શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (12:57 IST)

ઘરના મંદિરમાં રાખજો આ 10 વાતોનું ધ્યાન

ઘરના મંદિરમાં વાસ્તુ મુજબ 10 વાતોનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ આવો એ 10 વાતો 
 
1. મંદિરનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ - વાસ્તુ પ્રમાણે પૂજા કરતી વખતે વ્યક્તિનું મોઢુ પશ્ચિમ દિશા તરફ હોવુ જોઈએ તેથી મંદિરનો દરવાજો પૂર્વ દિશામાં હોવો જોઈએ. પૂર્વ દિશા તરફ મોઢુ કરીને બેસવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે.  
 
2.  મંદિરમાં અને સાંજે પૂજા કરવી.. પૂજામાં ઘંટડી વગાડવી.. પૂજા પછી ઘરમાં બધા જ રૂમમાં ઘંટડી વગાડવી આવુ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. અને લક્ષ્મીનો વાસ થાય છે. 
 
3. ઘરમાં એવા સ્થાન પર મંદિર બનાવવુ જોઈએ જ્યા સૂરજની રોશની સરળતાથી પહોંચે.. જે ઘરમાં સૂર્યના કિરણો અને શુદ્ધ હવાનુ આગમન થાય છે એ ઘરમાંથી ગૃહદોષ દૂર થાય છે અને ઘરનુ વાતાવરણ સકારાત્મક બને છે. 
 
4. મંદિરની આસપાસ બાથરૂમ ન હોવુ જોઈએ. જો ઘરના મંદિરની અસપાસ બાથરૂમ હોય તો  અશુભ છે. કોઈ નાના પૂજા ઘર કે બાથરૂમ બનાવવામાં આવે તો તે ખુલ્લુ રાખવુ જોઈએ. 
 
5. ઘરના મંદિરમાં મોટી મુર્તિયો રાખવી જોઈએ નહી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ યોગ્ય નથી.  મોટી મૂર્તિયો મોટા મંદિરમાં જ શોભે છે. 
 
6. ઘરના મંદિરમાં ચામડાની વસ્તુ કે પૂર્વજોના ફોટાઓ મુકવા જોઈએ નહી.. પૂર્વજોના ફોટા માટે દક્ષિણ દિશા શુભ માનવામાં આવે છે. મંદિરમાં પૂજા સંબંધી વસ્તુઓ જ રાખવી જોઈએ. 
 
7. મંદિરમાં ખંડિત મૂર્તિ ન રાખવી જોઈએ. ખંડીત મૂર્તિ રાખવી અશુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ખંડિત વસ્તુઓની મૂર્તિ રાખવી વર્જિત છે. જે મૂર્તિ ખંડિત થઈ જાય તેને નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. 
 
8. શાસ્ત્રો મુજબ રોજ અથવા તો અઠવાડિયામાં એક વાર ઘરના મંદિરમાં અને ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ. ગૌમૂત્રથી ઘરનુ વાતાવરણ પવિત્ર રહે છે અને ગૌમૂત્રની ગંધથી કીટાણુઓ નષ્ટ થાય છે. 
 
9. રાત્રે સૂતા પહેલા ભગવાનના મંદિરને પડદાંથી ઢાંકી દેવુ જોઈએ. જે રીતે આપણને સૂતી વખતે ડિસ્ટબંસ પસંદ નથી એ  જ રીતે ભગવાનને પણ ડિસ્ટર્બ કર્યા વગર શયન કરવા માટે ઘરના મંદિરને રોજ રાત્રે પડદાથી ઢાંકી દેવુ જોઈએ. 
 
10. ભગવાનની પૂજા પછી તેમને નૈવૈદ્ય જરૂર ધરાવવો જોઈએ. જે રીતે આપણે રોજ ભૂખ્યા રહી શકતા નથી તેમ ઈશ્વરને પણ ક્યારેય ભૂખા ન રાખવા જોઈએ. ભગવાનને ભોગ લગાવવા કંઈ ન મળે તો પાણીમાં તમે તુલસીપત્ર નાખશો તો પણ ઈશ્વર ખુશ થઈ જશે.