શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 10 ફેબ્રુઆરી 2015 (16:56 IST)

વાસ્તુ ટિપ્સ - ધનમાં વૃદ્ધિ માટે ઉપાય

ઘરમાં ઘન વૃદ્ધિ માટે ઘણા ઉપાય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં બતાવાયા છે. આ  ઉપાયોમાંથી વાસ્તુશાસ્ત્રના મુજબ કેટલાક ઉપાય છે જે ખૂબ જ સરળ છે. તેને કરીને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ઘનવૃદ્ધિનો લાભ લઈ શકે છે. 
 
વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનની દિશા પણ બતાવાઈ છે. આ દિશાના સ્વામી ધન કુબેર છે. અને જેના ઘરમાં ઉત્તર દિશા વાસ્તુદોષ હોય છે તેને ધનની કમી બની રહે છે. તેથી આ દિશાને શુભ બનાવવા માટે અમે તમને બે સરળ ઉપાય બતાવી રહ્યા છે જેને સહેલાઈથી કરી શકાય છે. 
 
લક્ષ્મી અને કુબેરની તસ્વીર - લક્ષ્મી ધનની દેવી છે. તેની કૃપા થતા કુબેર પોતાનો ખજાનો ખોલે છે. તેથી લક્ષ્મીની સાથે કુબેરની મૂર્તિ કે તસ્વીર ઘરમાં જરૂર મુકો. વાસ્તુશાસ્ત્રના મુજબ આ બંનેની મૂર્તિ કે તસ્વીર ઉત્તર દિશામાં જ લગાવો. જેનાથી આ દિશા સક્રિય થાય છે અને ઘરમાં ઘનની આવક થાય છે. 
 
ઝરણાનો ફોટો લગાવો  -  ઘર સજાવવા માટે સુંદર સુંદર ફોટા લગાવી શકાય છે. પણ આ જ ફોટાઓને વાસ્તુ મુજબ લગાવીને ધન વૃદ્ધિ કરી શકાય છે. ઉત્તર દિશામાં કાયમ ઝરણુ કે સમૃદ્ધની તસ્વીર જ લગાવો. આ ઉપરાંત આ દિશામાં લીલા રંગના પોપટનો ફોટો લગાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.