શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને ભારે ઉત્સાહ

P.R

. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની પરંપરાગત શરૂઆત થઈ હતી. દેશ વિદેશના પતંગબાજો માટે તેમની કુશળતા રજૂ કરવાનો આ એક અવસર છે. ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આ વર્ષે ભારતના આઠ રાજ્યો અને 24 દેશોન આશરે 200 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. અમદાવાદના બાળકો દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કાર અને સૂર્ય વંદનાથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો વિધિવત પ્રારંભ થયો હતો.

P.R

24 દેશોના પતંગબાજોને પતંગ ઉડાડતા જોવાની મજા માણવા મોટી સંખ્યામાં અમદાવાદીઓ રીવરફ્રન્ટ પહોચ્યા હતા. પતંગબાજો પૈકી કોઈ લંડન થી તો કોઈ પેરીસ તો કોઈ જાપાનથી પોતાના પતંગો સાથે આવ્યા હતા પતંગોત્સવનું ખાસ આકર્ષણ બેલ્જીયમનાં પતંગબાજો બન્યા છે. બેર્ટ મેઈનટનસ નામના પતંગબાજે પોતાના વિશાળ પતંગ પર એક કેમેરો મુક્યો છે , આ કેમેરો પતંગ ઉચે જાય ત્યાંરબાદ ફોટા પાડવાનું શરૂ કરી દે છે. આજે બેર્ટે આ મિકેનિઝમ બતાવીને જણાવ્યુ હતુ કે તેઓ આ પ્રયોગ સૌ પ્રથમવાર નથી આવતી કાલે પતંગઉત્સવ દરમ્યાન તેઓ ખાસ ફોટા ખેંચશે.

P.R

અમારા કર્ણાટક રાજ્યમાં પતંગ ચગાવવાનુ લોકો ભુલી ગયા છે. બાળકો ફક્ત ઈન્ડોર ગેમ્સ અને કોમ્પ્યુટરમાંજ રચ્યા પચ્યા રહે છે . ઉત્તરાયણને લોકો ભુલવા માંડ્યા છે” આ શબ્દો છે મૈસુર થી આવેલ લેડીઝ કાઈટ કલબનાં પ્રસિડેન્ટ પુર્ણીમાનાં .મૈસુરમાં રહીને 87 મહીલાઓની બનેલ આ લેડીઝ કલબ બાળકોને પતંગ ચગાવવાનું પ્રોત્સાહન આપે છે.પતંગોને બનાવીને ફ્રી ઓફ ચાર્જ વહેચવાંમાં આવે છે. આ મહીલાઓ કર્ણાટકની ટ્રેડીશનલ કાઈટ્સ બનાવે છે અને ગુજરાતનો આ પતંગ મહોત્સવ જોઈને ખુબ ખુશ જણાતાં હતા.

P.R

દર વર્ષની જેમ આ વર્ષે પણ 24 દેશો ના પતંગબાજો અમદાવાદ આવી પહોચ્યા છે જેમાં જાપાનથી આવેલા પતંગબાજો પ્રથમવાર આવ્યા છે. જ્યારે છેલ્લાં 2વર્ષથી આવતા ઈન્ડોનેશિયાનાં બાલી પ્રદેશના પતંગબાજ પોતાની સાથે ભગવાન જગ્ગનાથનાં પ્રિન્ટવાળી વિશાળ પતંગ સાથે આવ્યા છે.