શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

આટલુ કરશો તો ઘરમાં બરકત વધશે ....

એવુ માનવામાં આવે છે કે ઈશાન ખૂણામાં રોજ ઈશ્વરની પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન મળે છે. એ દિશામાંથી બધી ઉર્જા ઘરમાં વરસે છે.

કોઈપણ ઘરના વાસ્તુમાં ઈશાન ખૂણો મતલબ ઉત્તર-પૂર્વી ખૂનાનુ ખૂબ મહત્વ છે. વાસ્તુ મુજબ ઈશાન ખૂણો સ્વર્ગનો માર્ગ કહેવાય છે.

ઈશાન સાત્વિક ઉજાઓનુ મુખ્ય સ્ત્રોત છે. કોઈપણ ભવનમાં ઈશાન ખૂણો સૌથી ઠંડુ ક્ષેત્ર છે.

વાસ્તુ પુરૂષનુ માથુ ઈશાનમાં હોય છે. જે ઘરમાં ઈશાન ખૂણામાં દોષ રહેશે,  તે ઘરમાં રહેતા લોકોને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. તેથી ઈશાન ખૂણામાં કોઈ પ્રકારનો કટાવ કે વિસ્તાર ન હોવો જોઈએ. સાથે જ આ ખૂણામાં સંડાસ હોય તો આર્થિક નુકશાનનો સામનો કરવા ઉપરાંત ઘરની સ્ત્રીઓનુ સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે.

ઈશાન ખૂણાના અધિપતિ શિવને માનવામાં આવ્યા છે. વાસ્તુ મુજબ એવી માન્યતા છે કે જે ઘરમાં આ ખૂણાની સાફ સફાઈ પ્રત્યે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ ઉત્તર પૂર્વ ખૂણામાં જ ભગવાનનુ સ્થાન બનાવવામાં આવે છે, તો આવા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. પાછળથી આ ઉર્જા સમગ્ર ઘરમાં પ્રસરી જાય છે. ઉર્જાનુ સંતુલન બનાવી રાખવા માટે અને આ ખૂણાની સફાઈનુ ધ્યાન રાખવાથી ઘરમાં હંમેશા બરકત રહે છે.