શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (17:53 IST)

લગ્નજીવનથી લઈને પૈસા કમાવવાના જોશ માટે અજમાવો આ વાસ્તુ ઉપાય

રોજબરોજનું જીવન જો બોરિંગ થવા માંડ્યુ હોય તો વાસ્તુશાસ્ત્રમાં બતાવેલ ટિપ્સ અપનાવો. તમે ચોક્કસ મનમાં એક નવી ઉર્જાનો સંચાર થયેલ અનુભવશો. 
 
ઘરની કોઈપણ દિવાલ પર દોડતા સફેદ ઘોડાનો ફોટો લગાવો. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘોડો શક્તિ અને ઉર્જાનુ પ્રતિક છે. સફેદ ઘોડો સકારાત્મક ઉર્જાનુ પ્રતિક છે અને તેની તસ્વીર લગાવવાથી ઘર અને પરિવારમાં ઉર્જા પ્રવાહિત થાય છે. \\
 
 

જો પક્ષી પાળવાનો શોખ છે તો ઘરના દક્ષિણ ભાગના ખૂણામાં પક્ષિઓનું પિંજરુ ટાંગી દો. પક્ષીઓના કલરવથી ઘરમાં છવાયેલ ઉદાસી ભાગી જશે. 
 
ઓફિસમાં પણ કામ કરતી વખતે ઉર્જાની કમી લાગે છે તો તમારા કોમ્પ્યુટરના વોલપેપર પર દોડતા ઘોડાનો ફોટો લગાવો. તેનાથી તમારા કામ કરવાની ક્ષમતા વધી જશે અને તમે સ્ફૂર્તિ અનુભવશો. 

જો નિરાશા હાવી રહેતી હોય તો તમારા બધા સર્ટિફિકેટ્સ, પુરસ્કાર અને ડિગ્રીયોને ઘરના દક્ષિણ ભાગમાં બનેલ શોકેસમાં મુકો. બની શકે તો ડ્રોઈંગરૂમમાં દક્ષિણ ભાગને આ પુરસ્કારો માટે વાપરો. 
 
ઘરમાં જોશ સ્ફૂર્તિ અને ઉર્જાનો સંચાર વધારવા માટે તમારા બગીચાના દક્ષિણ ભાગમાં લાલ ફૂલના રોપા લગાવો. જો ઘરમાં બગીચો નથી તો ઘરની અંદર પણ લાલ અને પીળા રંગના છોડ લગાવી શકાય છે.  ધ્યાન રાખો કે ફક્ત પીળા રંગના છોડ ન લગાવશો. 

જો તમારા ઘરમાં હલચલ ઓછી થાય છે અને બાળકો પણ ગુમસુમ રહે છે તો ઘરમાં લાલ રંગની પેટિંગ્સ લગાવો. લાલ રંગની પેટિંગ્સ ન હોય તો ફ્રેમ લાલ રંગની બનાવી શકો છો. તેને ઘરના દક્ષિણ ભાગમાં 3 અને 9ના સમુહમાં મુકો. 
 
જો ઘરની અંદર પણ તમને ઉર્જા અને જોશમાં કમી લાગી રહી છે તો તમારા રૂમમાં રંગ બિરંગી મીણબત્તીઓનો ઉપયોગ કરી શકો છો. મીણબત્તીઓની ઝગમગતી રોશનીથી શક્તિશાળી ઉર્જાનો સંચાર થાય છે.