શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

પંચભુતોનું ઘરમાં સ્થાન

1. જળ : જળનું સ્થાન ઉત્તર-પુર્વ દિશામાં બતાવવામાં આવ્યું છે. જળનું સંગ્રહસ્થાન, કુવો, ટાંકી વગેરે પુર્વ ઉત્તર દિશામાં હોવા જોઈએ જેથી કરીને સુર્યના સવારના કિરણો તેની પર પડે અને કિટાણું નષ્ટ થઈ જાય. આ સિવાય આ તરફ જળનું સંગ્રહસ્થાન હોવાથી ઘરના સ્વામીને ખુશી અને સમૃદ્ધિ મળે છે.

2. અગ્નિ: અગ્નિનું સ્થાન દક્ષિણ પુર્વમાં છે. એટલા માટે રસોડુ આ તરફ હોવું જોઈએ. અગ્નિને પ્રજ્વલિત કરતી વખતે મનુષ્યનું મોઢુ પુર્વ દિશા તરફ રહેવું જોઈએ. તેનાથી ઘરમાં ખુશી અને સમૃદ્ધિ રહે છે અને મનુષ્યનું મન શાંત રહે છે.

3. ભુમિ : મકાનના દક્ષિણ પશ્ચિમ ભાગને સખત માનવામાં આવ્યો છે એટલા માટે આ દિશાને ભુમિની સંજ્ઞા આપવામાં આવી છે. કહેવાય છે કે આ દિશા જેટલી ઉંચી હશે ગૃહસ્વામીનું તેટલુ જ માન સન્માન રહેશે અને તે સમાજમાં ઉંચો દરજ્જો મેળવશે.

4. વાયુ : વાયુનું સ્થાન ઉત્તર-પશ્ચિમમાં માનવામાં આવે છે. એટલા માટે ઘરના બારી બારણાં વગેરે આ દિશામાં બનાવવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરીને ઘરમાં પર્યાપ્ત વાયુ પ્રવેશ કરે અને ઘરમાં રહેનાર લોકોને પુર્ણ રૂપે વાયુ મળે. જો આ દિશામાંથી વાયુનો પ્રવાહ કોઈ પણ અવરોધ વિના મળે તો આ મકાનના સ્વામીને હંમેશા ખુશી મળશે અને વ્યાપારમાં પ્રગતિ અને સારા મિત્રો મળશે જે તેના સુખ દુ:ખના સાથી હશે.

5. આકાશ : આકાશની જગ્યા મકાનના વચ્ચેના સ્થાનને આપવામાં આવે છે. મકાનનું નિર્માણ કરતી વખતે વચ્ચેવાળી જગ્યાને ખાલી છોડી દેવી જોઈએ. આને બહા સ્થાન પણ કહેવામાં આવે છે. આ સ્થાન આકાશથી સીધુ દેખાઈ દેવું જોઈએ. આની વચ્ચે બીમ અને અવરોધ પેદા કરે તેવું કઈ પણ ન હોવું જોઈએ. નાના મકાનવાળા આ રીતની જગ્યા છોડી નથી શકતાં પરંતુ તેમણે પણ પ્રયત્ન કરવો જોઈએ કે મકાનની વચ્ચેની જગ્યા ખાલી છોડી શકે.