આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ વિશ્વ ૨૯ દેશનાં ૧૫૦ અને ૧૦ રાજ્યનાં ૨૨૮ પતંગબાજ ભાગ લેશે

kite festival
Last Modified મંગળવાર, 6 જાન્યુઆરી 2015 (17:59 IST)

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૭ જાન્યુઆરી-ર૦૧૫થી ૨૭મા આંતરરાષ્ટ્રીય ૫તંગ મહોત્સવનું આયોજન થઇ રહયું છે. રાજય સરકાર અને પ્રવાસન વિભાગ દર વર્ષે આંતરરાષ્ટ્રીય ૫તંગ મહોત્સવનું આયોજન કરે છે અને દેશ વિદેશના લોકો તથા પતંગબાજ આ ઉત્સવમાં સહભાગી બને છે. ગુજરાતનો દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. ત્યારે આ વખતે વિશ્ર્વના ૨૯ દેશનાં ૧૫૦ અને ૧૦ રાજ્યનાં ૨૨૮ પતંગબાજ ભાગ લેનાર છે. આ પતંગબાજ રિવરફ્રન્ટ ખાતે પોતાની વિવિધ શૈલીને લોકો સમક્ષ રજૂ કરશે અને પતંગ ઉત્સવની ઉજવણીમાં સહભાગી બનશે.

પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકારના મહોત્સવના કારણે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૨-૧૩માં પ્રવાસીઓની સંખ્યા ૨૫૪.૯ લાખની સરખામણીએ વર્ષ ૨૦૧૩-૧૪માં ૨૮૭.૮૮ લાખ થવા પામી છે. એટલું જ નહીં પ્રવાસન સાથે જોડાયેલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વધુ રોજગારી મળી રહી છે તેમણે વધુમાં કહ્યું હતું કે તા. ૭ થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં રાજયના ૫તંગબાજો સાથે દેશ-વિદેશના ૫તંગબાજો ૫ણ પોતાનું કૌશલ્ય લોકો સમક્ષ રજૂ કરશે. અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે ૧૦ જાન્યુઆરીના રોજ સવારના ૯-૦૦ કલાકે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને વિધિવત રીતે ખુલ્લો મૂકશે અને ૫તંગબાજોના ઉત્સાહને વધારશે.

આ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં ભાગ લેનાર દેશોમાં મલેશિયા, નાઈજિરિયા, અર્જેન્ટીના, પોલેન્ડ, યુક્રેઈન, યુ.એસ.એ., યુકે, અફઘાન, બંગલાદેશ, બોત્સવાન, ભુટાન, કોંગો, જર્મની, ફ્રાન્સ, ઈથોપિયા, ફીજી, ઘાના, ગુઆના, કેન્યા, નેપાળ, મોંગોલિયા, મ્યાનમાર, રવાન્ડા, યુગાન્ડા, શ્રીલંકા, સીરીયા, તજાકીસ્તાન, અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. તથા રાજ્યની વાત કરીએ તો, કેરળ, કર્ણાટક, પશ્ર્ચિમબંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્યપ્રદેશ ગુજરાત, રાજસ્થાન, ચંદીગઢ, અને ઉત્તરપ્રદેશનાં પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. જે રિવરફ્રન્ટ ખાતે હાજર રહી પોતાની નવિનતમ બનાવટની વિવિધ પતંગ ઉડાવશે.આ પણ વાંચો :