શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

વાયબ્રંટ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો શુભારંભ

P.R
રાજ્યપાલ ડો. શ્રીમતી કમલાજીના અધ્યસ્થાને આજે વાઈબ્રંટ ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો રંગારંગ પ્રારંભ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયો હતો. રાજ્યપાલ ડો. શ્રીમતી કમલાજીએ જણાવ્યુ હતુ કે, આજે આપણો દેશ વિકાસની નવી ઊંચાઈઓને આંબીને એક વિકસિત રાષ્ટ્ર બન્યો છે તેનો સ્વીકાર થઈ ચૂક્યો છે. દેશની આઝાદી પછી તેને એક સૂત્રમાં બાંધી વિકાસના પથ પર અગ્રેસર કરવામાં આવ્યો.

દેશની વિકાસ્યાત્રા અવિરત ચાલુ રહે તે માટે આપણા સૌનુ પરમ દાયિત્વ બને છે. આકાશમાં જેમ પતંગ નવી ઊંચાઈઓને આંબવા આતુર હોય છે તેમ વિકાસની ઊંચાઈઓને સાકાર કરવા યુવા પેઢી પણ પોતાનુ સક્રિય યોગદાન આપશે, એવી મને શ્રદ્ધા છે. રાજ્યપાલે આજે સાબરમતી રિવરફ્રંટ અમદાવાદમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સ્વમાં ઉપસ્થિત રહેલા દેશ-વિદેશના મહેમાનો અને પતંગ પ્રેમીઓનુ સ્વાગત કર્યુ હતુ. તેમને જણાવ્યુ હતુ કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં પતંગ ઉત્સવ અદમ્ય ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવે છે. મનમોહક અને કલાત્મક પતંગોને આકાશમાં ઉડતા નિહાળવુ એ એક અનેરો લહાવો છે. દેશ-વિદેશથી પધારેલા મહેમાનો માટે આ એક અદ્દભૂત અનુભવ રહેશે.

તેમણે જણાવ્યુ કે આ પતંગ ઉત્સવમાં ફ્રાંસ, ઈગ્લેંડ, ઈઝરાયેલ, ઈટાલે, મોઝેમ્બિક, નેધરલેંડ સહિત 37 દેશોના પતંગપ્રેમીઓ અને ગુજરાત સહિત 10 રાજ્યોના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ વખતે કચ્છ જિલ્લાના પ્રસિદ્ધ ઘોરડાના શ્વેત રણમાં અને માંડવીના સમુદ્ર તટ પર આ પતંગ મહોત્સવ યોજાશે જે રાજ્યની પર્યટન પ્રવિત્તિને વેગવાન બનાવશે.

P.R
રાજ્યપાલે મકરસંક્રાંતિના પાવન પર્વની સૌને શુભકામનાઓ આપી હતી. ઉત્તરાયણના સૂર્યઉપાસના પર્વ પ્રસંગે, સાબરમતી રિવરફ્રંટ ઉપર ખુશનુમા વાતાવરણમાં પતંગોત્સવની સાંસ્કૃતિક ગરિમારૂપે સૂર્યવેદનાની સ્તુતિ વેદપ્રશિક્ષિત વિદ્યાર્થીઓએ પસ્તુત કરી હતી.

વિશ્વમા આકાશમા6 ગુજરાતના વિકાસ પતંગની ગૌરવશાળી ઊંચી ઉડાનની પ્રતિતી કરાવતા આ આતંરરાષ્ટીય પતંગોત્સવમાં 37 દેશોના 95 પતંગવીરો અને 10 રાજ્યોના 150 જેટલા પતંગબાજો વિવિધ પતંગ સ્પર્ધમાં ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી પતંગોત્સવના પ્રારંભે આકાશમાં રંગબેરંગી પતંગ ઉડ્ડયન કરીને હજારો ઉત્સવ પ્રેમી નાગરિકોના ઉમંગમાં સહભાગી બન્યા હતા.