ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 21 જાન્યુઆરી 2016 (18:21 IST)

vastu tips- પૈસોના નુક્શાનનું કારણ બની શકે છે ઘર સાથે સંકળાયેલી આ 5 વાતો

ઘણી વાર લાગે છે કે પૈસોના નુકશાનના કારણે વાસ્તુ સંબંધી દોષ પણ થઈ શકે છે. 
વાસ્તુના આ 5 કારણોને  ધ્યાનમાં રાખી પૈસાના નુકશાનથી બચી શકાય છે. 
 
1. ધન રાખવાની દિશા
ધનમાં વૃદ્ધિ અને બચત માટે તિજોરી કે અલમારી જેમાં ધન રાખતા હોય , એને દક્ષિણ દિશામાં એ રીતે રાખો કે એનું મુખ ઉત્તર દિશા તરફ રહે. ધનમાં વૃદ્ધિ માટે તિજોરીનું  મુખ ઉત્તર દિશાની તરફ રાખવું સૌથી સારું ગણાય છે. 
2. નળમાંથી પાણી ટપકવું
ઘરના નળમાંથી પાણીનું  ટપકવું ખૂબ સામાન્ય વાત ગણાય છે. આથી આ વાતની લોકો ઉપેક્ષા કરે છે. પણ નળમાંથી પાણીનું  ટપકવું વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકશાનનું  કારણ ગણાય છે. વાસ્તુ નિયમ મુજબ નળમાંથી પાણીનું  ટપકવું ધીમે-ધીમે ધન  ખર્ચ થવાનો   સંકેત હોય છે . આથી નળમાં ખરાબી આવતા તરત જ એને બદલી નાખવુ જોઈએ.  
3. બેડરૂમમાં લગાડો ધાતુની વસ્તુઓ 
બેડરૂમના ગેટ સામે દીવારના જમણા ખૂણા પર ધાતુની કોઈ વસ્તુ લટકાવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ આ સ્થાન ભાગ્ય અને સંપત્તિના ક્ષેત્ર હોય છે. આ દિશામાં દીવાર માં દરારો વગેરે નહી હોવી જોઈએ. આ દિશાના કાપ હોવું પણ આર્થિક નુક્શાનના કારણ હોય છે. 
 
4. ઘરમાં ન મૂકો કબાડ 
ઘરમાં તૂટેલી ફૂટેલા વાસણ કબાડ જમા કરીને રાખવાથી પણ ઘરમાં નેગેટિવ ઉર્જા ફેલાય  છે. તૂટેલો  પલંગ , કબાટ  કે લાકડીના બીજા સામાન પણ ઘરમાં ન રાખવા જોઈ. આથી આર્થિક લાભમાં કમી આવે છે અને ખર્ચ વધે છે. અગાસી  કે સીડીઓ નીચે કબાડ જમા કરીને રાખવું પણ આર્થિક નુક્શાનના કારણ બને છે. 
5. ધ્યાન રાખો  પાણીની નિકાસી
વાસ્તુશાસ્ત્ર મુજબ જળની નિકાસ ઘણી વસ્તુઓને પ્રભાવિત કરે છે. જેના ઘરમાં જળની નિકાસ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોય છે એને આર્થિક સમસ્યાઓ  સાથે બીજી ઘણી પરેશાનીઓના સામનો કરવો  પડે છે. ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં જળની નિકાસ આર્થિક દ્ર્ષ્ટિથી શુભ ગણાય છે.