શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 30 નવેમ્બર 2016 (14:13 IST)

...તો ચોક્કસ લગ્ન નક્કી થઈ જશે

લગ્ન માટે પ્રસ્તાવ નથી આવી રહ્યા કે પછી લગ્નમાં મોડુ થઈ રહ્યુ છે. લગ્નની વાત બનતા બનતા બગડી રહી છે. જો કંઈક આવુ જ થઈ રહ્યુ હોય તો વાસ્તુના આ ઉપાયોને અપનાવી શકો છો. લગ્નમાં આવી રહેલ અવરોધને આ ઉપાયોથી દૂર કરી શકાય છે. 
 
વિવાહ યોગ્ય યુવક અને યુવતીઓએ કાળા રંગના કપડાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કાળો રંગ શનિ, રાહુ અને કેતુનુ પ્રતિનિધિત્વ કરે છે. આ લગ્નમાં બાધક માનવામાં આવે છે. પ્રેમ વિવાહ કરવા માંગો છો તો પણ આનુ ધ્યાન રાખવુ જોઈએ. 
 
વિવાહના પ્રસ્તાવને લઈને આવનારા લોકોને ઘરમાં એ રીતે બેસાડો કે તેમનુ મોઢુ ઘરની અંદર તરફ રહે. જો આવા લોકોનુ મોઢુ ઘરની બહારની તરફ હોય તો વાત પાક્કી થવાની આશા ઓછી થઈ જાય છે. વિવાહ યોગ્ય યુવક યુવતીઓએ એવા રૂમમાં ન સુવું જોઈએ જેમા એકથી વધુ દરવાજા હોય.  જ્યા હવા અને રોશનીનો પ્રવેશ ઓછો હોય એવા રૂમમાં પણ ન સુવું જોઈએ. 
 
લગ્ન યોગ્ય યુવક-યુવતીઓએ ઘટ્ટ રંગવાળા રૂમમાં ન સૂવું જોઈએ. દિવાલોનો રંગ ચમકીલો, પીળો, ગુલાબી હોવો શુભ માનવામાં આવે છે. કુંવારા યુવક યુવતીઓએ પોતાની પથારી રૂમના દરવાજા પાસે લગાવવી જોઈએ. સૂવાના રૂમમાં ભંગાર કે રદ્દી સામાન ન મુકવો જોઈએ. રૂમ ચોખ્ખો અને વ્યવસ્થિત હોવો જોઈએ. વિવાહ યોગ્ય યુવક યુવતીઓ બેડ પર આછા રંગની બેડશીટ પાથરે. કુંવારા યુવકોએ દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન સૂવુ જોઈએ. આનાથી લગ્નમાં અવરોધ આવે છે.