શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

ઉત્તરાયણ...પક્ષીઓ માટે તોબા તોબા...

ઉત્તરાયણના દિવસે જાણે કે આકાશમાં પતંગો છવાઇ જાય છે. પતંગ રસિકો પોતાની પતંગ કપાઇ ના જાય એની વેતરણમાં પડ્યા છે. પરંતું આ સમયે ગગનમાં વિહાર કરતા પક્ષીઓ માટે ડગલેને પગલે મોત ભમતું હોય છે. જાયે તો જાયે કહા એ ઉલજનમાં અટવાતા પક્ષીઓ બિચારા દોરીનો શિકાર બને છે. કેટલાય પક્ષીઓની પાંખો વિંધાય છે તો કેટલાક કમભાગી પક્ષીઓને જાનની બલિ પણ આપવી પડે છે. મસ્તીના પવિત્ર પર્વે આપણે એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આપણી મસ્તીમાં પક્ષીઓનો ભાગ ના લઇએ.

આ થીમને લઇને સરકાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ આ દિવસે વિષેશ કામગીરી બજાવે છે. પતંગ પર્વ દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદ ખાતે એક રેસ્‍ક્‍યુ હોસ્‍પિટલ સહિત 10 ઇન્‍ફોર્મેશન સેન્‍ટર અને ચાર હેલ્‍પલાઇન કાર્યરત રહેશે અને ચાર મોબાઇલ વાહનો વનચેતના કેન્‍દ્ર અને હોસ્‍પિટલ વચ્‍ચે સતત દોડશે. પતંગ પર્વ દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર માટેની હેલ્‍પલાઇનના મોબાઇલ નંબરો (1) 93ર7633168, (ર) 9377943843, (3) 93ર7609743 અને (4) 93ર763ર98પ છે.

કોઇપણ પક્ષીને ઈજા થાય તો તેને નજીકના કેન્‍દ્ર પર પહોંચાડવા કેન્‍દ્રો ઊભા કરાયેલ છે. ઊભા કરાયેલ ઇન્‍ફોર્મેશન સેન્‍ટરમાં કાલુપુર, વાસણા, કૃષ્‍ણનગર, શાહીબાગ, નારણપુરા, વેજલપુર, દાદસાહેબના પગલાં, આશ્રમરોડ, રસાલા ગાર્ડનનો સમાવેશ થાય છે. જેતે વિસ્‍તારના જીવદયા પ્રેમીઓ અને નાગરિકોને ઈજાગ્રસ્‍ત પક્ષી જોવા મળે તો તેને નજીકના સેન્‍ટર ખાતે પહોંચાડવા.


વન અને પર્યાવરણ અગ્રસચિવ એસ. કે. નંદાએ ઉતરાયણ પર્વમાં પતંગ ચગાવતા પતંગ રસિયાઓને સવારના સમયે ઊડાન કરીને આકાશમાં ઊડતા પક્ષીઓ ચરિયાણ સમયે જતા હોય તેવા સમયે પતંગ ન ચગાવવા અનુરોધ કરી કહ્યું છે કે, સ્‍વયં શિસ્‍ત જળવાય તો પક્ષીઓને થતું મોટાભાગનું નુકસાન નિવારી શકાશે. તેમણે પતંગ ચગાવનારાઓને હલકા પ્રકારની પ્‍લાસ્‍ટિક ચાઇનીઝ દોરીથી ધણું મોટું નુકસાન થતું હોઇ, માંજો પાયેલ દોરીનો ઉપયોગ ટાળવા વિનંતી કરી છે.

વસ્ત્રાપુર ખાતે ઊભી કરાયેલી હોસ્‍પિટલમાં 10 જેટલા ડોકટરો કાર્યરત રહેશે જેમાં આણંદ વેટર્નરી કોલેજ, પુના, મુંબઇ અને દિલ્‍હીથી આવશે. ગુજરાતના પક્ષી જગતમાંથી લુપ્ત થતી પ્રજાતિ ગીધની ર008ની વસ્‍તી ગણતરી મુજબ 1400 થી 1પ00ની સંખ્‍યા છે. આ ગીધનું એકપણ મોત પતંગ પર્વમાં ન થાય તેની ખાસ કાળજી લેવા સક્કરબાગ, જૂનાગઢ ખાતે વેલ્‍ચરકેર સેન્‍ટર કાર્યરત છે. આ ઉપરાંત જીવદયા પ્રેમી સંસ્‍થાઓ પણ પક્ષી-પ્રાણી પ્રત્‍યે સંવેદના જગાવીને અનુકંપા દ્વારા લોકોમાં પક્ષી-પ્રાણી પ્રત્‍યે પ્રેમ થાય તેનું સતત કાર્ય કરી રહી છે. આવી સંસ્‍થાઓ પણ પતંગ પર્વ દરમિયાન કાર્ય કરશે.