શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (11:58 IST)

વાસ્તુ અને જ્યોતિષ - આ 3 વાસ્તુ ટિપ્સથી ઘરમાં અખંડ લક્ષ્મીનો વાસ રહેશે

વાસ્તુશાસ્ત્રમાં સુખી જીવનના અનેક સૂત્ર બતાવાયા છે. જેના મુજબ સુખ-દુખ મુખ્યરીતે કર્મોથી આવે છે. છત પણ કેટલાક નાના નાના ઉપાયો દ્વારા ભાગ્યને ઘણુ બધુ બદલી શકાય છે. વાસ્તુના ઉપાય પણ તેમાથી જ એક છે. આવો જાણીએ આવી જ ત્રણ વાસ્તુ ટિપ્સ જેને અપનાવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો અખંડ વાસ થઈ જશે. 
 
ઘરમાં ખુશહાલી રહે એ માટે ત્રણ લીલ છોડ માસણના વાસણમાં ઘરની અંદર પૂર્વ દિશામાં મુકો. ધ્યાન રહે કે ફેંગશુઈમાં બોનસાઈ અને કૈકટસને હાનિકારક માનવામાં આવે છે. કારણ કે બોનસાઈ પ્રગતિમાં અવરોધક અને કૈકટસ હાનિકારક હોય છે. તેથી ભૂલથી પણ તેમને ઘરમાં ન મુકો. 
 
બાથરૂમમાં વપરાતી વસ્તુઓ સાબુ, શેમ્પુ સ્ક્રબ વગેરે હંમેશા ખુશબુદાર અને ટોવેલ સાબુદાની બ્રશ હોલ્ડર વગેરે ખુશનુમા રંગના પસંદ કરો. બાથરૂમનો દરવાજો અંદર તરફ ખુલનારો હોવો જોઈએ. અહીના દરવાજા હંમેશા બંધ 
 
રાખો જેથી નકારાત્મક ઉર્જાઓ સહેલાઈથી ઘરમાં પ્રવેશ ન કરી શકે. વાસ્તુમુજબ મંદિરનો પડછાયો કોઈ અન્ય બિલ્ડિગ પર ન પડવો જોઈએ. આવુ ત્યારે જ શક્ય હોય છે જ્યારે મંદિર કોઈ ઉંચા પર્વત પર એકાંત સ્થળ પર બન્યુ હોય. જ્યા વસ્તી ઓછી હોય. મંદિરના આંગણમાં જો ઉત્સવ વગેરેનુ આયોજન કરવુ હોય તો તે મંદિરના આંગનના પશ્ચિમ કે દક્ષિણ ભાગમાં આયોજીત કરી શકે છે.