શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Modified: શનિવાર, 10 જાન્યુઆરી 2015 (17:04 IST)

આતુરતાનો અંત, આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનો પ્રારંભ

જેની ઉત્‍સુકતાપૂર્વક પતંગબાજો પણ રાહ જોઈ રહ્યા છે તે આંતરરાષ્‍ટ્રીય પતંગ  મહોત્‍સવની આજે સવારે શરૂઆત થઇ હતી.  આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનું ગુજરાતના મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ સવારે ઉદ્‌ધાટન કર્યું હતુ. વિશ્વના ૨૯ દેશોના ૧૫૦ પતંગબાદ આમાં સામેલ થયા છે. આ ઉપરાંત દેશના ૧૦ રાજ્‍યોના ૨૨૮ પંતગબાજ પણ સામેલ થયા છે. નરેન્‍દ્ર મોદીની ગેરહાજરીમાં પ્રથમ વખત આની શરળઆત થઇ છે. આજે સવારે લોકોની પાંખી હાજરી રહી હતી.  આ વર્ષે પતંગ મહોત્‍સવને લઇને વિશેષ ઉત્‍સાહ છે.


   રિવરફ્રન્‍ટ ખાતે થીમ પવેલિયન અને સાંસ્કૃતિક  કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે. આ પતંગમહોત્‍સવની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્‍ટ ખાતે અનેક આકર્ષણો રાખવામાં આવ્‍યા છે

   જેમાં આદિત્‍ય સ્‍તુતિ, સૂર્યનમસ્‍કાર, થિમ પવેલિયનનો સમાવેશ થાય છે. સાબરમતી નદીના કિનારે આંતરરાષ્‍ટ્રીય પતંગોત્‍સવ પર્વે ૨૦૦૦ બાળકોનો સૂર્યનમસ્‍કારનો અભિનવ કાર્યક્રમ રહ્યો હતો. સવારે ેબે હજાર બાળકો દ્વારા સુર્ય નમસ્‍કાર કાર્યક્રમે આકર્ષણ જમાવ્‍યું હતુ.

   આ પ્રસંગે  દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની થીમ પણ આપણી સંસ્‍કળતિની ઝલક સાંસ્‍કળતિક કાર્યક્રમ દ્વારા રજુ કરાઇ હતી.

   છેલ્લા કેટલાક દિવસથી રિવરફ્રન્‍ટ ખાતે પતંગ ઉત્‍સવની તૈયારી ચાલી રહી હતી.