મની પ્લાંટ દ્વારા સમૃદ્ધ બનો

Widgets Magazine


 
આમ તો ઘરમાં મૂકવા માટે તમને પૉમ લીવ્સ, બોનસાઈ જેવા ઘણા મળી જશે, પરંતુ ઓછા ખર્ચે સારી ગ્રોથને કારણે જે રંગ તમારા ઈંટીરિયરમાં ભરે છે, તે કોઈ અન્ય ઈંડોર પ્લાંટ દ્વારા શક્ય નથી. આ પ્લાંટને લઈને લોકોના મનમા વિવિધ ધારણાઓ છે, જેવી કે - આ છોડને ઘરમાં લગાડવાથી પૈસા આવે છે, તો કેટલાકનુ માનવુ છે કે આ છોડ લગાડવાથી ઘરના માણસોનુ પ્રમોશન થાય છે. 

ભલે આ વાતો તર્કની કસોટી પર ખરી ન ઉતરતી હોય, પરંતુ આ વાત તો નક્કી છે કે મની પ્લાંટના ચમકતા લીલા પાનથી ઘરની સુંદરતા વધી જાય છે અને આને જોતા આંખોને ઠંડક મળે છે.

મની પ્લાંટની સૌથી મોટી ખાસિયત છે કે ઘર હોય કે આંગણ આ પ્લાંટ ક્યાય પણ સરળતાથી લાગી જાય છે. સાથે જ આ ફક્ત પાણીમાં પણ લગાવી શકાય છે. આની સાચવણી માટે વધુ મહેનત પણ નથી કરવી પડતી. આને ઘરની અંદર અને બહાર બંને બાજુ મુકી શકાય છે. જે ખૂણામાં મની પ્લાંટ હોય તે તરફ નજર જતી જ રહે છે. તમે આને વધુ આકર્ષક બનાવવા આ ચમકતા પાનને કાપીને સારો શેપ પણ આપી શકો છો.

થોડી વાતોનુ ધ્યાન રાખો : -

 
- જો તમે પ્લાંટને કોઈ પાણીના ડબ્બામાં કે બોટલમાં અથવા વાંસમાં લગાવ્યુ છે તો તેનુ પાણી દરેક અઠવાડિયે બદલો. ધ્યાન રાખો કે પાણી ઉપર સુધી ન ભરો, થોડો ભાગ ખાલી રહેવા દો.

- આમ તો બજારમાં તમને ઘણા પ્રકારના મની પ્લાંટ મળી જશે. પરંતુ લીલા પાન અન સફેદ લાઈનવાળા પાન હાલ વધુ ચાલી રહ્યા છે, જેને તમે હેંગિગ બાસ્કેટ કે પોટમાં લગાવીને રંગબિરંગી સ્ટોનથી સજાવીને તમારા લિંવિંગ રૂમમાં રાખી શકો છો.

- તમારા પ્લાંટને જુદુ લુક આપો. જેમ કે આને લગાવવા માટે સ્કોયર કે સ્ટ્રેટ લાઈનવાળા કંટેનર અથવા વાંસનો ઉપયોગ કરો. કુંડાને સેરેમિક અને પેંટથી સજાવો, જેનાથી તમને પ્લાંટ વધુ આકર્ષક લાગશે.

- સારી ગ્રોથ અને પોષણ માટે માટીમાં ખાતર નાખો અને પ્લાંટને થોડીવાર તડકામાં રાખો.

- આને સહારો આપવા માટે મોસસ્ટિકનો પ્રયોગ કરવાથી તેની ગ્રોથ સારી થવા ઉપરાંત તેની સુંદરતા પણ વધી જશે. કારણ કે આની જડોને મૉસથે પણ પોષણ મળતુ રહેશે.

- મની પ્લાંટના પાન પર ગંદકી એકત્ર ન થવા દો. તેના પાન પર જામેલી ધૂળને કપડાંથી સાફ કરો અથવા સ્પ્રે કરો.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મની પ્લાંટ પોમ લીવ્સ ઈંડોર પ્લાંટ વાસ્તુ ટિપ્સ વાસ્તુ કલા સકારાત્મક ઉર્જા અને શાંતિ વાસ્તુ વાસ્તુ સલાહ વાસ્તુ મુજબ ઘર વાસ્તુ માટે જરૂરી ઘરમાં બરકત માટે વાસ્તુ વાસ્તુના નિયમો વાસ્તુ અને તમારુ ઘર ઘરમાં શાંતિ માટે વાસ્તુ બેડરૂમ અને વાસ્તુ વાસ્તુ મુજબ રસોડુ વાસ્તુ મુજબ બાથરૂમ વાસ્તુ મુજબ ડ્રોઈંગ રૂમ Jyotish Astrology Money Plant Vastu Tips Gujarati Vastu Gujarati Jyotish Vastu And Business Vastu And Home Vastu And Bedroom Vastu And Kitchen Vastu And Your Shop

વાસ્તુ

news

ઘરમાં મંદિર બનાવી રહ્યા છો ? તો યાદ રાખો આ 8 વાતો

આખો દિવસ ભાગદોડ કર્યા પછી માનસિક શાંતિની જરૂર અનુભવાય છે. ઘરમાં જો એક નાનકડું મંદિર હોય ...

news

vastu tips - વૉશરૂમમાં ન કરો આવા કામ નહી તો ઘરનું ધન ધીમે-ધીમે ખતમ થઈ જશે

આજકાલ ટોયલેટ , વૉશરૂમ બહુ વધારે શણગારવાના ફેશન ચાલી રહ્યા છે.

news

વાસ્તુ નિયમોના પાલનથી સાધારણ બિઝનેસ પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે.. અજમાવો..

વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનુ પાલન કરતા જો તમે તમારી ફેક્ટરી વ્યવસયિક સંસ્થાનનુ નિર્માણ ...

news

Mirror પણ લાવે છે બેડ લક , જાણૉ કેટલાક ટિપ્સ જે વધારશે તમારો ગુડ લક

* તિજોરી કે ગોલક નીચે અને ઉપરની તરફ mirror લગાડવાથી ઈનકમ વધે છે.

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine