શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Updated : સોમવાર, 9 જાન્યુઆરી 2017 (12:13 IST)

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવવનો રંગારંગ પ્રારંભ (જુઓ ફોટા)

૩૨ દેશોના ૧૧૩ પતંગબાજો સહિત ભારતના 
૧૦ રાજ્યોના ૫૦ પતંગબાજો દ્વારા પતંગ ઉડ્ડયન
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી અને વિધાનસભા અધ્યતક્ષ શ્રી રમણભાઇ વોરાની પ્રેરક ઉપસ્થિયતિમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવવનો રંગારંગ પ્રારંભ અમદાવાદમાં કરાવ્યો હતો.
રાજ્યપાલશ્રી ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલીએ સૂર્યનારાયણની ઉત્ત્ર તરફની ઉર્ધ્વોગતિ જેમ સમાજજીવન પણ ઉર્ધ્વગતિ સૌહાર્દ-સંવાદિતાનું પર્વ મકર સંક્રાંતિ છે તેમ જણાવ્યું છે. રાજ્યપાલશ્રીએ વિવિધતામાં એકતા ધરાવતા આપણા સમાવમાં સૌ સાથે મળીને વિકાસ માટે ખભે ખભો મિલાવી કાર્યરત થાય તેની આવશ્યવકતા વર્ણવતા ઉમેર્યું કે પતંગ-દોરી, પવન-સૂર્યની જેમ સંવાદિતા સાધીને જ આપણે જીવનની ઉંચાઇઓ પાર કરી શકીશું. રાજ્યપલશ્રીએ ઉતરાયણ પર્વ અને ૨૦૧૭ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ આ અવસરૈ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પતંગની ઉંચી ઉડાન જેમ સાડા ૬ કરોડ ગુજરાતીઓ પોતાની શકિત-સામર્થ્ય-સૂઝબૂઝથી રાજ્યની વિકાસની પણ વૈશ્વિક ઉડાન ભરી રહ્યું છે. તેમણે રાજ્ય સરકારના સૌના સાથ સૌના વિકાસના ધ્યેય મંત્ર સાથે જીવ માત્ર પ્રત્યેક સંવેદનાની અનૂભૂતિ કરાવતા કરૂણા અભિયાન અંગે આ ઉતરાયણ પર્વ સૌ સમાજ વર્ગો અનોખી રીતે મનાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. 
મુખ્યામંત્રીશ્રીએ ઉમેર્યું કે, તત્કાજલિન મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ૨૦૦૩થી પતંગોત્સવ ઉજવવાની પરંપરા શરૂ કરીને પ્રકૃતિ સાથે તાદાત્ય્નો ગ્લોમબલ વોર્મિંગ સામે પર્યાવરણ જાળવણી સાથે વિકાસનો નવો માર્ગ દેશ-દુનિયાને દર્શાવ્યો  છે. તેમણે વાયબ્રન્ટ્ સમિટનો ઉલ્લે્ખ કરતાં જણાવ્યું કે, ગુજરાત આ સમિટની ઉત્તણરોતર સફળતાને પગલે ઇન્વે્સ્ટીમેન્ટટ ડેસ્ટીલનેશન, દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે તેના આધાર ઉપર વિકાસની ક્ષિતિજો આપણે પતંગની ઉંચી ઉડાણ જેમ આંબવા પ્રતિબદ્ધ છીએ. 
શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તરાયણનું પર્વ નિર્મળ રંગોથી સૌનું જીવન ખુશાલીના રંગોથી ભરનારું બને તેવી શુભેચ્છાણ પાઠવી હતી. પ્રવાસન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું  કે, ભારતીય સંસ્કૃનતિ-પરંપરા ઉત્સતવની ઉજવણીની પરંપરા છે. રાજ્ય સરકારે પ્રવાસનને ઉદ્યોગનો દરજ્જો આપ્યોસ છે, જેના પરિણામે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા માં ૧૮ ટકાની વૃદ્ધિ થઇ છે. 
તેમણે જણાવ્યું કે, પતંગોત્સગવને ઉજવવાની શરૂઆત શાહીબાગ ખાતેથી નાના પાયે શરૂઆત થઇ હતી અને આજે લોકચાહનાને પરિણામે મોટા પાયા પર આપણે પતંગોત્સવવ ઉજવી રહ્યા છીએ. પતંગ ઉદ્યોગને લીધે ૧ લાખ લોકોને રોજગારીના અવસર પ્રાપ્તઉ થાય છે. આ અવસરે ઋષિકુમારોએ સૂર્યવંદના તથા મ્યુ નિસિપલ કોર્પોરેશનના બે હજાર બાળકોએ યોગ નિદર્શન રજુ કર્યું હતું. અમદાવાદ પોળથી પતંગ સુધીની થીમ પર આધારિત સાંસ્કૃગતિક પ્રસ્તુોતિ પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવી હતી. 

પતંગોત્સવના આ અવસરે મંત્રીશ્રીઓ સર્વશ્રી પ્રદિપસિંહ જાડેજા, નિર્મલાબેન વાધવાણી, વલ્લરભભાઇ કાકડિયા, કેશાજી ચૌહાણ, સંસદીય સચિવ શ્રી બાબુભાઇ પટેલ, ધારાસભ્યોન સર્વશ્રી ભુષણભાઇ ભટ્ટ, સુરેશભાઇ પટેલ, રાકેશભાઇ શાહ પ્રવાસન નિગમના ચેરમેન શ્રી કમલેશભાઇ પટેલ, મેયરશ્રી ગૌતમભાઇ શાહ, સચિવશ્રીઓ સર્વશ્રી એસ.જે.હૈદર, વી.પી.પટેલ, પ્રવાસન કમિશનર શ્રી એન. શ્રીવાસ્તભવ, મ્યુસનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમાર, કલેકટરશ્રી અવંતિકાસીંઘ તથા પદાધિકારી-અધિકારીઓ ઉત્સભવપ્રેમી નગરજનો મોટી સંખ્યા માં ઉપસ્થિ,ત રહ્યા હતા..