ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

વાસ્તુશાસ્ત્રમાં ગણપતિ-1

P.R
આપણે જ્યારે પણ કોઈ સારા કાર્યની શરૂઆત કરીએ છીએ તો કહેવાય છે કે કાર્યના શ્રી ગણેશ કર્યા. આ વાતથી જ આપણને સ્પષ્ટ થઈ જાય છે કે આપણા દરેક કાર્યોમાં ગણેશજીનું કેટલુ મહત્વ છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગણપતિ વિરાજમાન છે. પૂજા-પાઠ, વિધિ-વિધાન, દરેક માંગલિક વૈદિક કાર્યોની શરૂઆતમાં પણ સૌ પ્રથમ ગણપતિનું સુમરન કરવામાં આવે છે.

હિંદુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશનું અદ્વિતિય મહત્વ છે. આ બુદ્ધિના દેવતા વિધ્નનાશક છે. 'ગણેશ' શબ્દનો અર્થ છે ગણોના સ્વામી. આપણા શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો તેમજ ચાર અંત:કરણ છે તેમજ તેની પાછળ જે શક્તિઓ છે તેને જ ચૌદ દેવતા કહેવાય છે.

દેવતાઓના મૂળ પ્રેરક ભગવાન ગણેશ છે. ગણપતિ બધા જ દેવતાઓમાં અગ્રણી છે. ભગવાન શ્રી ગણેશના અલગ અલગ નામ અને અલગ અલગ સ્વરૂપ છે, પરંતુ વાસ્તુને અનુસાર ગણપતિના મહત્વને રેખાંકિત કરવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્રમાં ગણપતિની મૂર્તિ એક, બે, ત્રણ, ચાર અને પાંચ માથાવાળી મળી આવે છે. આ રીતે ગણપતિના ત્રણ દાંત મળી આવે છે. સામાન્ય રીતે બે જ આંખો મળી આવે છે, પરંતુ તંત્ર માર્ગ સંબંધી મૂર્તિઓમાં ત્રીજુ નેત્ર પણ જોવા મળ્યું છે. ભગવાન ગણેશની મૂર્તિઓ બે, ચાર, આઠ અને સોળ હાથવાળી પણ જોવા મળી છે. ચૌદ પ્રકારની મહાવિદ્યાઓને આધારે ચૌદ પ્રકારની ગણપતિ પ્રતિમાઓના નિર્માણથી વાસ્તુ જગતમાં હાહાકાર મચી ગયો છે.

અહીંયા તે જ ચૌદ ગણપતિની પ્રતિમાઓના વાસ્તુ શાસ્ત્રના આલોકમાં એક નજર નાંખીને તેના મહત્વને દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.

સંતાન ગણપતિ : ભગવાન ગણપતિના 1008 નામોમાંની સંતાન ગણપતિની મૂર્તિને તે ઘરમાં સ્થાપિત કરવી જોઈએ જે ઘરમાં સંતાન પ્રાપ્તિ ન થઈ રહી હોય. તેવા લોકોએ સંતાન ગણપતિની વિશિષ્ટ મંત્ર પૂરિત પ્રતિમા(યથા સંતાન ગણપતયે નમ:, ગર્ભદોષ ઘને નમ:, પુત્ર પૌત્રાયામ નમ: વગેરે મંત્ર યુક્ત) પ્રતિમા દ્વાર પર લગાવવી, જેનું પ્રતિફળ સકારાત્મક હોય છે.

પતિ-પત્ની પ્રતિમાની આગળ સંતાન ગણપતિ સ્ત્રોત પાઠ નિયમિત રૂપે કરે તો ઝડપથી તેમના ઘરમાં સંતાન પ્રાપ્તિ થશે. સાથે સાથે પરિવાર અન્ય મુશ્કેલીઓથી છુટકારો મેળવશે. માત્ર આટલુ જ કરવાથી અન્ય ધાર્મિક અનુષ્ઠાન પર કરવામાં આવતાં ખર્ચથી મુક્તિ પણ મેળવી શકશો.

વાસ્તુશાસ્ત્રમાં ગણપતિ-2
વાસ્તુશાસ્ત્રમાં ગણપતિ-3