શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

વાસ્તુશાસ્ત્રમાં ગણપતિ-3

W.D
આનંદદાયક ગણપતિ : પરિવારમાં આનંદ, ખુશી, ઉત્સાહ તેમજ સુખ માટે આનંદાય નમ:, સુમંગલમ સુમંગ લાલ નમ: જેવા મંત્રોથી યુક્ત આનંદદાયક ગણપતિની પ્રતિમાને શુભ મુહુર્તમાં ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.

વિજય સિદ્ધિ ગણપતિ : કેસની અંદર જીત મેળવવા માટે, શત્રુઓનો નાશ કરવા, પડોશીને શાંત કરવાના ઉદ્દેશ્યથી લોકો પોતાના ઘરમાં વિજય સ્થિરાય નમ: જેવા મંત્રોવાળા બાબા ગણપતિની પ્રતિમાના આ સ્વરૂપને સ્થાપિત કરે છે.

ઋણ મોચન ગણપતિ : કોઈ જૂનુ દેવુ જેને ચુકવી શકાય તેવી સ્થિતિ ન હોય, ઘર-પરિવારમાં દરિદ્રતા, દેવાનો તાંડવ હોય, આવી વ્યક્તિઓએ ઋણ મોચન ગણપતિ, ઋણત્રય વિમોચનાય નમ: જેવા મંત્ર વડે ઉત્કીર્ણ કરાવીને ઘરમાં લગાવવા જોઈએ તેમજ તેમની દરરોજ વિધિપૂર્વ પૂજા કરવી જોઈએ.

રોગનાશક ગણપતિ : કોઈ જુનો રોગ હોય, જે દવા વડે પણ સારો ન થતો હોય તેવા ઘરોમાં લોકોએ રોગ નાશક ગણપતિની આરાધના માત્ર આ શ્લોક વડે કરવી જોઈએ- મૃત્યુંજયાય નમ:.

નેતૃત્વ શક્તિ વિકાસ ગણપતિ : રાજનિતિક પરિવારમાં ઉચ્ચ પદ પ્રાપ્તિ માટે લોકો ગણપતિના આ સ્વરૂપની આરાધના કરે છે. તેમની આરાધના માત્ર આ મંત્રો વડે જ કરવામાં આવે છે- ગણધ્યાક્ષાય નમ:, ગણનાયકાય નમ:, પ્રથમ પૂજીયાત નમ:.

સોપારી ગણપતિ : આધ્યાત્મિક જ્ઞાનાર્જન હેતું સોપારી ગણપતિની આરાધના કરવી જોઈએ.

શત્રુહંતા ગણપતિ : શત્રુઓનો નાશ કરવા માટે શત્રુહંતા ગણપતિની આરાધના કરવી જોઈએ. મૂર્તિકાર પ્રતિમા બનાવતી વખતે મૂર્તિને ક્રોધ મુદ્રામાં દેખાડે છે. કહેવાય છે કે જે વ્યક્તિ શત્રુહંતા ગણપતિની પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરીને આ મંત્રનો જાપ કરે છે- ૐ ગં ગણપતયે નમ: તેનું કોઈ કંઈ પણ નથી બગાડી શકતું. શત્રુઓની હાર થાય છે અથવા શત્રુ મેદાન છોડીને ભાગી જાય છે કે તેમનું યુદ્ધમાં મૃત્યું થઈ જાય છે.