ્રભાઇ મોદી જેવી સફળતા મળે છે કે કેમ તે તો સમય બતાવશે કારણ લોક ચર્ચા મુજબ ગુજરાત રાજયમાં નરેન્‍દ્રભાઇ મોદી વિરૂધ્‍ધ અનેકોએ પતંગો ચગાવ્‍યા હતા પરંતુ બધાના પતંગો રીતસરના કપાયા હતા ને જમીનદોસ્‍ત થયા હતા. જયારે હવે હાલની સરકાર વિરૂધ્‍ધ પણ પતંગો ચગવતા છે તેવુ ચર્ચાઇ રહ્યુ છે જોઇએ છે કેટલાના કપાઇ છે ને કેટલાના હવામાં ઉડે છે...