ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 25 નવેમ્બર 2014 (18:06 IST)

આ પાંચ વસ્તુઓ ઘરના સામે થવાનું એટલે કલંક અને આર્થિક પરેશાની

વાસ્તુ વિજ્ઞાનનુ  માનવું છે કે ઘર સિવાય ઘરની આસ-પાસની વસ્તુઓ પણ તમારા ઘર અને ઘરમાં રહેતા લોકોને અસર કરે છે. 
 
માત્ર  ઘરને વાસ્તુ અનૂકૂળ  બનાવવાથી કામ ન ચાલે . વાસ્તુની અનૂકૂળતાથી લાભ મેળવવા માટે ઘરમાં મુખ્ય દ્વ્રારના સામે વસ્તુઓને પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અનેક વસ્તુઓ એવી છે જે ઘરના સામે હોવાથી ઘરના લોકોને બીમાર કરે છે સાથે આર્થિક પરેશાની સાથે કલંક પણ લગાવે છે. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ મુખ્ય દ્વ્રાર સામે ઝાડ કે થાંભલો હોવાથી સંતાનને કષ્ટ થાય છે . સંતાનનો વિકાસ યોગ્ય રીતે થતો નથી અને તેના કરિયરમાં પણ મુશ્કેલી આવે છે. 
 
દ્વાર સામે ખાડો હોવાથી કે કૂપ હોવાથી માનસિક રોગની પરેશાની થાય છે. 
 
દ્વ્રાર સામે કીચડ હોવાથી ઘરમાં શોક રહે  છે. 
 
મુખ્ય દ્વાર સામે રસ્તો સમાપ્ત થાય તો કોઈ મોટું નુકશાન થાય છે. 
 
મુખ્ય દ્વાર સામે ગંદુ પાણી  એકત્ર થાય તો પણ આર્થિક નુકશાનદેહ હોય છે.