મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

એક્વેરિયમ અને વાસ્તુ વચ્ચે સંબંધ

એક્વેરિયમ સંબંધી કેટલીક સલાહ

માછલીનુ એક્વેરિયમ આમ તો લોકો શોખથી પોતાના ઘરમાં મુકે છે પરંતુ વાસ્તુશાસ્ત્રીઓની સલાહ માનીએ તો માહિતી વગર ઘરમાં એક્વેરિયમ મુકવુ નુકશાનદાયક સાબિત થાય છે. એટલુ જ નહી એક્વેરિયમને ફક્ત શોપીસની જેમ સજાવવાથી કામ નથી ચાલતુ, પરંતુ માછલીઓની દેખરેખ કરવી પણ જરૂરી છે. નાના-મોટા વિવિધ સાઈઝના એક્વેરિયમ દરેકે ક્યારેક ને ક્યારેક તો જોયા જ હશે. પરંતુ આ વાતો ઓછા લોકો જાણતા હશે કે એક્વેરિયમ ખરીદતી વખતે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી પડે છે. 

વાસ્તુ વિશેષજ્ઞ મીના મુજબ એક્વેરિયમ ખરીદતી વખતે એ ન વિચારો કે તમે આ ઘરની શોભા વધારવા માટે ખરીદી રહ્યા છો. કારણ કે એક્વેરિયમ ખરીદતી વખતે તમારી જવાબદારી માછલીઓ પ્રત્યે વધી જાય છે. એક્વેરિયમ ખરીદનાર વ્યક્તિએ માછલીઓના ખાવા-પીવાનુ પણ સારી રીતે ધ્યાન રાખવુ જોઈએ. સાથે જ સમય સમય પર તેમનુ પાણી પણ બદલવુ જોઈએ. કારણ કે આવી વાતો પર ઓછા લોકો ધ્યાન આપે છે, તેથી તેમના એક્વેરિયમની માછલીઓ મરી જાય છે.

મીનાના કહેવા અનુસાર જ્યા સુધી તમારા દિલમાં કોઈ પક્ષી કે કોઈ જાનવર પ્રત્યે મોહ નહી જાગે ત્યાં સુધી તમે નાનુ કે મોટુ કોઈપણ પ્રાણી પાળી શકતા નથી. ડ્રોઈંગ રૂમને માત્ર સજાવવાના નામે મોટા મોટા એક્વેરિયમ રાખવા સમજદારી નથી.
અન્ય વાસ્તુશાસ્ત્રી પંડિત જગરામ મુજબ જે લોકો નોનવેઝ ખાય છે. ખાસ કરીને જે લોકો માછલી ખાય છે તેમણે પોતાના ઘરે એક્વેરિયમ ન રાખવુ જોઈએ. કારણ કે જો તમે માછલી ખાતા હોય તો તેના પ્રત્યે તમને દયા ભાવના નહી જાગે. એ વ્યક્તિ નહી જાણી શકે કે ક્યારે એક્વેરિયમવાળી માછલીને પીડા થઈ રહી છે, ક્યારે તેને શુ જોઈએ.

 
N.D
એવુ ઘણીવાર જોવા મળ્યુ છે કે માછલી ખાનારાઓના ઘરમાં મુકેલ એક્વેરિયમ વધુ દિવસ સુધી નથી ચાલી શકતુ. વગર કોઈ કારણે તેમના ઘરની માછલીઓ જાતે જ મરી જાય છે કે પછી કોઈ વસ્તુના અભાવમાં એ તરસી-તરસીને મરી જાય છે. જેનાથી એ વ્યક્તિને પર્સનલ અને વ્યવસાયિક સહિત વિવિધ રીતે નુકશાનનો સામનો પણ કરવો પડે છે.

પંડિત જગરામે જણાવ્યુ કે એક્વેરિયમ ખરીદતી વખતે જો આ નાની વાતોનુ ધ્યાન રાખવામાં આવે તો આ એક્વેરિયમની માછલીઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.