શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 18 ઑગસ્ટ 2015 (16:02 IST)

બેડરૂમના 7 વાસ્તુ નિવારણ તમારા ઘરમાં ઘન અને પ્રેમ વધારશે

વસ્તુ વિજ્ઞાન પોતાની રીતે એક જુદુ જ વિજ્ઞાન છે. જેના દોષોને યોગ્ય નિવારણ કરી દેવાથી કષ્ટ અને અવરોધો દૂર થઈ જાય છે.  બેડરૂમ કોઈપણ ઘરનુ મહત્વપુર્ણ અંગ હોય છે. અને વાસ્તુ મુજબ આ જ એ ભાગ હોય છે જે સુખી દામ્પત્ય જીવન માટે જવાબદાર હોય છે. જો બેડરૂમના વસ્તુથી સંબંધિત કેટલીક વાતોનુ ધ્યાન રાખવામાં આવે તો પતિ પત્ની વચ્ચે  થનારા આર્થિક વિવાદો અને પ્રેમની કમીને મોટા ભાગ સુધી ઓછી કરી શકાય છે. આ 7 ટિપ્સ તમારી લાઈફને ખુશનુમા અને રોમાંટિક બનાવી શકે છે. 
 
1. જો બેડરૂમમાં બેડ પર એક જ ગાદી અને બેડનો ઉપયોગ કરવામાં આવે તો આ સંબંધોને ખુશનુમા અને રોમાંટિક બનાવી શકે છે.
 
2. આજકાલ બેડરૂમને આકર્ષક બનાવવા માટે કુંડાનો ઉપયોગ સામાન્ય વાત છે. પરંતુ હકીકતમાં બેડરૂમમાં છોડ લગાવવા યોગ્ય નથી માનવામાં આવતા.   તેનાથી સ્વાસ્થ્ય અને ધન વગેરેનુ નુકશાન ઉઠાવવુ પડી શકે છે. 
 
3. બેડરૂમમાં પાણીનો ફુવારો અને પાણી સાથે સંબંધિત પેટિંગ ન લગાવવુ જોઈએ.  આનાથી સંબંધો ખરાબ થાય છે અને સ્વાસ્થ્ય અને ધનનુ પણ નુકશાન થાય છે. 
 
4. ચાઈનીઝ વાસ્તુ વિજ્ઞાનનુ માનવુ છે કે બેડરૂમમાં મેનડરિન બતખની મૂર્તિ કે તસ્વીર મુકવી પતિ-પત્ની વચ્ચેના પ્રેમ સંબંધોને મજબૂત બનાવે છે. મેનડરિન બતક પ્રેમ અને ખુશીનુ પ્રતિક પક્ષી હોય છે. સાથે જ જેમના લગ્નમાં અવરોધ આવી રહ્યો હોય તે પણ બેડરૂમમાં મુકી શકે છે.  આ પક્ષી હંમેશા જોડી સાથે હોય છે. એકલાને મુકવુ અશુભ માનવામાં આવે છે. 
 
5. બેડ નીચે કે બેડ અંદર કોઈપણ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ કે ભંગાર મુકવુ તમારા સંબંધોને ખરાબ કરે છે સાથે જ આર્થિક સમસ્યાઓને પણ વધારી શકે છે. તેનાથી દંપત્તિના વચ્ચે ધન સંબંધી મનમોટાવ વધી શકે છે.  
 
6. બેડરૂમમાં રોશની કાયમ પાછળ કે ડાબી બાજુથી આવવી જોઈએ. પ્રકાશની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે પ્રકાશ પલંગ પર સીધો ન પડે. જે બેડ પર તમે સૂવો છો તેની સામે રાધા કૃષ્ણ કે પ્રેમના પ્રતીકની કોઈ તસ્વીર લગાવવી શુભ માનવામાં આવે છે. 
 
7. બેડરૂમમાં દર્પણ લગાવવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. અરીસાનુ રિફ્લેશન બેડ પર પડવાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. તેનાથી પુરૂષ કે મહિલા કોઈની પણ તબિયત અવારનવાર ખરાબ રહે છે.  તેનાથી સંબંધોમાં અંતર વધી શકે છે.