મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 13 જાન્યુઆરી 2014 (16:06 IST)

પતંગ વહેલા કપાવવાની ફરિયાદ રહે તેવી પુરેપુરી શક્યતા

P.R


આ વર્ષની ઉતરાયણ વખતે પતંગના રસીકોની પતંગની દોરી કાચી રહેવા તથા પતંગ વહેલા કપાવવાની ફરિયાદ રહે તેવી પુરેપુરી શક્યતા છે. પતંગની દોરી માંજવામાં કાચ પર મુકાયેલા પ્રતિબંધના કારણે મોટાભાગના વેપારીઓએ કાચના બદલે મેંદાનો ઉપયોગ કરવાનું શરૃ કર્યું છે. જોકે, દોરીમાં કાચ હોય કે ન હોય પરંતુ પતંગ ચગાવવાની મજા ચોક્કસ માણશે. પતંગ કાપવાના બદલે પતંગ કપાવવાનો આનંદ વ્યક્ત કરશે તેવું પતંગ રસીકો કહી રહ્યાં છે.

પતંગ ચગાવવાના શોખીન માટે પતંગ ચગાવવાની દોરી માંજવામાં કાચ ઉમેરવાનો પ્રતિબંધ દુઃખદ પણ જીવ દયા પ્રેમીઓ માટે આ સમાચાર સુખદ છે. આ વખતે દોરી પર કાચનો પ્રતિબંધ જાહેર થાય તે પહેલાં જ હજારોની સંખ્યામાં કાચના ઉપયોગવાળી ફિરકી બની ગઈ હતી. તેમ છતાં જે લોકો દોરી માંજવા માટેની લાઈન લગાવતા હતા તેમાંથી મોટાભાગના ગ્રાહકોની દોરીમાં મેંદાનો જ ઉપયોગ થયો છે.

આ અંગે દોરીનો વ્યવસાય કરતાં રાજુભાઈ કહે છે, કાચ પર પ્રતિબંધ છે તેના કારણે અમે દોરીમાં મેંદાનો ઉપયોગ કરીએ છીએ. જોકે, આનાથી દોરી કાચી જરૃર થાય પરંતુ તે સમસ્યા દુર કરવા માટે દોરીમાં ડબલ માત્રામાં માઈસરસ ઉમેરી દીધો છે. જેના કારણે દોરી કાચમા બને તેવી મજબુત બની શકે છે.

દોરી માંજવાનો ધંધો કરતાં રાકેશભાઈ કહે છે, પ્રતિબંધના કારણે કાચને બદલે મેંદો ઉપયોગ કરીએ છીએ, તે વાત સાચી પણ આ વાત ગ્રાહકોને કહેવી યોગ્ય નથી. અમે દોરીને કાચ વિના મજબુત બનાવવા માટે ફેવિકોલનો ઉપયોગ કરીએ છીએ.
દોરીની ખરીદી કરનારા વિનોદભાઈ કહે છે, અમને ખબર છે કાચ પર પ્રતિબંધ છે એટલે કાચ તો ન હોય પરંતુ તેના બદલે ક્યો પદાર્થ ઉપયોગમાં આવે છે તે ખબર નથી. પરંતુ અમે એન્જોયમેન્ટ માટે પતંગ ઉડાવીએ છીએ. કાચ ન હોય અને દોરી કાચી હોય તો પતંગ કાપવાનો નહીં પરંતુ અમારો પતંગ કપાશે તેનો આનંદ વ્યક્ત કરીશું. જ્યારે ઉતરાણ ઉજવે છે ત્યારે પતંગ કપાઈ કે કાપે બન્ને કિસ્સામાં આનંદ વ્યક્ત કરે છે. તે પરંપરા હજી પણ ચાલુ રહેશે.