શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

ગુજરાતને આકર્ષક પર્યટન સ્થળ બનાવનાર આંતરાષ્ટ્રીય પતંગ ઉત્સવની તૈયારીઓ શરૂ

P.R

આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. સાતમી જાન્યુઆરીથી દેશના 10 સ્થળોએ ઉત્સવની શરૂઆત થશે. અમદાવાદમાં આ ઉત્સવ 13મી જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રંટ ખાતેથી શરૂ થશે. ઉત્સવમાં 40 દેશોના આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા 100થી વધુ પતંગરસિયાઓ ભાગ લેશે.
P.R

આ વર્ષે મહોત્સવ મુંબઈ, વડોદરા, દિલ્હી અને અમદાવાદ જેવા વિવિધ શહેરોમાં યોજાવવાનો છે. આ શહેરોમાંથી ઘણા બધા શહેરો જેવા કે મોઢેરા, ધોરડો(સફેદ રણ) સાપુતારા અને સોમનાથ વગેરેમાં આ મહોત્સવ પ્રથમવાર યોજાય રહ્યો છે. અમદાવાદમાં આ મહોત્સવ 13મી જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રંટ ખાતે શરૂ થશે અને તે પ્રસંગે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ ડો. કમલા બેનિવાલ અને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે.

P.R

યૂનાઈટેડ કિંગડમ, ફ્રાંસ, ઈટાલી, સિગાપુર, સ્વિઝરલેંડ, સ્પેન, નેધરલેંડ્સ, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, ઈંડોનેશિયા, વિયેતનામ, ફિલિપાઈંસ, થાઈલેંડ, કુરેક્કો, યુકેઈન, ઈઝરાયેલ, ચીન, બેલ્જિયમ, ન્યુઝીલેંડ, કંબોડિયા, લિયોનિયા અને મલેશિયા જેવા દેશોમાંથી 100થી વધુ જેટલા આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત પતંગ રસિયાઓ આ મહોત્સવની રજત જયંતિમાં ભાગ લેવા માટે ઉમટી પડશે.
P.R

આ ઉપરાંત દેશના 10થી વધુ રાજ્યોના પતંગ રસિયાઓ પણ આમા ભાગ લેવાના છે. ગુજરાતના ટુરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી સૌરભભાઈ સતત 25 વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરના આ પ્રકારના વાર્ષિક પતંગ મહોત્સવનું આયોજન કરી એક નવી પહેલ કરવા બદલ ગુજરાત રાજ્યને અભિનંદન પાઠવ્યા હતા. ચાલુ વર્ષે પતંગ મહોત્સવનું આયોજન મુંબઈ, દિલ્હી, અમદાવાદ, વડોદરા, સુરત, સાપુતારા, ધોરડો(સફેદરણ, મોઢેરા, સોમનાથ અને માંડવી ખાતે કરવામાં આવ્યુ છે. આ મહોત્સવની શરૂઆત 7મી જાન્યુઆરીએ મુંબઈ અને દિલ્હીથી થશે અને વડોદરા તેમજ સાપુતારા ખાતે 8મી જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે. ત્યારબાદ સુરત તથા મોઢેરા ખાતે 9મી જાન્યુઆરીના રોજ પતંગ મહોત્સવની ઉજવણી બાદ માંડવી, ધોરડો તથા સોમનાથ ખાતે આ મહોત્સવ 11મી જાન્યુઆરીએ યોજવામાં આવશે.
P.R

P.R

12 તથા 13મી જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે અને 14મી જાન્યુઆરીએ અમદાવાદના જુના શહેરી વિસ્તારમાં ઉજવણી સાથે આ મહોત્સવનું સમાપન થશે. ચાલુ વર્ષે પતંગ મહોત્સવની 25મી રજત જયંતિ ઉજવાશે. આ મહોત્સવની શરૂઆત અમદાવાદ શહેરના 1989માં કરવામાં આવી હતી.
P.R

રાજ્યના પ્રથમ પતંગ મહોત્સવમાં અગ્રણી પર્વતારોહક અને માઉંટ એવરેસ્ટ શિખરને સૌ પ્રથમ વાર સર કરનાર સર એડમંડ હિલેરી હાજર રહ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સમયના વહેણ સાથે ખૂબ જ લોકપ્રિય બનેલો આ મહોત્સવ ગતિશીલ ગુજરાતનું એક અનોખું અંગ બની ગયુ છે. પ્રત્યેક વર્ષ સાથે તેની લોકપ્રિયતા અને કદ વધતુ જાય છે અને આજની વાત કરીએ તો આ મહોત્સવને પગલે ગુજરાતે દેશના ટોચના અને સૌથી આકર્ષક પર્યટન સ્થળ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.